Western Times News

Gujarati News

આલિયા ભટ્ટ સહિતના સ્ટાર્સે ૨૦૨૩માં ખરીદ્યુ પોતાનું નવું ઘર

મુંબઈ, આ વર્ષે ઘણા બોલિવૂડ સ્ટાર્સે પોતાના માટે નવું ઘર ખરીદ્યું છે. આ લિસ્ટમાં આલિયા ભટ્ટથી લઈને અનન્યા પાંડે સુધીના દરેકનો સમાવેશ થાય છે. અભિનેત્રી અનન્યા પાંડેએ હાલમાં જ પોતાના માટે નવું ઘર ખરીદ્યું છે. દિવાળીના અવસર પર અભિનેત્રીએ તેની ઝલક બતાવી હતી. શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને તેના આલીશાન ઘરને સજાવ્યું છે.

નેશનલ એવોર્ડ વિનર આલિયા ભટ્ટે પણ આ વર્ષે મુંબઈના બાંદ્રામાં પોતાના માટે એક ઘર ખરીદ્યું છે. તેમનું ઘર ૨૪૯૭ સ્ક્વેર ફૂટનું છે, જેની કિંમત ૩૭.૮૦ કરોડ રૂપિયા છે. સોનાક્ષી સિંહા આ વર્ષે નવા ઘરની માલિક બની છે. અભિનેત્રીએ મુંબઈના વર્લીમાં ૪૦૦૦ સ્ક્વેર ફૂટનો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે, જેની કિંમત ૧૧ કરોડ રૂપિયા છે. કાજોલે મુંબઈના જુહુમાં ૨૪૯૩ સ્ક્વેર ફૂટનો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે.

આ ઘરની કિંમત ૧૬.૫ કરોડ રૂપિયા છે. કાર્તિક આર્યન પણ આ વર્ષે પોતાનું સપનું પૂરું કર્યું છે અને તેણે મુંબઈના જુહુમાં ૧૫૯૪ સ્ક્વેર ફૂટનો એપાર્ટમેન્ટ લીધો છે. તેમના આલીશાન ઘરની કિંમત ૧૭.૫૦ કરોડ રૂપિયા છે. પ્રીતિ ઝિન્ટાએ પાલી હિલમાં ૧૭.૦૧ કરોડ રૂપિયાનો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. જે ૧૪૭૪ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે. આ લિસ્ટમાં જાહ્નવી કપૂરનું નામ પણ સામેલ છે. અભિનેત્રીએ ૬૪૨૧ સ્ક્વેર ફૂટમાં બનેલું ઘર ખરીદ્યું છે. તેની કિંમત ૬૫ કરોડ રૂપિયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.