Western Times News

Gujarati News

નવું આધાર કાર્ડ બનાવવું હવે લોઢાના ચણા ચાવવા બરાબર

નવી દિલ્હી, મોદી સરકાર આધાર કાર્ડ માટે નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે. આ અંતર્ગત નવા આધાર કાર્ડ માટે અરજી કરનારાઓનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આ પાસપોર્ટ વેરિફિકેશન જેવું હશે. SDM સ્તરના અધિકારીની મંજૂરી બાદ જ નવું આધાર કાર્ડ આપવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં આ સમગ્ર પ્રક્રિયાની શરૂઆત થઈ પણ ગઈ છે.

અગાઉ, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા વેરિફિકેશન કરતી હતી. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાની નવી સૂચનાઓ અનુસાર, આ પ્રક્રિયા ફક્ત ૧૮ વર્ષ પૂર્ણ કરનારા યુવાનો માટે જ લાગુ થશે. એકવાર આધાર કાર્ડ બની ગયા બાદ તેઓ સામાન્ય પ્રક્રિયા મુજબ તમામ પ્રકારના અપડેટ પણ કરી શકશે. તે જ સમયે જે લોકોના આધાર કાર્ડ પહેલાથી જ બનેલા છે તેમને આ નવી સિસ્ટમમાંથી પસાર થવું પડશે નહીં.

આ ઉપરાંત કોઈ વ્યક્તિ તમારો આધાર નંબરની મદદથી બેન્ક એકાઉન્ટ હેક નહીં કરી શકે. જો તમે તમારી પર્સનલ બેન્કિંગ માહિતી જેમ કે, ઇન્ટરનેટ બેન્કિંગનો પાસવર્ડ, પિન અથવા્‌ OTP કોઈ સાથે શેર નથી કર્યો, તો તમારું બેન્ક એકાઉન્ટ સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે.

આ નિયુક્ત અધિકારીઓ દ્વારા વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ કાર્ડ જારી કરવામાં આવશે. ફિઝિકલ વેરિફિકેશન માટે ડિસ્ટ્રિક્ટ હેડ પોસ્ટ ઓફિસ અને અન્ય આધાર કેન્દ્રોને ખાસ પસંદ કરવામાં આવશે. આધાર જનરેટ કરવામાં ૧૮૦ દિવસ જેટલો સમય લાગી શકે છેઃ નવી સિસ્ટમમાં નવો આધાર જારી કરવામાં ૧૮૦ દિવસ જેટલો સમય લાગી શકે છે. આ હેઠળ, આધાર નોંધણી (એપ્લિકેશન) પછી, UIDAI ડેટાની ગુણવત્તા તપાસશે અને પછી સેવા પ્લસ પોર્ટલ પર એપ્લિકેશન મોકલશે. અરજદાર દ્વારા સબમિટ કરાયેલા તમામ દસ્તાવેજોની ભૌતિક ચકાસણી થશે.

આ પછી SDM કક્ષાએથી આધાર જારી કરવાની પરવાનગી આપવામાં આવશે. જો દસ્તાવેજો શંકાસ્પદ અથવા ખોટા જણાય તો અરજી નામંજૂર કરવામાં આવશે. પ્રાપ્ત નિર્દેશો અનુસાર, અરજદાર માટે ભૌતિક ચકાસણી દરમિયાન સ્થળ પર હાજર રહેવું ફરજિયાત રહેશે. આ માટે, અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રહેતા અરજદારોને ચકાસણી માટે તેમના ગૃહ રાજ્યમાં પાછા ફરવાની સલાહ આપવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.