Western Times News

Gujarati News

ઇન્સ્ટાગ્રામે અભિનેતા વિક્કી કૌશલને ફોલો કર્યો

મુંબઈ, વિક્કી કૌશલ આ દિવસોમાં એની રિલીઝ થયેલી ફિલ્મ સૈમ બહાદુર અને ડંકીની સફળતાનો આનંદ લઇ રહ્યા છે. ડંકી મુવીને વિકેન્ડનો પૂરેપૂરો લાભ મળ્યો છે. શનિ-રવિમાં ડંકી મુવીનું બોક્સ ઓફિસ કલેક્શન વધી ગયુ છે. જો કે આ વચ્ચે એક મોટા અને ખુશીના સમાચાર આવ્યા છે. વિક્કી કૌશલને લઇને એક સારા સમાચાર આવ્યા છે.

રવિવારના રોજ ઇન્ટરનેટ પર એક ખબર સામે આવી છે જેમાં જાણવા મળ્યુ છે કે વિક્કી કૌશલને ઇન્સ્ટાગ્રામે ફોલો કર્યુ છે. વિક્કી કૌશલ દ્રારા ફોલો કરવામાં આવેલા પહેલાં બોલિવૂડ સ્ટાર બની ગયા છે.

પ્લેટફોર્મ પર સૌથી વધારે ફોલો કરવામાં આવેલા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામનું છે જેને ૬૬૫ મિલિયનથી પણ વધારે ફોલોઅર્સ છે. જો કે હવે પેજ બદલામાં માત્ર ૮૧ એકાઉન્ટ ફોલો કરે છે એમાંથી એક હવે વિક્કી કૌશલનું છે.

વિક્કી કૌશલ હવે ઇન્સ્ટાગ્રામ દ્રારા ફોલો કરવામાં આવેલા પહેલાં બોલિવૂડ સ્ટાર બની ગયા છે. વિરલ ભાયાણીના ઇન્સ્ટાગ્રામ પર આ ન્યૂઝ શેર કર્યા પછી તરત નેટિજન્સ એમના રિએક્શન આપવા લાગ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે વિક્કી બહુ સારું કામ કરે છે, અત્યાર સુધીમાં કોઇ પણ ફિલ્મમાં એમનું પ્રદર્શન ખરાબ રહ્યું નથી. ફિલ્મમાં દરેક વખતે એમની એક્ટિંગ ધમાકેદાર હોય છે.

જ્યારે એક યુઝર્સે લખ્યુ છે કે ખરેખર આ બહુ મોટી વાત છે, હું ફોલોઅર્સની સંખ્યા અને સફળતાની હકીકતને સમજવામાં અસફળ રહ્યો છે તેમ છતા વિક્કી માટે ખુશ છું. તમને જણાવી દઇએ કે વિક્કી કૌશલ હાલમાં શાહરુખ ખાનની ફિલ્મ ડંકીમાં જોવા મળ્યો હતો. આ સાથે વિક્કીની ફિલ્મ સૈમ બહાદુર મુવીએ પણ બોક્સ ઓફિસમાં સારી કમાણી કરી છે.

આ ફિલ્મમાં વિક્કી કૌશલે ફીલ્ડ માર્શલ સૈમ માનેકશોનો રોલ પ્લે કર્યો છે. વિક્કી કૌશલ આ દિવસોમાં એની અપકમિંગ ફિલ્મ મેરે મહેબૂબ મેરે સનમમાં તૃÂપ્ત ડિમરી અને ફાતિમા સના શેખની સાથે જોવા મળશે. આમ, તમને જણાવી દઇએ કે આ ફિલ્મનું નિર્દેશન આનંદ તિવારીએ કર્યુ છે અને ફિલ્મ આગામી વર્ષ ૨૦૨૪માં ફેબ્રુઆરીના રોજ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.