Western Times News

Gujarati News

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની નવા ક્રિમિનલ લૉને મંજૂરી

નવી દિલ્હી, ઇન્ડિયન પીનલ કોડ, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર અને એવિડન્સ એક્ટને બદલવા માટેના ત્રણ અપરાધિક બિલને સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી દિધી છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ હવે તે કાયદો બની ગયો છે.

ગુરુવારે (૨૧ ડિસેમ્બર) સંસદના શિયાળુ સત્ર દરમિયાન, રાજ્યસભાએ ભારતીય દંડ સંહિતા (આઈપીસી), ૧૮૬૦, ફોજદારી પ્રક્રિયા સંહિતા (સીઆરપીસી), ૧૮૯૮ અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ ૧૮૭૨ની જગ્યાએ ક્રિમીનલ બીલ, ધ ઈન્ડિયન જસ્ટિસ (સેકન્ડ) કોડ, ૨૦૨૩, ઈન્ડિયન સિવિલ ડિફેન્સ (સેકન્ડ) કોડ, ૨૦૨૩ અને ઈન્ડિયન એવિડન્સ (સેકન્ડ) બિલ, ૨૦૨૩ પસાર કરવામાં આવ્યા હતા.

ગૃહ પ્રધાન અમિત શાહની ચર્ચા અને જવાબ પછી, રાજ્યસભાએ ત્રણેય બિલોને ધ્વનિ મતથી મંજૂરી આપી. લોકસભા તેમને પહેલા જ પાસ કરી ચૂકી છે. તમને જણાવી દઈએ કે રાજ્યસભામાં આ બિલ એવા સમયે પસાર કરવામાં આવ્યા છે જ્યારે ઉપલા ગૃહમાંથી અનેક વિપક્ષી સાંસદોને તેમના અભદ્ર વર્તન માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

તેમણે એમ પણ કહ્યું હતુ કે, આ બિલોનો હેતુ અગાઉના કાયદાઓની જેમ સજા આપવાનો નથી પરંતુ ન્યાય આપવાનો છે. તેમણે કહ્યું, આ નવા કાયદાને ધ્યાનથી વાંચશો તો ખબર પડશે કે તેમાં ન્યાયની ભારતીય ફિલસૂફીને સ્થાન આપવામાં આવ્યું છે.

આપણા બંધારણના નિર્માતાઓએ પણ રાજકીય ન્યાય, આર્થિક ન્યાય અને સામાજિક ન્યાય જાળવવાની ખાતરી આપી છે. ગૃહમંત્રી શાહે કહ્યું હતું કે, “આ કાયદાઓનો આત્મા ભારતીય છે. પ્રથમ વખત, ભારત દ્વારા, ભારત માટે અને ભારતીય સંસદ દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓથી આપરાધિક ન્યાય પાલિકા ચાલશે. મને આનો ખૂબ જ ગર્વ છે.”

તેમણે કહ્યું કે આ કાયદાઓની ભાવના પણ ભારતીય છે, વિચાર પણ ભારતીય છે અને તે સંપૂર્ણપણે ભારતીય છે. ગૃહમંત્રીએ કહ્યું કે ભારતીય દંડ સંહિતા (આઈપીસી), ફોજદારી કાર્યવાહીની સંહિતા (સીઆરપીસી) અને ભારતીય પુરાવા અધિનિયમ… આ ત્રણ કાયદા ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી બ્રિટિશ શાસનને બચાવવા માટે બનાવવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું, “તેમનો ઉદ્દેશ્ય માત્ર બ્રિટિશ શાસનને બચાવવાનો હતો. આમાં ભારતીય નાગરિકની સુરક્ષા, ગરિમા અને માનવ અધિકારોનું કોઈ રક્ષણ નહોતું. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.