Western Times News

Gujarati News

ગુજરાત હાઇકોર્ટ બારમાં પ્રમુખ પદ ઉપર ઐતિહાસિક પરિવર્તન સર્જીને બ્રિજેશભાઈ ત્રિવેદીએ ક્સમકસ ભર્યા ચૂંટણી જંગમાં ભવ્ય વિજય મેળવ્યો

આક્ષેપો અને પ્રતિ આક્ષેપો વચ્ચે હાઇકોર્ટ બારમાં ખેલાયેલા વ્યૂહાત્મક ચૂંટણી જંગમાં જનરલ સેક્રેટરી પદ ઉપર ચતુષ્કોણીય ચૂંટણી જંગમાં હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટે પુનઃ નોંધનીય વિજય પ્રાપ્ત કર્યો છે!

તસવીર ગુજરાત હાઇકોર્ટની છે જેમાં ડાબી બાજુની તસવીર બારમાં ઉપપ્રમુખ પદ ઉપર ૧૧૧૦ મતે ચૂંટાઈ આવેલા શ્રી વિરાટભાઈ પોપટની છે તેઓ વિચારશીલ અને સરળ સ્વભાવના હોય વ્યૂહાત્મક જંગ માં જીતી ગયા છે! ત્યાર પછી જોઈન્ટ સેક્રેટરી પદ ઉપર ચુટેલા ચૂંટણી ઉમેદવાર શ્રી ભાવિકભાઈ પંડ્‌યા છે તેઓ ૭૮૨ મતે ચૂંટાયા છે તેઓ ત્રિપાખીયા ચૂંટણી જંગમાં કાંટાળી ટક્કર આપીને પોતાની વોટબેંક અકબંધ રાખી ચૂંટણી જીતી ગયા છે

ખજાનચી પદ પર એકની સામે એક ઉમેદવાર હતા તેમાં શ્રી દર્શનભાઈ દવે ૯૮૯ મતે મેળવી વિજય થયા છે જ્યારે પછી કારોબારી પદ ઉપર શ્રી આકાશભાઈ પંડ્‌યા ૯૫૬ મતે જીત્યા છે નિમિષાબેન પરીખ ૮૬૨ મતે જીત્યા છે ખુશ્બુબેન વ્યાસ ૮૫૮ મતે જીત્યા છે ચિરાગભાઈ પ્રજાપતિ ૮૨૨ મતે જીત્યા છે દિલબરબેન કોન્ટ્રાક્ટર ૮૧૬ મતે જીત્યા છે ભક્તિબેન જોષી ૭૯૭ મતે જીત્યા છે ગાયત્રીબેન વ્યાસ ૭૯૭ જીત્યા છે

કુમારભાઈ ત્રિવેદી ૭૨૩ મતે જીત્યા છે હિમાંશીબેન બલોડી ૭૧૭ માંથી જીત્યા છે જ્યારે ડાબી બાજુની તસ્વીર શ્રી દેવભાઈ કેલ્લાની છે તેઓ ૭૩૫ મતે જુનીયર કારોબારી પદ પર જીત્યા છે અને તેમનો મળતાવડો સ્વભાવ અને બાર કાઉન્સિલના અનિલભાઈ કેલ્લાના ભત્રીજા હોવાનું કહેવાય છે આમ તેમનો ટેકો પણ તેમની વિજયમાં કારણભૂત હોવાનું મનાય છે તસવીરમાં ડાબી બાજુથી સિનિયર કારોબારી પદ પર ચુટણી જીતેલા નિમિષાબેન પરિખની છે

બીજી તસવીર ખુશ્બુબેન વ્યાસની છે ત્રીજી તસવીર ગાયત્રીબેન વ્યાસની છે ચોથી તસવીર હિમાંશીબેન બલોડી ની છે પાચમી તસવીર દિલબરબેન કોન્ટ્રાક્ટરની છે છ્‌ઠી તસવીર ભક્તિબેન જોષી ની છે સાતમી તસવીર આકાશભાઈ પંડ્‌યાની છે આઠમી ચિરાગભાઈ પ્રજાપતિ ની છે નવમી તસવીર શ્રી કુમારભાઈ ત્રિવેદીની છે દશમી તસવીર જુનીયર કારોબારી પદ પર જીતેલા દેવભાઈ કેલ્લાની છે

ઉપરોક્ત તમામ જીતેલા ઉમેદવારો ને ફોજદારી બારના પૂર્વ પ્રમુખ શ્રી બી.એમ.ગુપ્તા, ગુજરાત હાઇકોર્ટ ના અડવોકટ સી.બી.ગુપ્તા, ગુજરાત હાઇકોર્ટ નાપૂર્વ કારોબારી સભ્ય ભુનેશભાઇ રૂપેરા એ હાર્દિક શુભકામના પાઠવી છે ( તસવીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ મદદનીશ ગઝાલાશેખ દ્વારા)

અમેરિકાના પ્રમુખ થિયોડોર રૂજ્વેલ્ટે સરસ કહ્યું છે કે ‘ખરા અને ખોટા વચ્ચે તટસ્થ રહેવું એને ન્યાય ન કહેવાય પરંતુ અસત્યની સામે સત્યને ખોળી કાઢીને એને પકડી રાખો એ ન્યાય છે’!! જ્યારે મહાન ઇટાલિયન વૈજ્ઞાનિક અને તત્વજ્ઞાની જુયોડાનો બ્રુનોએ કહ્યું છે કે ‘તમે ઈશ્વરની સમકક્ષ ન બની જાઓ ત્યાં સુધી ઈશ્વરને સમજી નહીં શકો’ ગુજરાત હાઇકોર્ટ બાર માં રસાકસી ભર્યા ચૂંટણી જંગમાં ચૂંટણી પરિણામ આવ્યું છે! પરંતુ ન્યાયતંત્રમાં ન્યાય તો ન્યાયાધીશો તોળી શકે કારણ કે ન્યાયાધીશો ‘ન્યાય ધર્મ’ અદા કરે છે! અને વકીલમિત્રો વકીલાતનો વ્યવસાયિક અને ધર્મ અદા કરે છે ત્યારે હવે ગુજરાત હાઇકોર્ટ બાર માં વહીવટી પારદર્શકતા હિસાબ ઓડિટ કરાવવાની જૂનીયર્સ ક્લર્કોને આધુનિકતા સાથે જોડાવાનું કામ હવે બારે કરવાનું છે

ગુજરાત હાઇકોર્ટ બારમાં પ્રમુખ પદ ઉપર બ્રિજેશભાઈ ત્રિવેદીએ સત્તા પરિવર્તનનો માહોલ સર્જવામાં સફળ થયા અને હંમેશા ગુપ્ત ચક્રવ્યુહ ઘડનાર સમરસ જૂથના કથિત કિંગમેકરે પણ છૂપો ટેકો આપતા બ્રિજેશભાઈ પરંપરાગત મત બેંક અકબંધ રાખી ચૂંટણી જીતી ઇતિહાસ સર્જયો?

અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકને કહ્યું છે કે ‘હું સારું કામ કાર્ય કરું ત્યારે મને સારું લાગે અને ખરાબ કૃત્ય કરું ત્યારે ખરાબ લાગણી અનુભવાય એ ‘ધર્મ’’!! ગુજરાત હાઇકોર્ટ બાર માં પ્રમુખ પદ ઉપર ધર્મ અને અધર્મની લડાઈ બની ગઈ હતી! એવું મનાય છે શ્રી બ્રિજેશભાઈ ત્રિવેદીનો આક્રમક પ્રચાર વહીવટી પારદર્શકતા નો એજન્ડા અને માનવતા ના અભિગમો સંદેશો વકીલોના હૃદયને સ્પર્શી જતા શ્રી બ્રિજેશભાઈ ત્રિવેદી પ્રમુખ પદો પર સારા મતો મેળવી ઇતિહાસ સરજી ને વિજય થયા!

વેસ્ટર્ન ટાઈમ્સ સાથે વાતચીત કરતા પ્રમુખ શ્રી બ્રિજેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે તેઓ વકીલોના વણ ઉકેલાયેલા પ્રશ્નો જેવા કે કેન્ટીન ના પ્રશ્ન, બારરૂમની બેઠક વ્યવસ્થાના પ્રશ્નો, જુનિયર્સ વકીલોના પ્રશ્નો વકીલોની હેલ્થને લગતા પ્રશ્નો, તેમજ બાર અને બેન્ચ વચ્ચે સ્વચ્છતા ભર્યા સંબંધો વિકશે બાર અને બેંચ નું ગૌરવ જળવાય તેવી ભાવના સાથે તેઓ કામ કરશે તેમ જણાવ્યું છે!

તેમને સિનિયર એડવોકેટ અને ફોજદારી બારના પૂર્વ પ્રમુખશ્રી બી એમ ગુપ્તાએ હાઇકોર્ટમાં વકીલાત કરતા એડવોકેટ શ્રી ચંદ્રશેખર બી ગુપ્તાએ હાઇકોર્ટ બાર ના પૂર્વ કારોબારી સભ્ય અને યુવાન ધારાશાસ્ત્રી શ્રી ભુવનેશભાઈ રૂપેરા અને ભાજપ લીગલ સેલના શ્રી જે જે પટેલ અભિનંદન પાઠવ્યા છે જોકે શ્રી પૃથ્વીસિંહજીની ટીમના અનેક ઉમેદવાર જીત્યા છે જે દર્શાવે છે કે બારમાં ભ્રષ્ટાચાર ના આક્ષેપને કારણે પરિવર્તન નથી આવ્યું, પણ શ્રી પૃથ્વીસિંહજી

વકીલોના પ્રશ્નો રજૂઆત કરવામાં સાથે મુસદ્દગીરી સાથે મવાળ અભિગમ તેમની હાર નું કારણ બન્યું હોવાનું મનાય છે તેમને ચૂંટણીમાં મોટો વ્યક્તિગત ફટકો પડ્‌યો છે! હવે જીતેલા ઉમેદવાર શ્રી બ્રિજેશભાઇ ત્રિવેદી બાર ની દશા અને દિશા નક્કી કરશે?! ગુજરાત હાઇકોર્ટના સેક્રેટરી પદ ઉપર ચતુષ્કોણીય ચૂંટણી જંગમાં બારના વર્તમાન સેક્રેટરી શ્રી હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ ૮૩૫ મતે વિજય ધ્વજ ફરકાવ્યો છે!

બ્રિટિશ વડાપ્રધાન શ્રી વિંન્સ્ટન ચર્ચિલ સરસ કહ્યું છે કે ‘સત્ય ને તેની ‘ચડ્ડી’ પહેરવાની તક મળે ત્યાં સુધી તો અસત્ય પૃથ્વીનો અડધો આટો મારી ચૂકી હોય છે ’! ગુજરાત હાઇકોર્ટ બાર માં અભૂતપૂર્વ વ્યુહાત્મક ચૂંટણી જંગ ખેલાયો! વહીવટી ગેરરીતિઓને આક્ષેપો અને પછી આક્ષેપો પણ થયા શ્રી હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ સામે અન્ય ત્રણ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં હતા શ્રી પુનિતભાઈ જુનેજા, શ્રી સનતભાઈ પંડ્‌યા

અને શ્રી મીનાજ ઉદ્દીન શેખ વચ્ચે ના ચતુષ્કોણ ચૂંટણી જંગમાં શ્રી હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ ફરી જનરલ સેક્રેટરી પદ ની બેઠક ઉપરથી ૮૩૫ મત મેળવીને ભવ્ય જીત પ્રાપ્ત કરી છે હાઇકોર્ટ બાર એ ભૂતકાળમાં ન્યાયતંત્રની સ્વતંત્ર મારે લડનારુ બાર તરીકે વિખ્યાત થયેલું છે માટે બાર અને બેંચની ગરિમા જળવાય તે માટે શ્રી હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટએ પોતાના સિદ્ધાંતો મુજબ કાર્યકર છે એવી વકીલ મતદારોને શ્રદ્ધા છે.

કારોબારી પદ ઉપર આકાશભાઈ પંડ્‌યા, નિમિશાબેન પારેખ, ખુશ્બુબેન વ્યાસ, ચિરાગભાઈ પ્રજાપતિ, દિલબરબેન કોન્ટ્રાક્ટર, ભક્તિબેન જોશી, ગાયત્રીબેન વ્યાસ, કુમારભાઈ ત્રિવેદી, હિમાંશીબેન બલોડી, ચાંદનીબેન જોશી, હાર્દિકભાઈ રાવલ, દીપશિખાબેન મિશ્રા, જુનિયર્સ કારોબારીમાં દેવભાઈ કેલ્લા, વિજયરાજસિંહ ઝાલા તથા લક્ષ્મીબેન ભવાની વિજય થયા હોવાનું જાણવા મળેલ છે નવ મહિલા એડવોકેટોનો વિજય તથા બ્રાહ્મણ લોબીનું વર્ચસ્વ રહ્યું હોવાની ચકચાર?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.