Western Times News

Gujarati News

ફોજદારી બારમાં આવેલ સમરસ ચૂંટણી પરિણામ પાછળ પરંપરાગત સત્તાનું ભાગબટાઇનું રાજકારણ અને….

ભાજપ લીગલ સેલનું સગવડ્‌યું મૌન વકીલાતના વ્યવસાયને ક્યાં લઈ જશે?

ફોજદારી બારમાં પ્રતિભાશાળી, કાબેલ, વિદ્વાન, સિદ્ધાંતનિષ્ઠ વિખ્યાત ધારાશાસ્ત્રીઓ સત્તાના રાજકારણથી દૂર રહેવાનું કેમ પસંદ કરે છે?!

ઉપપ્રમુખ પદ ઉપર હેમંતભાઈ નવલખા, હસમુખભાઈ ચાવડા ચૂંટણી જંગમાં મેદાન મારી ગયા! જોઈન્ટ સેક્રેટરી પદ પર મિતેશભાઈ પંડ્‌યા અને જીગરભાઈ રાવલ, ખજાનચી પદ ઉપર જયેશભાઇ રામી, લાઇબ્રેરી સેક્રેટરી પદ પર રસિકભાઈ પટેલ અને એલઆરપદ ઉપર જયશ્રીબેન જીત્યા કારોબારી પદ ઉપર શ્રી મુકેશસિંહ ચંદ્રમોહનસિંહ રાજપૂત ચુટાઇ આવ્યા છે

તસવીર મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટની છે જેમાં ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશન કાર્યરત છે. ફોજદારી બારમાં ભાજપ લીગલ સેલ પણ કાર્યરત છે! એક અનુમાન મુજબ ૪૦૦ થી વધુ વકીલો ભાજપ લીગલ સેલમાં સક્રિય છે ભાજપ લીગલ સેલ પર ગુજરાત બાર કાઉન્સેલના પૂર્વ ચેરમેન શ્રી જે જે પટેલ સક્રિય છે તેઓએ અનેક જગ્યાએ સારા અને કાબેલ હોદ્દેદારોની પસંદગી કરી છે .

ગુજરાત હાઇકોર્ટમાં પણ સારા ઉમેદવાર ચૂંટાય તેની તરફ ધ્યાન આપ્યું હતું! ત્યારે શ્રી જે જે પટેલની ફરજ છે કે શક્ય તેટલા નિષ્ઠાવાન કાર્યદક્ષ ઉમેદવારો ફોજદારી બારમાં જીતે અને ચુટણી સમયે ઉમેદવારોની બ્લુપ્રિન્ટ તેમની પાસે પહોંચે છે!! પરંતુ તેઓ શ્રી નરેન્દ્ર ભાઈ મોદી જેવું કહેવાની અને કરવા ની જરૂર છે કે ‘ખાતો નથી ને ખાવા દેતો નથી’ પરિણામે કેટલીક વાર ભાજપ લીગલ સેલ ના નામે કથિત સ્થાપીતહીતો ચુટાઇ આવતા હોવાનું ચર્ચાય છે

આ અંગે શ્રી જે જે પટેલ આત્મદર્શન કરવાની જરૂર છે કારણ કે ન્યાયતંત્ર ની ગરિમા અને વકીલાત ની વ્યવસાયિક ગરિમા નું રક્ષણ નહિ કરાય તો ભાજપ ની સમરસતા બદનામ થઈ જશે નરેન્દ્રભાઈ મોદી સુધી રજૂઆત થાય તે પહેલા જાગ્રત અને સક્રિય થવાની જરૂર છે!! એવું જાણકારોનું માનવું છે! ડાબી બાજુની તસવીર ફોજદારી બારમાં ઉપપ્રમુખ પદ ઉપર ચૂંટાયેલા શ્રી હેમંતભાઈ નવલખા શ્રી હસમુખભાઈ ચાવડાની છે સેક્રેટરી પદ ઉપર ચૂંટાયેલા ઉમેદવાર શ્રી ઈશ્વરભાઈ દેસાઈની છે

જોઇન્ટ સેક્રેટરી પદ ઉપર ચૂંટાયેલા ઉમેદવાર શ્રી મિતેશભાઈ પંડ્‌યાની છે જોઇન્ટ સેક્રેટરી પદ ઉપર ચૂંટાયેલા ઉમેદવાર શ્રી જિગ્નેશભાઈ રાવલ ની છે ખજાનચી પદ પર જ્યેશભાઈ રામી ની છે કારોબારી પદ ઉપર શ્રી મુકેશ સી રાજપૂત, કેલાશબેન બી પટેલ, મ્હેન્દ્રસિંહ આર.જાડેજા,ઝફરખાન એસ.પઠાણ, જયરામભાઈ આર દેસાઇ,પ્રતિભાબેન એસ.ગુપ્તા,રાજ એન.સૂર્યવંસી,સંજયકુમાર જે મકવાણા,હસમુખભાઇ વી. પરમાર,નરેશભાઈ બી.રબારી, પરસભાઈ આર.પંડ્‌યા,વંદનાબેન જે.જાની,જીતેન્દ્રકુમાર એ.પટેલ ફોજદારી કોર્ટ બારની કારોબારીમાં વિજયી થયા છે. (તસવીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ મદદનીશ ગઝાલાશેખ દ્વારા)

જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરે કયું છે કે ‘અસત્યને મોટું બનાવો એને સરળ બનાવી નાખો અને બધાને વારંવાર કહેતા ફરો લોકો તેને માનવા પણ લાગશે’!! પોલેન્ડના પ્રમુખ લોન્ચ વાલેસા એ કહ્યું છે કે ‘સ્વતંત્રતા માટે ભલે કિંમત ચૂકવવી પડી હોય વાસ્તવમાં એ અમૂલ્ય હોય છે માટે મસ્તક હંમેશાં ઊંચું રાખો’!!

ગુજરાતના તમામ વકીલ મંડળોની ચૂંટણી ૨૨મી ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ યોજાઈ ગઈ! હાઇકોર્ટ બાર ક્રિમિનલ કોર્ટ બાર અને ફેમિલી કોર્ટ બાર એસોસિએશનની ચૂંટણી વકીલોમાં આભૂતપૂર્વ ટોક ઓફ ધ બાર બની અને ફોજદારી બારની ચૂંટણી અંગે અનેક તર્ક વિતર્ક થયા, આક્ષેપો પ્રતિ આક્ષેપો થયા સુશિક્ષિત, બુદ્ધિજીવી, જાગ્રત, સંવેદનશીલ અને

વિચારશીલ વકીલ મતદારોની ચૂંટણીમાં રાજકીય રીતે ગોબેલ્સ પ્રચાર સાથે સત્તાની ભગબટાઇ થઈ! પોતાની સામે મજબૂત ઉમેદવાર ઊભા ન રહે એ માટે ચાલાકી ભર્યું સત્તાનું રાજકારણ ખેલાયાની ચર્ચા વચ્ચે ફોજદારી કોર્ટ બાર એસોસિએશનનું ચૂંટણી પરિણામ આવ્યું છે તેને કેટલાક કથિત નૈતિક અધોગતિ કહે છે તો કોઈ કહે છે જો જીતા વોહી સિકંદર કહે છે!! આક્ષેપો પ્રતિ આક્ષેપો અને અફવાનું રાજકારણ ગરમ છે?! પરંતુ ફોજદારી બારમાં પ્રમુખ પદ ઉપર શ્રી ભરતભાઈ શાહ નિર્ણાયક ચક્રવ્યૂહ ગોઠવી ચૂંટણીમાં અદભુત સફળતા હાંસલ કરી છે

ફોજદારી કોર્ટ બારમાં પ્રમુખ પદ પર શ્રી ભરતભાઈ શાહ વિજયની માળા પહેરવામાં સફળ થયા! પરંતુ ભાજપ લીગલ સેલ ચર્ચા નો વિષય બન્યુ છે?! અનેક ચર્ચાએ જોર કેમ પકડ્‌યું છે? પડદા પાછળની ચર્ચામાં સત્ય શું છે એ જાગ્રત વકીલો અને નીડર ન્યાયાધીશો એ વિચારવા જેવું છે?!

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અત્યંત ગંભીરતાપૂર્વક કહ્યું છે કે ‘મત પેટીના રાજકારણે આપણા દેશના યુવાનોનું ભવિષ્ય અંધકારમય કરી નાખ્યું છે’! અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર વકીલોની સંખ્યાની દ્રષ્ટિએ મોટું બાર છે!! એક જમાનામાં ફોજદારી કોર્ટ બારનું બહુ મોટું નામ હતું જ્યારે ફોજદારી બારમાં મૂલ્યનિષ્ઠ અને સિદ્ધાંતનીષ્ઠ ઉમેદવારો વધુ ચૂંટાતા હતા! જેવા કે શ્રી એચ એમ ધ્રુવ, શ્રી નાથુભાઈ પટેલ, શ્રી ચતુરભાઈ પટેલ, શ્રી એમ બી આહુજા, શ્રી અફઝલ ખાન પઠાણ, શ્રી જગરુપસિંહ રાજપૂત, શ્રી અવધેશભાઇ શુક્લ, શ્રી અજયભાઇ ચોક્સી,

શ્રી આર આર શુકલ, શ્રી હર્ષદભાઈ જાની, શ્રી બી એમ ગુપ્તા, શ્રી હીરાલાલ ગુપ્તા જેવા અનેક સિદ્ધાંતનિષ્ઠ અને વિખ્યાત ધારાશાસ્ત્રીઓ ફોજદારી બારમાં નેત્રુત્વ કરતા જોવા કેમ નથી મળતા??!

ફોજદારી બારમાં દરેક નોંધાયેલા સભ્યોને ચૂંટણી લડવાનો હક છે પરંતુ વકીલ મતદારોની પસંદગી ભારતીય રાજકારણની યાદ અપાવે છે?! કારણ કે રાજકીય પક્ષોમાં આંતરિક સત્તાની સાંઠમારી ચાલે છે!ફોજદારી બાર માં કેટલાક ઉમેદવારો અંદરો અંદર સમજૂતી કરી ને તારા પછી મારો અને મારા પછી તારો કહેવાય છે કે આ રીતે ચૂંટણી લડાઈ છે!! અને ચૂંટાયા વગર વકીલાત ચાલે જ નહીં એવું તો કેટલાક માનતા નહી હોય ને? પડદા પાછળનું સત્ય શું છે?  એ વકીલ મતદારોએ શોધવાની જરૂર છે!!

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે એમ મતપેટીના રાજકારણો આપણા દેશના યુવાનોનું ભવિષ્ય અંધકારમય કરી નાખ્યું છે ફોજદારી બારમાં જુનિયર વકીલો ની વકીલાત ક્ષેત્રનું ભવિષ્ય શું અંધકારમય બની રહ્યું છે!! કહેવાય છે કે કાયમી સ્ટડી સર્કલ ચાલતું નથી? જુનિયર્સ વકીલોની વ્યવસાયિક સમસ્યાઓ વધી છે! તેમને જામીનના કેસો મળતા નથી! સક્ષમ સિનિયર વકીલોના હાથ નીચે વકીલાત કરવાની તક ઘટી ગઈ છે?!

ફોજદારી કોર્ટના પટાગણમા એવી અફવા ચાલે છે કે મેજિસ્ટ્રેટો બાર ના કોઈ એક હોદ્દેદાર થી કંટાળયા છે?! કેટલાક એવું કહેતા સાંભળવા મળે છે!કોઈ કહે છે કે અહીંયા તો વકીલો ને પણ કથિત આર્થિક રીતે પરેશાન કરાય છે?! એ હકીકત સાચી છે કે અફવા છે તેની સુઓમોટો જ્યુડિશ્યલ ગુપ્ત તપાસ કરવાની જરૂર છે કારણ કે ભૂતકાળ મા ચીફ મેટ્રો પોલિટન મેજિસ્ટ્રેટ શ્રી માંડલિયા સાહેબ હતા ત્યારે ફોજદારી બારના કેટલાક હોદ્દેદારો સામે ‘કન્ટેમ ઓફ ધ કોર્ટ’ થતા ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટીસ શ્રી સી. કે બુચ સમક્ષ કેટલાક બિનશર્તિ માફી માગીને છૂટ્યા હતા?! પરંતુ વર્તમાન અફવા ફેલાયા પાછળનું કારણ શું? એની ગુજરાત હાઇકોર્ટ સુઓમોટો નોંધ લેવાની જરૂર છે એવું માનનારા માને છે ત્યારે સત્ય શું?

ફોજદારી કોર્ટ બારમાં પ્રમુખ પદ ઉપર શ્રી ભરતભાઈ શાહ વ્યૂહાત્મક ચુંટણી જંગમાં પુનઃ ચૂંટાઈ આવ્યા છે! ચૂંટણીરૂપી શતરંજની બાજી ચીપીને પ્રમુખ પદ ઉપર તેમની સામે કોઈ મજબૂત ઉમેદવાર ઊભો ન થઈ જાય તે માટે તેમણે વ્યુહરચના ઘડી હતી તેવું કહેવાય છે આને લઈને સેક્રેટરી પદ ઉપર અને ઉપપ્રમુખ પદ ઉપર કેટલાક ઉમેદવારો ટ્રાન્સફર થયા હોવાનું મનાય છે

અને કહેનારા ત્યાં સુધી કહે છે ભરતભાઈની છેલ્લી ચૂંટણી છે પછી તેઓ અમેરિકા જવાના છે કહીને અનેક ઉમેદવારને પોતાને કાબેલીયતથી સમજાવી લેવામાં સફળ થયા છે એવી ચર્ચાએ પણ જોર પકડ્‌યું છે સત્ય જે હોય તે પણ વેસ્ટન ટાઇમ્સ તો લખ્યું જ હતું કે શ્રી ભરતભાઈ શાહને કોઈ હરાવી શકે નહીં! કહેવાય છે ‘જો જીતા વહી સિકંદર’ આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.