Western Times News

Gujarati News

બિહારની ગઠબંધન સરકારમાં આંતરિક લડાઇ ફાટી નીકળી

File Photo

બિહાર મંત્રી પરિષદને ભંગ પણ કરી શકે છે બિહારમાં રાષ્‍ટ્રપતિ શાસનની પણ ભલામણ કરી શકે છે.

પટણા, બિહારમાં સત્તારૂઢ ગઠબંધનમાં ભાગીદાર પક્ષ જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)માં આંતરિક લડાઇ ફાટી નીકળી છે હવે સુત્રોના હવાલાથી અહેવાલ મળે છે કે મુખ્‍યમંત્રી નીતિશકુમાર આર યા પારના મુડમાં છે અને તેઓ મંત્રી પરિષદને ભંગ પણ કરી શકે છે સાથોસાથ બિહારમાં રાષ્‍ટ્રપતિ શાસનની પણ ભલામણ કરી શકે છે. કાલે દિલ્‍હીમાં જેડીયુની મહત્‍વની બેઠક યોજાવા જઇ રહી છે જેને ઘણી મહત્‍વની ગણવામાં આવે છે.

બિહારથી લઈને દિલ્‍હી સુધી રાજકીય ગરમાવો છે. જેડીયુ ફાટી જવાની અફવા છે. સૂત્રોનું માનીએ તો પટનામાં જેડીયુના ૧૧ ધારાસભ્‍યોની એક ગુપ્ત બેઠક યોજાઈ હતી, જેના વિશે નીતિશ કુમારને પણ ખબર પડી હતી.

આ બેઠકમાં પાર્ટીના એક વરિષ્ઠ મંત્રીએ પણ હાજરી આપી હતી. દરમિયાન, મુખ્‍યમંત્રી નીતિશ કુમાર ગુરુવારે એટલે કે ૨૮ ડિસેમ્‍બરે દિલ્‍હી આવવાના છે. અહીં તેઓ પાર્ટીના મોટા નેતાઓને મળી શકે છે. બધાની નજર તેના આગલા પગલા પર છે. આ પછી ઘણા સવાલો ઉઠી રહ્યા છે કે નીતીશ કુમાર કઈ જાહેરાત કરવા જઈ રહ્યા છે અને તેનાથી વિપક્ષી ગઠબંધનમાં મોટો ભડકો થશે કે પછી બિહારના રાજકીય સમીકરણને બદલી શકશે?

નીતીશ કુમારની કાર્યશૈલી પર નજર કરીએ તો જ્‍યારે પણ પાર્ટીના નેતાઓ કોઈ અન્‍ય પાર્ટી તરફ ઝુકાવવાના અહેવાલો આવ્‍યા હતા, ત્‍યારે નીતિશ કુમારે તે નેતાની ટીકા કરી હતી. જ્‍યારે પાર્ટીમાં આરસીપી સિંહની ભાજપ સાથેની મિલીભગતના આરોપો લાગ્‍યા ત્‍યારે નીતીશ કુમારે તેમને તરત જ પાર્ટીમાંથી હાંકી કાઢયા. હવે લાલન સિંહ આરજેડી પ્રત્‍યે વધુ સહાનુભૂતિ ધરાવતા હોવાની પાર્ટીની અંદર અને બહાર ચર્ચાઓ થઈ રહી છે. આવી સ્‍થિતિમાં લાલન સિંહને હટાવવાનો નિર્ણય લેવાય તેવી ચર્ચા છે.

દિલ્‍હીની બેઠકમાં લાલન સિંહનું શું થશે તે આગામી કલાકોમાં સ્‍પષ્ટ થઈ જશે. કારણ કે, તેમને પાર્ટી અધ્‍યક્ષ પદ પરથી હટાવવાની જોરદાર અફવાઓ ચાલી રહી છે. જોકે, સાથે જોડાયેલા કેટલાક નેતાઓનું કહેવું છે કે પાર્ટીના બંધારણમાં અધ્‍યક્ષને હટાવવા અથવા રાજીનામું આપવાની પ્રક્રિયા છે. પાર્ટી અધ્‍યક્ષ નીતિશ કુમારને પત્ર દ્વારા રાજીનામું આપી શકે છે, પરંતુ નિર્ણય સંગઠનની કાર્યકારિણીએ લેવાનો રહેશે.

એ જ રીતે પક્ષની રાષ્‍ટ્રીય કાર્ય સમિતિને પ્રમુખને હટાવવાનો નિર્ણય લેવાનો અધિકાર છે. તેથી કેટલાક લોકો ૧૧ ધારાસભ્‍યોની ગુપ્ત બેઠક બાદ બોલાવવામાં આવેલી બેઠકને લાલન સિંહની રજા સાથે જોડી રહ્યા છે. જોકે, દાવો કરી રહી છે કે બધુ બરાબર છે.

શકય છે કે પાર્ટીને વિભાજનથી બચાવવા માટે નીતિશ કુમાર દિલ્‍હીમાં કોઈ મોટી જાહેરાત કરી શકે છે. શકય છે કે કાર્યકારિણી બેઠકમાં પાર્ટીના નેતાઓનો અભિપ્રાય લીધા બાદ નીતિશ કુમાર મહાગઠબંધનથી અલગ થવાની જાહેરાત કરી શકે છે. જો નીતિશ કુમાર ફરી એકવાર પક્ષ બદલવાનું વિચારી રહ્યા છે તો એનડીએ માટે રસ્‍તો સરળ નહીં હોય. કારણ, સૂત્રોનું કહેવું છે કે જેડીયુ એનડીએમાં પરત નહીં ફરે.  બિહારમાં નાની પાર્ટીઓ સાથે ગઠબંધન કરી શકે છે. ભાજપનું બિહાર એકમ નીતિશ કુમારની વિરુદ્ધ છે અને ભાજપનું ટોચનું નેતળત્‍વ પણ નીતિશથી નારાજ છે.

બિહારના પ્રદેશ મુજબનું રાજકીય સમીકરણ આવું છે : વિવિધ પ્રદેશો અનુસાર બિહારના રાજકીય સમીકરણને સમજવા માટે છેલ્લી કેટલીક ચૂંટણીઓના પરિણામો અને વોટ બેંકની પેટર્નને સમજવી પડશે. જો આપણે ઉત્તર બિહારની વાત કરીએ તો અહીં મહાગઠબંધનની સરખામણીમાં એનડીએનો હાથ ઉપર છે.

અહીં લોકસભાની કુલ ૧૨ બેઠકો છે, એટલે કે જેડીયુ વિના ચૂંટણી લડ્‍યા પછી પણ એનડીએને બહુ નુકસાન નહીં થાય. એ જ રીતે, મિથિલાંચલમાં એનડીએ મહાગઠબંધન પર આગળ છે. અહીં લોકસભાની કુલ ૯ બેઠકો છે.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.