Western Times News

Gujarati News

છેલ્લા પાંચ વર્ષમાં વિદેશોમાં ૪૦૩ ભારતીય છાત્રોનાં મોત

ઓટાવા, લાખો ભારતીય વિદ્યાર્થીઓ દુનિયાના જુદા જુદા દેશોમાં અભ્યાસ કરે છે અને આ પૈકી કેનેડામાં ૨૦૧૮ બાદ સૌથી વધારે ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. જેના પર જસ્ટીન ટ્રૂડોની સરકારે પણ ચિંતા વ્યક્ત કરીને કહ્યુ હતુ છે કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સ્થિતિ સુધારવા માટે સરકાર પગલા ભરી રહી છે.

૨૦૨૪-૨૫ના શૈક્ષણિક વર્ષની શરુઆત થાય તે પહેલા નવા ર્નિણયો લાગુ કરવાનુ લક્ષ્યાંક છે. આ માટે કેનેડાના વિવિધ રાજ્યોની સરકારો અને શૈક્ષણિક સંસ્થાઓએ સાથે મળીને કામ કરવાની જરુર છે.

એક ન્યૂઝ વેબસાઈટના અહેવાલ પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં વિદેશોમાં ૪૦૩ વિદ્યાર્થીઓના મોત થયા છે અને તેમાં સૌથી વધારે ૯૧ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં મોતને ભેટયા છે. આ વિદ્યાર્થીઓના મોત પાછળ કુદરતી કારણો, દુર્ઘટનાઓ સહિતના વિવિધ પરિબળો જવાબદાર છે.

ભારતના વિદેશ મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર કેનેડા બાદ બ્રિટનમાં ૪૮, રશિયામાં ૪૦, અમેરિકામાં ૩૬ અને ઓસ્ટ્રેલિયામાં ૩૫ વિદ્યાર્થીઓના મોત છેલ્લા પાંચ વર્ષમાં થયા છે.

વિદેશ મંત્રાલયના કહેવા પ્રમાણે ૨૦૧૮ થી ૨૦૨૨ વચ્ચે ૫.૬૭ લાખ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરવા માટે ગયા છે અને આ જ સમયગાળામાં અમેરિકા અભ્યા્‌સ માટે ગયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ૬.૨૧ લાખ છે. આમ અમેરિકા બાદ કેનેડા ભારતીય વિદ્યાર્થીઓ માટે બીજી પસંદ બન્યુ છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.