Western Times News

Gujarati News

આફ્ટર પાર્ટી ચાલુ હોઈ કર્મીએ બોસ પાસે રજા માગી

નવી દિલ્હી, જ્યારે પણ કર્મચારીને રજા જાેઇતી હોય છે ત્યારે તે પોતાના બોસને ખોટુ કારણ કે બીમારીનું કારણ આપીને રજા લઇ લેતા હોય છે. આ લગભગ બધા જ કર્મચારીઓ ફેસ કરતાં હોય છે. એવુ નથી કે બધા આજ કારણ આપે.ઘણા લોકો સાચુ કારણ આપીને રજા લે છે, પછી રજા મળે કે ન મળે તે બોસનો વિષય છે. રજાને લઇને એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

હકીકતમાં આ મુદ્દે દિલ્હીની એક કંપનીના સીઈઓ અને તેના કર્મચારી વચ્ચે રસપ્રદ ચર્ચા થઈ, જેને લોકો આ સીઈઓના વખાણ કરી રહ્યા છે. તેણે રજા માંગવા માટે કર્મચારી દ્વારા મોકલવામાં આવેલા કારણનો સ્ક્રીનશોટ લીધો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જે વાંચીને લોકોના ચહેરા પર સ્મિત આવી ગયુ.

કંપનીના સીઈઓઅને કર્મચારી વચ્ચેની આ રસપ્રદ વાતચીતને હેલ્ધી વર્કપ્લેસ કલ્ચર તરીકે જાેવામાં આવી રહી છે. હા આ વાત છે અનસ્ટોપકંપનીના ફાઉન્ડર અને સીઈઓઅંકિત અગ્રવાલની. તેમણે ૧ જાન્યુઆરીએ લિન્કડઈનપર તેના કર્મચારી સાથે કરેલી ચેટનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો છે.

જે પોસ્ટ કરતાં તેમણમે લખ્યુ કે, આજે સવારે મને મારા વોટ્‌સએપ પર કર્મચારીનો આ મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં કર્મચારી રજા લેવા માટેનું કારણ આપવામાં આવ્યું છે કે, “તે આખી રાત પાર્ટી કરતો હતો અને તેની આફ્ટર પાર્ટી હજુ ચાલુ છે.

આ પ્રકારની નિખાલસતા કોઈપણ ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેથી તમે તમારી ટીમ પર વિશ્વાસ કરી શકો અને તેમને પણ લાગે કે, તમે તેમને સપોર્ટ કરશો જ.”

આ મેસેજ બાદ તરત જ અંકિત અગ્રવાલે તરત જ કર્મચારીની રજા મંજૂર કરી દીધી હતી. તેમણે આગળ લખ્યું કે, જ્યારે સાથી કર્મચારીઓ સત્ય અને પ્રામાણિકતા બતાવવાનું શરૂ કરે છે, ત્યારે ટીમનો પાયો અને તેમની વચ્ચે સહકારની ભાવના ખૂબ જ મજબૂત બને છે.

અનસ્ટોપ સીઈઓની આ પોસ્ટ તરત જ વાયરલ થઈ ગઈ. લોકો આ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે, તેમના વખાણ કરતા કોઈએ લખ્યું ,કે આ સાચા અર્થમાં ટીમ બિલ્ડીંગ, ટીમ લીડર અને નેતૃત્વ છે.

એક યુઝરે લખ્યું કે ,પરિવારમાંથી કોઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં કે મૃત્યુ ન થાય ત્યાં સુધી અમને રજા નથી મળતી. આપણામાંના ઘણાએ ફક્ત રજા માટે ઘણા સંબંધીઓ ગુમાવ્યા છે. બીજાએ લખ્યું કે ,વીકએન્ડ, લગ્ન, માનસિક થાક અથવા તો કંઈ ન કરવા માટે રજા આપવી જાેઈએ. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.