Western Times News

Gujarati News

મોદી PMOમાં પાળેલી ગાયોને વ્હાલ કરતા જોવા મળ્યા

નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મકર સંક્રાંતિની અમુક તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં પીએમ મોદી ગાયો સાથે દેખાઈ રહ્યા છે. તસવીરોમાં દેખાતી ગાયોની સુંદરતા પણ અદ્ભૂત છે. પીએમ મોદી મકર સંક્રાંતિનો તહેવાર પોતાના નિવાસ સ્થાને ઉજવતા જોવા મળ્યા હતા. તસવીરોમાં દેખાતી ગાયો બહારની નથી, પણ પીએમઓમાં તેને પાળવામાં આવી છે.

પીએમ મોદી એક એક કરીને તમામ ગાયોને ચારો ખવડાવતા જોવા મળી રહ્યા છે. આ દરમ્યાન દરેક ગાયને તેઓ વ્હાલ કરતા જોવા મળે છે. પીએમ મોદી તરફથી જે ગાયોને ચારો ખવડાવામાં આવે છે તેની સુંદરતા અદ્ભૂત છે. આ ગાયો સામાન્ય ગાયથી અલગ છે. તેની નસલ અને બનાવટ પણ સામાન્ય ગાયથી અલગ છે.

હકીકતમાં જોઈએ તો, હાલમાં જ પીએમ મોદીની આ ગાયો સાથે તસવીરો સામે આવી હતી. આ તસવીરમાં પીએમ મોદી પોતાના નિવાસ સ્થાન પર આ ગાયોને વ્હાલ કરતા જોવા મળ્યા હતા.

પીએમ મોદી મોટા ભાગે તહેવાર પર કંઈકને કંઈક નવું કરતા હોય છે. કાં તો કોઈ કાર્યક્રમમાં સામેલ થતાં હોય છે અથવા તો પોતાના નિવાસ સ્થાને લોકો સાથે મળતા હોય છે. પીએમ મોદીના હાથમાં એક પ્લેટ પણ દેખાઈ રહી છે. પ્લેટમાં રાખેલી વસ્તુઓ ગાયોને ખવડાવે છે. ૫-૬ ગાયોનું એક ટોળું છે, જેમાં કાળા અને સફેદ રંગના વાછરડા જોવા મળે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.