Western Times News

Gujarati News

ઉપરાષ્ટ્રપતિએ અબ્દુલ કલામ રિસર્ચ સેન્ટરના બિલ્ડીંગનું ઉદ્‌ઘાટન કરતા વિવાદ

અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષો પહેલા તૈયાર કરાયેલા અબ્દુલ કલામ રિસર્ચ સેન્ટરના બિલ્ડીંગને ઘણા સમય પહેલાથી વપરાશમાં મુકી દેવાઈ હતી ત્યારે પહેલેથી ઉપયોગમાં લેવાતી આં બિલ્ડીંગનું ઉપરાષ્ટ્રપતિના હસ્તે ઉદઘાટન કરાવાયું હતું જેને લઇને વિવાદ સર્જાયો છે. ગુજરાત યુનિ.પાસે પોતાનું કન્વેન્શન સેન્ટર છે પરંતુ કરોડાના ખર્ચે બનેલુ કન્વેન્શન સેન્ટર હાલ ખંડેર હાલતમાં બંધ પડયુ છે ત્યારે ગુજરાત યુનિ.એ અટલ-કલામ સેન્ટર બિલ્ડીંગના નાના હૉલમાં કોન્વોકેશન યોજવામાં આવ્યું હતું અને જેને પગલે ભારે અવ્યવસ્થા અને અરાજકતા સર્જાઈ હતી. અનેક ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓના વાલીઓ પણ ન આવી શકતા રોષ ફેલાયો હતો.

ગુજરાત યુનિ.ના અગાઉના કુલપતિ દ્વારા અબ્દુલ કલામ રીસર્સ સેન્ટરના બિલ્ડીંગનો વપરાશ અગાઉ શરૂ કરાવી દેવાયો હતો અને કંપનીઓને ઓફિસો ભાડેથી અપાઈ હતી તેમજ વિદ્યાર્થીઓ,મુલાકાતીઓથી માંડી અધિકારીઓ-કર્મચારીઓની અવર-જવર સાથે સંપૂર્ણ વપરાશ બિલ્ડીંગનો થઈ ગયો હતો.

અગાઉ ઈનફોર્મલ ઉદઘાટન પણ બિલ્ડીંગનું કરી દેવાયુ હતુ.પરંતુ અત્યાર સુધી બિલ્ડીંગમાં તકતી લાગી ન હતી ત્યારે નવા આવેલા કુલપતિએ આજે ઉપરાષ્ટ્રપતિ પાસે આ નવા નામાભિધાન અટલ-કલામ સેન્ટર બિલ્ડીંગનું ઉદઘાટન કરાવ્યુ હતું. અગાઉ ઉદઘાટન થયુ છે કે નહીં અને વપરાશ થયો છે કે નહી તે બાબતે યુનિ.તંત્રને પુછવામા પણ આવ્યુ હતુ ત્યારે આજે વિધિવત રીતે તકતી લગાવીને ઉદઘાટન કરવામા આવ્યુ હતુ.

પરંતુ જાે આ બિલ્ડીંગ નવી હોઈ અને વપરાયેલી ન હોય તો બિલ્ડીંગને રીનોવેશનની જરૂર ન પડે.આ બિલ્ડીંગ ઘણા સમય પહેલા બની ચુકી છે ત્યારે હાલ બિલ્ડીંગ ઘણી જગ્યાએ ટાઈલ્સો અને કાચ તુટી ગયેલા છે. ગુજરાત યુનિ.દ્વારા ૧૪ વર્ષ પહેલા કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા રાજ્યના સૌથી મોટા યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર અને હૉલનો પણ યુનિ.આટલા મોટા પ્રસંગ એવા કોન્વોકેશન માટે ઉપયોગ કરી શકતી નથી.

કન્વેન્શન સેન્ટર હાલ ઠેક ઠેકાણે તુટેલી હાલત સાથે બંધ હાલતમાં છે ત્યારે ગુજરાત યુનિ.એ એ પણ ધ્યાન ન રાખ્યુ કે ઉપરાષ્ટ્રપતિ જેવા સન્માનિય અને ઉંચુ પદ ધરાવતા મહાનુભાવ માટે કાર્યક્રમ કયાં અને કઈ રીતે કરવો. જેના પગલે યુનિ.ના જ અનેક અધ્યાપકો પણ આવી શક્યા ન હતા તેમજ અનેક ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓ તેમજ તેઓના પેરેન્ટસ પણ પોતાના સંતાનોની મેડલ મળવાની સિદ્ધીને જાેઈ શક્યા ન હતા.

નાના હૉલમાં ઉપસ્થિત ન રહી શકેલા વિદ્યાર્થીઓ,અધ્યાપકો કે અધિકારીઓ-કર્મચારીઓ અને વાલીઓ માટે સ્ક્રીન પર કાર્યક્રમ જાેવા માટે કોઈ વ્યવસ્થા ન કરાઈ હતી. ઉપરાંત આજના કાર્યક્રમમાં મેડલિસ્ટ સ્ટુડન્ટસ-કર્મચારીઓ માટે જમવાનુ પણ ખુટી પડયુ હતું.

ગુજરાત યુનિ.ના જે બિલ્ડીંગનું ઉદઘાટન ઉપરાષ્ટ્રપતિ પાસે કરાવાયુ તે બિલ્ડીંગના નાના એવા હૉલમાં કોન્વોકશન યોજી તો દેવાયું પરંતુ મુખ્ય મહેમાન એવા ઉપરાષ્ટ્રપતિ ટોપર્સ-ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓમાંથી પ્રથમ વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ ગળામા પહેરાવવા ગયાને વીજળી જતી રહી હતી. થોડી ક્ષણો માટે જ વીજળી ગઈ હતી પરંતુ આટલા મોટા કાર્યક્રમમાં અને મોટા મહાનુભાવ-સીએમની હાજરીમાં આટલી મોટી ચુક કેમ થઈ તે પ્રશ્ન છે.

ગુજરાત યુનિ.ના અગાઉના કુલપતિ દ્વારા કોન્વોકશનમાં બેસ્ટ ઈનોવેશન ધરાવતા સ્ટાર્ટઅપ-સ્ટુડન્ટને પણ ગોલ્ડ મેડલ આપવાનું શરૂ કરાયુ હતુ પરંતુ આજના કોન્વોકેશનમાં એક પણ સ્ટાર્ટઅપ મેડલ અપાયો ન હતો. ગુજરાત યુનિ.માં સ્ટાર્ટઅપ સેન્ટર છે અને સરકારની ગ્રાન્ટ આવે છે તેમજ અનેક વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપ છે તો પછી સ્ટાર્ટઅપને બિરાદવવા કે પ્રોત્સાહિત કરવાને બદલે મેડલ આપવાનું જ બંધ કેમ કરી દેવાયુ ? SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.