Western Times News

Gujarati News

નાની-નાની વાતમાં ગુસ્સે થઈ જનારાઓને ઈન્ફેકશન થવાની સંભાવના વધારે હોય છે

પ્રતિકાત્મક તસવીર

(એજન્સી)મુંબઈ, સ્વભાવને અને શરીરની રોગપ્રતીકારક શકિતને સંબંધ છે. એ વાત પહેલી નજરે માનવામાં અઘરી છે. પણ અભ્યાસુઓનું કહેવું છેકે એનાથી રોગપ્રતિકારક શકિત પર સીધી અસર પડે છે. શું કોઈકની એકાદ અણગમતી વાતે તમારો પિત્તો ઉછળી જાય છે ? કંઈ વાત ન હોય છતાં ગુસ્સો માથે સર થઈ જાય છે? હાઈવે પર કોઈ ખોટી રીતે તમને ઓવરટેક કરીને આગળ જાય ત્યાયરે જબ્બર ક્રોધથી તમારું લોહી ઉકળી ઉઠે છે ?

આ તો કેટલાંક ઉદાહરણ છે; પણ કારણ સાથે કે વગર કારણે વારંવાર ગુસ્સો,ક્રોધ આવી જવાનો સ્વભાવ હોય તો ચેતજો. એનાથી હાર્ટએટેક અને હાર્ટ ડીસીઝનું જોખમ વધે છે. એવું તો ઘણાં વર્ષ પહેલાંથી કહેવાતું આવ્યું છે.

હવે રીસર્ચરોનું કહેવું છેકે વારંવારના ગુસ્સાથી શરીરમાં ઈન્ફેકશન થવાના ચાન્સી પણ વધી જાય છે. ક્રોધી સ્વભાવ ધરાવતા વલોકોને ઈન્ફેકશન થયેલું હોય એ કયોર થવામાં પણ વાર લાગે છે. ગુસ્સો આવવો એ કુદરતી અને જરૂરી સર્વાઈકલ વૃત્તિનો જ ભાગ છે. જે આપણને તરત સમસ્યાનો ઉકેલ લાવવા માટે ઉશ્કરે છે. કેનેડાના રીસર્ચરોએ કરેલા એક અભ્યાસમાં નોધાયું છે. કે જે લોકો વારંવાર અપસેટ થઈ જાય છે.

અતિશય ક્રોધથી તમતમી ઉઠે છે. તેમને એક કલાકની અંદર હાર્ટ-એટેક આવાવનું જોખમ ઘણું વધારે હોય છે. આવું થવાનું કારણ કદાચ આત્યાંકી લાગણીઓ હોય છે. જેનાથી ભારે કસરત કરવાથી થતા બલડપ્રેશર કે હાર્ટ-રેટના વધારા જેવાં જ લક્ષણો પેદાથાય છે. કેનેડાની મેકમેસ્ટટર યુનિવસીટટીના રીસર્ચરોનું કહેવું છે કે જે લોકોને વારંવાર યુરીનરી ટ્રેકટ ઈન્ફેકશ, કાન આંખમાં ઈન્ફેકશન થાય છે કે શરદી રહયા કરે છે. તેઓ સ્વભાવને સુધારે તો ઈમોશનલ રીએકશનને કારણે બદલાતી શરીરની સ્થિતિમાં બદલાવ આવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.