Western Times News

Gujarati News

ગોએરની વેબસાઈટ પરથી રોમાંચક સ્થળોની માહિતી મળશે

File

ગોએરે થ્રિલોફિલિયા સાથે જોડાણ કર્યું – થાઈલેન્ડમાં સ્કુબા ડાઈવિંગ હોય, હિમાચલ પ્રદેશમાં હાઈકિંગ ટ્રેઈલ્સ હોય કે દુબઈમાં રોમાંચક સ્કાયડાઈવિંગ હોય, રિશીકેશમાં બંજી જમ્પિંગ હોય કે સિંગાપોરમાં રિવર સફારી હોય. 

લીઝર કે વેપાર માટે પ્રવાસ કરવા સમયે રોમાંચક અનુભવ કે પ્રવૃત્તિઓ માટે સમય કાઢવો તે આજકાલ ફક્ત ઈચ્છા નથી, પરંતુ શક્યતા છે. નવી પેઢી જ નહીં પરંતુ સર્વ વયજૂથના લોકો અજોડ પ્રવાસ અનુભવ કરવા માટે ઉત્સુક હોય છે. થ્રિલોફિલિયા.કોમ દ્વારા નવા યુગના પ્રવાસીઓને તેમની ફ્લાઈટ્સનું નિયોજન અને બુક કરવા અને ગોએરની વેબસાઈટ પર થ્રિલોફિલિયા સાથે ઈચ્છિક પ્રયોગાત્મક સાહસિક પ્રવૃત્તિઓ માણવાની તક આપવા માટે ભારતની સૌથી વિશ્વસનીય, સમયસર અને ઝડપથી વૃદ્ધિ પામતી એરલાઈન ગોએર સાથે જોડાણ કર્યું છે.

થાઈલેન્ડમાં સ્કુબા ડાઈવિંગ હોય, હિમાચલ પ્રદેશમાં હાઈકિંગ ટ્રેઈલ્સ હોય કે દુબઈમાં રોમાંચક સ્કાયડાઈવિંગ હોય, રિશીકેશમાં બંજી જમ્પિંગ હોય કે સિંગાપોરમાં રિવર સફારી હોય, આ અને આવા ઘણા બધા અનુભવો હવે ગ્રાહકોને ગોએરની વેબસાઈટ થકી ફક્ત એક બટનની ક્લિક પર મળી રહેશે. સેરમાં ટ્રેકિંગ, સ્થાનિક સંસ્કૃતિ અને રીતરસમોનો અનુભવ, ફૂડ વોક્સ, કૂકરી ક્લાસીસ અને ઘણું બધું અનુભવવાનો સમાવેશ થાય છે, જેમાં 50થી 125 ટકા જેટલી ભારે વાર્ષિક વૃદ્ધિ થઈ છે. અનુભવ આધારિત પ્રવાસનો આ પ્રવાહ વધતો જ જાય છે અને થ્રિલોફિલિયા પ્રવાસ અનુભવ બહેતર બનાવવા અને કાયમી યાદગીરી નિર્માણ કરવા પર હંમેશાં ભાર આપે છે.

આ ભાગીદારી વિશે બોલતાં થ્રિલોફિલિયાના સીઈઓ ચ્તિરા ગુરનાની દાગાએ જણાવ્યું હતું કે ગોએર સાથે આ વ્યૂહાત્મક ભાગીદારી કરવાની ઘોષણા કરવાની અમને ખુશી થાય છે. આ ભાગીદારી ગોએરના ગ્રાહકોને થ્રિલોફિલિયાના 15000+  અનુભવોને આસાન પહોંચ આપશે. ગોએર.ઈન તેની સ્થાપિત એરલાઈન બજાર આગેવાની સાથે પ્રવાસીઓ માટે પ્રવાસ અનુભવ નિ:શંક રીતે વધુ બહેતર બનાવવામાં અમને મદદરૂપ થવા માટે પરફેક્ટ ભાગીદાર છે.

ગોએરના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જેહ વાડિયાએ જણાવ્યું હતું કે અમારા ઈચ્છનીય ગ્રાહકોમાં મૂલ્યનો ઉમેરો કરવા અમે હંમેશાં પ્રયત્નશીલ રહીએ છીએ અને થ્રિલોફિલિયા સાથે ભાગીદારી તે જ દિ‌શામાં અમારું પગલું છે.

પ્રવાસ એ ફક્ત જે તે સ્થળ પર પહોંચવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે તમને શું જોઈએ છે અને તમે શું કરી શકો છો તે છે. આખરે વેકેશન પર જનારા પોતાને માટે તે અનુભવો નિર્માણ કરીને આજીવન યાદગાર બનાવવા માગતા હોય છે. પ્રવાસ અને પર્યટન ઈકો- સિસ્ટમના ઘટક તરીકે ગોએર આ ખાસ તૈયાર કરાયેલા રોમાંચક અનુભવો રજૂ કરવા માટે ભારે આનંદિત છે.

ગોએર હાલમાં 27 ડોમેસ્ટિક સ્થળે 325+ રોજની ફ્લાઈટ ચલાવે છે, જેમાં અમદાવાદ, ઐઝવાલ, બાગડોગરા, બેન્ગલુરુ, ભુવનેશ્વર, ચંડીગઢ, ચેન્નાઈ, દિલ્હી, ગોવા, ગૌહાટી, હૈદરાબાદ, ઈન્દોર, જયપુર, જમ્મુ, કોચી, કોલકતા, કન્નુર, લેહ, લખનૌ, મુંબઈ, નાગપુર, પટના, પોર્ટ બ્લેર, પુણે, રાંચી, શ્રીનગર અને વારાણસીનો સમાવેશ થાય છે. ગોએર 9 ઈન્ટરનેશનલ સ્થળે ઉડાણ કરે છે, જેમાં ફુકેત, માલે, મસ્કટ, અબુ ધાબી, દુબઈ, બેન્ગકોક, કુવૈત, સિંગાપોર અને દમામનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.