Western Times News

Gujarati News

બાબા રામદેવના સંન્યાસ દિવસે ‘છત્રપતિ શિવાજી મહારાજ કથા’ યોજાઈ

છત્રપતિ શિવાજીએ હિન્દુ સામ્રાજ્યની સ્થાપનાના હેતુસર પ્રતિજ્ઞા લીધી હતી

સનાતન ધર્મને રાજ્યાશ્રય, કોર્પોરેટ હાઉસ કે રાજકીય પક્ષની જરૂર નથીઃ બાબા રામદેવ

હરિદ્વાર, શક્તિ તથા મર્યાદા સાધનાના મહાપર્વ ચૈત્ર નવરાત્રિ અને રામનવમીના અનુસંધાનમાં વેદધર્મ તથા ઋષિધર્મના સંવાહક યોગઋષિ સ્વામી રામદેવજી મહારાજના ૩૦મા સંન્યાસ દિવસના પ્રસંગે પરમ પૂજ્ય સ્વામી શ્રી ગોવિંદદેવજી મહારાજના શ્રીમુખથી હિન્દ સ્વરાજના પ્રણેતા છત્રપતિ શિવાજી મહારાજની યશોગાથા ‘છત્રપતિ શિવાજી મહારાજ કથા’નો શુભારંભ આજે હરિદ્વારમાં યોગભવન, પતંજલિ યોગપીઠનાં સભાગૃહમાં થયો છે.

કથાના પ્રથમ દિવસે પૂજ્ય સ્વામી રામદેવજી મહારાજ અને આચાર્ય બાલકૃષ્ણજી મહારાજે વ્યાસપીઠને પ્રણામ કરીને પૂજ્ય ગોવિંદદેવ ગિરીજી મહારાજ પાસે કથાનો શુભારંભ કરાવ્યો હતો. સ્વામી ગોવિંદ દેવ ગિરીજી મહારાજે કહ્યું કે, શિવાજી મહારાજનો રાજ્યાભિષેક કોઇ રાજાનો રાજ્યાભિષેક ન હતો, પરંતુ તે ભારતીય ઇતિહાસની શ્રેષ્ઠત્તમ સુવર્ણ ક્ષણ હતી.

આ ઉપરાંત, ભારતીય ઇતિહાસની દ્વિતીય સુવર્ણ ક્ષણ ૨૨ જાન્યુઆરી ૨૦૨૪નાં રોજ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની ક્ષણ હતી. ૧૫ વર્ષના આયુષ્યમાં જ છત્રપતિ શિવાજીએ હિન્દુ સામ્રાજ્યની સ્થાપનાના હેતુસર પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે સ્વામી રામદેવે કહ્યું કે, સનાતન ધર્મને કોઇ રાજ્યાશ્રય, કોર્પોરેટ હાઉસ કે રાજકીય પક્ષની જરર નથી, સનાતન ધર્મ તો શાશ્વત છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.