Western Times News

Gujarati News

નવરાત્રિના પ્રથમ દિવસે વૈષ્ણોદેવી મંદિરમાં હજારો ભક્તો ઉમટ્યા

ખાસ હવન ઉપરાંત અનેક ધાર્મિક વિધિઓ યોજાઇ

ધાર્મિક વિધિઓમાં શ્રદ્ધાળુઓની સાથે સાથે બોર્ડના સભ્યો અને અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા

જમ્મુ, જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલા માતા વૈષ્ણો દેવી મંદિરમાં મંગળવારથી નવ દિવસની ‘ચૈત્ર નવરાત્રી’ શરૂ થતાં જ દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ દિવસે પવિત્ર ગુફામાં શુભ અવસર પર અન્ય ધાર્મિક વિધિઓ ઉપરાંત શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડ દ્વારા આયોજિત એક વિશેષ હવન ‘શત ચંડી મહાયજ્ઞ’, યોજવામાં આવ્યો હતો.

બોર્ડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ત્રિકુટા પહાડીઓ પર સ્થિત મંદિરમાં પવિત્ર ધાર્મિક વિધિઓ સમગ્ર નવરાત્રિ દરમિયાન યોજવામાં આવે છે અને તે બધા માટે સંવાદિતા, વિપુલતા અને સારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવે છે. ધાર્મિક વિધિઓમાં શ્રદ્ધાળુઓની સાથે સાથે બોર્ડના સભ્યો અને અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

નવરાત્રી માટે મંદિરને ખાસ રંગબેરંગી લાઇટિંગ, ફૂલોની ગોઠવણ, પરંપરાગત મોટિફ્સ અને અલંકારો સાથે શણગારવામાં આવ્યું છે તેમ જણાવતાં પ્રવક્તાએ ઉમેર્યું હતું કે બોર્ડના ચેરમેન અને પ્રદેશના લેફ્ટેનન્ટ ગવર્નર મનોજ સિંહાના નિર્દેશો મુજબ તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ચોવીસ કલાક પાણી અને મંદિર તરફ જતા ટ્રેક પર વીજ પુરવઠો, સ્વચ્છતા અને તબીબી સુવિધાઓ અને બોર્ડના ‘ભોજનાલયો’ ખાતે વિશેષ ‘ફાસ્ટિંગ ફૂડ’ની ઉપલબ્ધતા જેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.ss1

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.