Western Times News

Gujarati News

અટલ પેંશનમાં માસિક પેંશન ૧૦ હજાર થાય તેવી શક્યતા

નવીદિલ્હી, નાણાં મંત્રાલય અટલ પેંશન યોજના હેઠળ આપવામાં આવતી મહત્તમ માસિક પેંશનને વધારીને દસ હજાર રૂપિયા કરવા વિચારણા કરી રહી છે. મંત્રાલય દ્વારા આ સ્કીમમાં નોંધણી માટેની વયને વધારીને ૫૦ વર્ષ કરવા પર પણ વિચારણા કરી રહી છે. હાલમાં આ સ્કીમમાં એનઓર્ગેનાઈજ્ડ સેક્ટરના વર્કરોને ફાયદો મળે છે. આમા ૧૮ વર્ષથી લઈને ૪૦ વર્ષ સુધીના લોકોની નોંધણી કરવામાં આવે છે. આ સ્કીમ ૬૦ વર્ષની વયથી લોકોને એક હજાર રૂપિયાથી લઈને પાંચ હજાર રૂપિયા સુધીની લઘુત્તમ ગેંરટી માસિક પેંશન આપે છે. પેંશન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટીના મેમ્બર એસ બંદ્યોપાધ્યાયએ કહ્યું છે કે, અમે નાણામંત્રાલયને સલાહ આપી ચુક્યા છે કે, મહત્તમ વય મર્યાદામાં વધારો કરવામાં આવશે. મહત્તમ ગેંરટી માસિક પેંશનને ડબલ કરવાની ભલામણ કરવામાં આવી છે. ખેડુતો અને દુકાનદારો માટે અલગ અલગ રીતે ચલાવવામાં આવી રહેલી સ્કીમોને અટલ પેંશન યોજનામાં મિક્સ કરવાની ભલામણ પણ કરવામાં આવી છે. કોઈપણ પ્રકારની દુવિધા ન રહે તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પેંશન રેગ્યુલેટરે પહેલાથી જ એવા સંકેત આપ્યા છે કે પહેલા એક કરોડ ગ્રાહકોની નોંધણીમાં ત્રણ વર્ષ લાગ્યા હતા ત્યાર બાદ ૧૮ મહિના બાદ ગ્રાહકોની સંખ્યા બે ગણી થઈ ગઈ છે. નાણાંમંત્રાલય તમામ પેંશન પ્રોડક્ટ માટે સિંગલ રેગ્યુલેટરી ઓથોરેટરીની જવાબદારી પીએફઆરડીએને આપવાના પ્રસ્તાવ ઉપર વિચારણા કરી રહી છે. આ સંદર્ભમાં બજેટમાં જાહેરાત કરવામાં આવી શકે છે. સરકાર નેશનલ પેંશન સ્કીમ હેઠળ ઉપલબ્ધ ટેક્સ બેનિફિટને ડબલ કરીને એક લાખ રૂપિયા કરવા પર વિચારણા કરી રહી છે. જુદા જુદા પાસા પર હાલ વિચારણા ચાલી રહી છે. બજેટમાં આ સંદર્ભમાં જાહેરાત કરવામાં આવી શકે છે. બજેટ પહેલી ફેબ્રુઆરીના દિવસે રજુ કરવામાં આવનાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.