Western Times News

Gujarati News

ભારતનો સહુ પ્રથમ RDF પ્રોસેસીંગ પ્લાન્ટ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને શરૂ કર્યો

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઘરે ઘરેથી એકત્રિત કરવામાં આવતા ભીના અને સુકા કચરાને પીરાણા ડમ્પ સાઈટ ખાતે ખાલી કરવામાં આવે છે.

આ સ્થળે ૧૯૮૦થી કચરો ઠાલવવામાં આવતો હોવાથી અંદાજે ૧રપ લાખ મેટ્રીક ટન જેટલા કચરાનો ડુંગર બની ગયો હતો જેના નિકાલ માટે તંત્ર દ્વારા બાયોમાઈનીંગ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે જે અંતર્ગત અત્યાર સુધી લગભગ ૪૦ એકર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી છે. આ ઉપરાંત બાયોમાઈનીંગમાંથી નીકળતા આરડીએફને પ્રોસેસ કરવાનો પ્લાન્ટ પણ શરૂ કરવામાં આવ્યો છે જે ભારતમાં સૌ પ્રથમ છે. India’s very first RDF Processing Plant Ahmedabad Mun. Corporation started

મ્યુનિ. સોલીડ વેસ્ટ વિભાગના ડાયરેકટર વિજય મિસ્ત્રીના જણાવ્યા મુજબ પીરાણા ડમ્પ સાઈટ ખાતે ૮૪ એકર જમીનમાં કચરાના બે ડુંગર થઈ ગયા હતા જેમાં (૧) નારોલ-સરખજ હાઈવે, અજમેરી ફાર્મ પાસે અને (ર) એકસેલ પ્રોસેસ પ્લાન્ટની પાછળ છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ર૦૧૯ના વર્ષમાં ડમ્પ પર એકત્રિત થયેલા કચરાના નિકાલ માટે બાયોમાઈનીંગ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો હતો.

હાલમાં પીરાણા ડમ્પ સાઈટ ખાતે ૩૦૦ મેટ્રીક ટન કેપેસીટીના ૬૦ ટ્રોમીલ મશીનો અને ૧૦૦૦ મેટ્રીક ટનના ૧૦ મશીનો કચરાનું બાયોમાઈનીંગ કરી રહયા છે જેના કારણે આ સ્થળે ૪૦ એકર જગ્યા ખુલી કરવામાં આવી છે તેમજ ૧પ૦૦થી વધુ અલગ અલગ પ્રકારના વૃક્ષો લગાવવામાં આવ્યા છે.

અ.મ્યુ.કો. દ્વારા ગોપાલ (ગ્રીન જેને એન્વાયરો પ્રોજેકટ પ્રા.લી.)ને પિરાણા બાયોમાઈનીંગમાંથી નીકળતા આર.ડી.એફ.ના પ્રોસેસીંગ માટે કામગીરી સોંપવામાં આવેલ છે. જેમાં એજન્સીને ૬ એકર જગ્યા સોંપેલ છે. એજન્સી દ્વારા અ.મ્યુ.કો.ને રૂ.પ૧,૧૧,૦૦૦/- વાર્ષિક રોયલ્ટી ચુકવવામાં આવશે. એજન્સી દ્વારા દૈનિક ધોરણે ૩૦૦૦ મે. ટન બાયોમાઈનીંગમાંથી નિકળતા આર.ડી.એફ.નું પ્રોસેસીંગ કરી સીમેન્ટ ઈન્ડસ્ટ્રીને કોફાયરીંગ તરીકે વાપરવા માટે સપ્લાય કરવામાં આવે છે.

અમદાવાદ શહેર દ્વારા આ પ્રકારનો ભારતનો સૌ પ્રથમ પ્લાન્ટ બનાવવામાં આવેલ છે. સદર માટી ડમ્પ પર રહેલ ઓર્ગેનીક વેસ્ટમાંથી બનેલ હોઈ ભૂર્ગભ જળને કોઈ નુકશાન થતું નથી તથા નવી માટીનું ખોદાણ બચાવી નેચરલ રીર્સોસનું ભારણ ઓછુ કરી શકાય.

પિરાણા ડમ્પ સાઈટ પર રહેલ લિગાસી વેસ્ટ દુર થવાથી ભુર્ગભ જળનાં પ્રદુષણને અટકાવી શકાયું તથા ડમ્પ સંપુર્ણ દુર થયેથી અ.મ્યુ.કો.ની ૮૪ એકર જમીન વેલ્યુએબલ જમીન રીકવર થશે. જેથી આસપાસના લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને લોકોને સારી હવા મળશે.

આ ઉપરાંત સદ્‌ભાવ એન્જીનીયરીંગ દ્વારા ધોલેરા એકસપ્રેસ માર્ગ બનાવવા માટે પુરાણમાં વપરાશ કરવામાં આવે છે. અત્યાર સુધી ૬૦,૦૦,૦૦૦ મે. ટન કરતાં પણ વધુ ઈનર્ટ મટીરીયલનો ઉપયોગ કરવામાં આવેલ છે જેનાંથી અ.મ્યુ.કો.ને રૂ.૯૦ લાખની આવક પણ થયેલ છે. લિગાસી વેસ્ટમાંથી વિભાજીત માટી અને ઈનર્ટનો શહેરનાં વિવિધ વિકાસ કાર્યોમાં ઉપયોગ થઈ રહેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.