Western Times News

Gujarati News

ભરૂચ જીલ્લામાં પાંચ કલાકમાં ૬ ઈંચ વરસાદ વરસતા જળબંબાકાર

ભરૂચમાં પ્રથમ વરસાદે જ પાલિકાની પ્રિ મોન્સૂન કમગીરીની પોલ ખોલી નાંખીઃ ભરૂચના દાંડિયા બજાર,ચાર રસ્તા,પાંચબત્તી, સેવાશ્રમ સ્થિત લોકોની દુકાનો માં પાણી ભરાયા

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લા માં વહેલી સવાર થી જ વાતાવરણ માં અચાનક પલટો આવી જતા મુશળધાર વરસાદ ના પગલે પ્રથમ વરસાદ માં જ ભરૂચ નગર પાલિકા ની પ્રિ મોન્સૂન કામગીરી ની પોલ છતી થઈ જવા પામી હતી.શહેર ના મુખ્ય માર્ગો સહિત નીચાણવાળા વિસ્તારો માં પાણી ભરાઈ જતા રાહદારીઓ સહિત વાહન ચાલકો ને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્‌યો હતો તો કસક ખાતે થયેલ ખોદકામ માં બસ ફસાઈ જતા ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાવા પામ્યા હતા.

ભરૂચ માં વહેલી સવાર થી જ વાતાવરણ માં અચાનક પલટો આવી જતા મુશળધાર વરસાદ વરસી પડ્‌યો હતો જેને લઈ ભરૂચ શહેર ના મુખ્ય માર્ગો ઉપર જ ઘુંટણ સમા પાણી ભરાઈ ગયા હતા જે પ્રથમ વરસાદ માં જ ભરૂચ ના મુખ્ય માર્ગો એવા કસક,દાંડિયા બજાર, ધોળીકુઈ, પાંચબત્તી, ફાટાતળાવ, સેવાશ્રમ, ફુરજા સહિતના અનેક મુખ્ય માર્ગો સહિત નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર ની સ્થિતિ નું નિર્માણ થતા અનેક વાહન ચાલકો ના વાહનો પણ ખોટકાઈ જતા વાહનો ને ધક્કા માર્ટા લોકો પણ નજરે પડતા હતા તો કેટલાક રાહદારીઓએ પણ પાણી ભરાઈ જતા મુશ્કેલી નો સામનો કર્યો હતો.

ભરૂચ શહેર ના મુખ્ય માર્ગો ઉપર જ પ્રથમ વરસાદ માં જ જળબંબાકાર ની સ્થિતિ નું નિર્માણ ના પગલે ભરૂચ નગર પાલિકા ની પ્રિ મોન્સૂન કામગીરી ની પોલ છતી થઈ જવા પામી હતી અને લોકો માં પાલિકા સામે ભારે રોષ પણ જોવા મળતો હતો.
તો શહેર માં અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન ની કામગીરી બાદ માટી પાથરી દઈ બરાબર પુરાણ ન કરવા ના કારણે માટી બેસી જતા મુખ્ય માર્ગો પર થી પસાર થતા વાહનો ફસાવા ના બનાવો પણ બનવા પામ્યા હતા.જેમાં કસક સર્કલ સ્થિત લકઝરી બસ નું આગળ નું ટાયર રોડ ઉપર ના ખોદકામ સ્થળે બેસી જતા સમગ્ર કસક વિસ્તાર માં ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો.તો ભરૂચ નગર પાલિકા વહેલી તકે શહેર ના તમામ મુખ્ય માર્ગો ઉપર કરેલા ખોદકામ સ્થળો એ પેચિંગ વર્ક કરાવે તેવી લોક માંગ પણ ઉઠી રહી છે.

ભરૂચના અનેક વિસ્તારોમાં ખાડા પડયા
અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન ની કામગીરી સમગ્ર ભરૂચ શહેર માં કરવામાં આવી હતી.સવારે ભરૂચ માં મુશળધાર વરસાદ ખાબકતા ની સાથે જ ભરૂચ શહેર ના તમામ વિસ્તારો માં માટી બેસી જવાના કારણે ઊંડા ખાડા પડી જતા લોકો માં ફફડાટ ઉભો થયો હતો.તો મુખ્ય માર્ગો પર થી પસાર થતા વાહનો પણ ફસાઈ જતા ટ્રાફિક જામ ના દ્રશ્યો જોવા મળતા હતા.

સ્ટ્રીટ લાઈટના જીવંત વીજ વાયરો જોખમી બનતા નિર્દોષનો ભોગ લેવાય તે પહેલા તંત્ર જાગશે?
ભરૂચ શહેર ના મુખ્ય માર્ગો ઉપર રહેલી સ્ટ્રીટ લાઈટ ના વાયરો અત્યંત જોખમી હોવા છતાં તંત્ર જાણે કોઈ નિર્દોષ નો ભોગ લેવાઈ તેની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.વરસાદી માહોલ માં જીવંત વીજ વાયર નો કરંટ સ્ટ્રીટ લાઈટ ના થાંભલા પર ઉતરે અને જો કોઈ તેને પકડી લે અને કરંટ લાગે તો કોઈ નિર્દોષ જીવ ગુમાવી શકે તેમ છે.ત્યારે ભરૂચ નગર પાલિકા અને જીઈબી ના અધિકારીઓ એ જોખમી વીજ વાયરો ની મરામત કરાવે તેવી લોક માંગ પણ ઉઠી રહી છે.

ભરૂચમાં ૩૫ મી.મી વરસાદમાં જ જળબંબાકારથી પ્રિ મોન્સૂન કામગીરીની પોલ છતી
ભરૂચ માં વહેલી સવાર થી જ મુશળધાર વરસાદ વરસી પડતા માત્ર સવાર ના ૬ થી ૧૦ કલાક ના સમય દરમ્યાન ભરૂચ શહેર માં ૩૫ મી.મી વરસાદ ના કારણે ભરૂચ શહેર ના તમામ મુખ્ય માર્ગો ઉપર જળબંબાકાર ની પરિસ્થિતિ નું નિર્માણ થતા ભરૂચ નગર પાલિકા ની પ્રિ મોન્સૂન કામગીરી ની પોળ છતી થઈ જવા સાથે પ્રિ મોન્સૂન કામગીરી ના નામે લાખો રૂપિયા નું આંધણ થઈ રહ્યું હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે.

ભરૂચ શહેરના ઢાળ નજીકના કોમ્પ્લેક્ષની ગેલેરી ધસી પડી
ભરૂચ માં વહેલી સવાર થી જ મુશળધાર વરસાદ ને પગલે શહેર ના ઢાળ નજીક આવેલ કોમ્પ્લેક્ષ ની ગેલેરી અચાનક ધસી પડતા નીચે રહેતા લોકો માં નાસભાગ સાથે ફફડાટ જોવા મળતો હતો. વરસાદે સવાર થી જ ધમાકેદાર એન્ટ્રી કરતા ઢાળ નજીક ના એક કોમ્પ્લેક્ષ ની ઈમારત ના ચોથા માળ ની ગેલેરી અચાનક ધસી પડતા સમગ્ર કાટમાળ નીચે રહેલા પતરા ના શેડ ઉપર પડતા પતરા ની નીચે વરસાદ થી બચવા માટે પાંચ થી વધુ લોકક ઉભા હતા પરંતુ સમગ્ર કાટમાળ પતરા ઉપર પડતા પતરા નો શેડ પણ ધસી પડ્‌યો હતો પરંતુ પતરા ના શેડ ની નીચે રહેલા કોઈ નર પણ ઈજા થવા પામી ન હતી. અચાનક ગેલેરી ધસી પડતા કોમ્પ્લેક્ષ ના રહીશો ના જીવ તાળવે ચોંટી ગયા હતા તો સ્થાનિકો એ કાટમાળ દૂર કરી રસ્તો ખુલ્લો મુકવાની કવાયત શરૂ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.