Western Times News

Gujarati News

હાઈ વોલ્ટેજને કારણે તણખા ઝરતાં ઘરમાં રાખેલો કપાસ સળગ્યો : વીજ કચેરી સામે લોકોમાં ભભૂકતો રોષ

ભરૂચ: આમોદ તાલુકા પંચાયત નવી વસાહતમાં સવારના સમયે વીજ ફોલ્ટ વધી જતાં વિસ્તારના રહીશોને અનેક વીજ ઉપકરણો ફૂંકાઈ ગયા હતા. તેમજ ઘરમાં રાખેલો કપાસ પણ તણખા ઝરતાં સળગી ગયો હતો.જોકે કોઈ જાનહાની થઈ નથી.જેથી વીજ કચેરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આમોદ નગરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી વીજ પુરવઠો આપવામાં આવે છે. આજે મળસ્કે નજીકમાં આવેલા વીજ ટ્રાન્સફોર્મર ઉપર કોઈ કારણોસર બે છેડા અડી જતા વીજ ધડાકો થયો હતો. અને નજીકના વિસ્તારમાં આવેલા તાલુકા પંચાયત નવી વસાહત વીજ ઉપકરણો પણ ફૂંકાઈ ગયા હતા.અને વિસ્તારમાં રહીશોને હજારોનું  નુકશાન થયું હતું.

આ ઉપરાંત સુંદરભાઈ વસાવના મકાનમાં પણ હાઇ વોલ્ટેજને કારણે ઘરમાં રહેલું ટી વી નું સેટઅપ બોક્સમાં ધડાકો થતા તણખા ઉડ્યા હતા અને ઘરમાં રાખેલા કપાસ ઉપર પડતા એકાએક આગ લાગી હતી અને એક કવીંટલ જેવો કપાસ બળી ગયો હતો.

જોકે ઘરના બધા સભ્યોએ સુજબૂજ વાપરી પાણી નાખી વધુ સળગતોકપાસ બચાવી લીધો હતો અને મોટી જાનહાની થતા અટકી હતી. આ ઉપરાંત કમલેશભાઈ સોલંકીના ઘરમાં પણ હાઇ વોલ્ટેજને કારણે પંખા ઉપરથી વીજ તણખા પડયા હતા તેમજ જેથી ઘરમાં સુતેલા બાળકો પણ એકદમ હેબતાઈ ગયા હતા અને ચીસાચીસ કરી મૂકી હતી. અને તેમના ઘરના પંખા પણ ફૂંકાઈ ગયા હતા તેમજ ઘરનું વાયરીંગ પણ ફૂંકાઈ ગયું હતું.જોકે કોઈ જાનહાની થઈ નહોતીવિસ્તારના રહીશોને જણાવ્યા મુજબ છેલ્લા બે  મહિનામાં ત્રણથી ચાર વખત હાઇ વોલ્ટેજ ના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને આમોદની વીજ કંપની સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.

આમોદ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ગંભીર બેદરકારીને કારણે તાલુકા પંચાયત નવી વસાહતના વિસ્તારના રહીશોના બે મહિનામાં અનેક વીજ ઉપકરણો ફૂંકાઈ ગયા હતા.અને લોકોને આર્થિક નુકશાન થયું હતું. પરંતુ જો સવારના સમયે કોઈ બાળક ઘરમાં પંખા નીચે સૂતું હોઈ અને આવી કોઈ ઘટના બને અને કોઈ જાનહાની થાત તો વીજ કંપની જવાબદારી સ્વીકારશે કે કેમ? તે જોવું રહ્યું

આ બાબતે વીજ કંપનીના એક હેલ્પર સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે તાલુકા પંચાયત નવી વસાહત પાસે આવેલા વીજ ટ્રાન્સફોર્મર ટેકનીકલ ખામીને અથવા પક્ષીઓ બેસવાને કારણે ક્યારેક બે વાયર ભેગા થઈ જતા હોય કે પછી કોઈ વસ્તુ અડી જતી હોય વીજ ફોલ્ટ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.