Western Times News

Gujarati News

નહેરુંકંપા નજીક હીટ એન્ડ રનની ઘટના : કારે બે બાઈકને અડફેટે લેતા એકનું મોત

અરવલ્લી જીલ્લામાં ટ્રાફિકના નિયમનો ઉલાળિયો કરી વાહનચાલકો બેફામ વાહન હંકારતા નિર્દોષ રાહદારીઓ અને વાહનચાલકોને અડફેટે લેતા જીવ ગુમાવવો પડી રહ્યો છે મોડાસાના નહેરુંકંપા પાસે હીટ એન્ડ રનની ઘટનામાં કારચાલકે બે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે પ્રાણપંખેરું ઉડી ગયું હતું અન્ય એક ગમખ્વાર અકસ્માત કોલીખડ પાસે સર્જાયો હતો જેમાં કાર અને પીકઅપ ડાલુ સામસામે ભટકતા કાર સવારનું ઘટનાસ્થળે મોત નિપજતા હાહાકાર મચ્યો હતો બે જુદા-જુદા અકસ્માતમાં બે લોકોના મોત નિપજતા મોડાસા રૂરલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

પ્રાપ્ત માહિતી મુજબ , મોડાસા-હિંમતનગર રોડ પર આવેલા નહેરુપુરા કંપા નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં આઈ-૨૦ કારના ચાલકે બે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર એક શખ્શનું મોત નિપજતા ભારે ચકચાર મચી હતી ગઢા ગામના મંગાભાઇ કોદરભાઈ રાવળ તેમની બાઈક લઈ મોડાસાથી તેમના ઘર તરફ પરત ફરી રહ્યા હતા    મોડાસા તરફથી આઈ-૨૦ કારના ચાલકે તેમની બાઈકને પાછળ થી ટક્કર મારી અન્ય બાઈકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાતા મંગાભાઇ રાવળના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અન્ય બે લોકોના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માતના પગલે મૃતકના સગા-સંબંધીઓ દોડી આવી આક્રંદ કરી મૂક્યું હતું અકસ્માતના પગલે મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

શનિવારે સાંજના સુમારે મોડાસા નજીક અમદાવાદ-મોડાસા રોડ પર કોલીખાડ ગામ નજીક કોલીખડ પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો પીકઅપ જીપ ડાલું અને કાર વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું ખંભાતના કારમાં પસાર થતા પરિવારના સદસ્યને અકસ્માતમાં  મોત નીપજ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી જયારે કારમાં સવાર અન્ય ત્રણ વેક્તિ ઇજાગ્રસ્ત થતા સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા મોડાસા પોલીસે ડાલાના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.