Western Times News

Gujarati News

મ્યુનિ.કમિશ્નરની દાદાગીરી… સ્ટેન્ડીંગ ચેરમેનની લાચારી

File

સિક્યોરીટી કોન્ટ્રાક્ટ કમિશ્નરે સુધારા કરાવ્યાઃ સ્ટેન્ડીંગ ચેરમેનને ત્રણ શરતો રદ કરવાની ફરજ પડી

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોેરશનમાં સિક્યોરીટી કોન્ટ્રાક્ટ હંમેશા વિવાદાસ્પદ જ રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં ર૦૧૧ની સાલમાં પ્રથમ વખત સિક્યોરીટી કોન્ટ્રાક્ટ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ઓછા ભાવ ભરનાર સંસ્થાઓને માત્ર એક વર્ષ માટે જ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જે ર૦૧ર-૧૩ ના બદલે હજુ સુધી ચાલી રહ્યો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશને ર૦૧ર-૧૩ ના વર્ષ બાદ ત્રણ વખત સિક્યોરીટી માટે ટેન્ડર જાહેર કર્યા છે. જેમાં પ્રથમ વખત ટેન્ડર ખોલવામાં આવ્યા બાદ નીચા ભાવ ભરનાર સંસ્થાઓને વર્ક ઓર્ડર આપવામાં આવ્યા ન હતા.  બીજી વખત તો ટેન્ડર જાહેર કર્યા બાદ તેને ખોલવાની તસ્દી પણ લેવામાં આવી નહોતી. જ્યારે ત્રીજી અને છેલ્લી વખત ર૦૧૯માં ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં સૌથી ઓછા ભાવ ભરનાર પાંચ સંસ્થાઓને વર્કઓર્ડર આપવા માટે કમિશ્નરે સ્ટેન્ડીંગ કમિટિ સમક્ષ દરખાસ્ત રજુ કરી હતી. સ્ટેન્ડીંગ કમિટીએ અગમ્ય કારણોસર બે વખત કોઈ જ નિર્ણય કર્યા નહોતા.


ત્યારબાદ સપ્ટેમ્બર મહિનામાં ત્રણ શરતો સાથે મંજુરી આપી હતી. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ‘ધાર્યુ ધણીનું જ થાય છે’ એ કહેવત શિલાલખે સમાન બની ગઈ છે. સ્ટેન્ડીંગ ચેરમેને જે શરતો નક્કી કરી હતી તેનો અમલ કરવાની કમિશ્નરે સ્પષ્ટ ‘ના’ કહી હતી. કમિશ્નરની દાદાગીરી સામે સ્ટેન્ડીંગ ચેરમેને લાચારી વ્યક્ત કરી હતી. તથા કમિશ્નરની શરતો ગ્રાહ્ય રાખીને મ્યુનિસિપલ બોર્ડમાં નવી શરતો સાથે ઠરાવ કર્યો હતા.

મ્યુનિસિપલ કોર્પોરેશનના મહાનુભાવો ે‘સુરક્ષા’ ના કોન્ટ્રાક્ટ મુદ્દે હંમેશા ‘અસુરક્ષિત’ સાબિત થયા છે. ર૦૧૧માં શિવ, શક્તિ, ડોકશન સહિતની સંસ્થાઓને સિક્યોરીટી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા. જેમાં ઈસી.એસ. પધ્ધતિથી કર્મચારીઓની પગાર, પીએફ,લેબર લેવર લાયસન્સ સહિતની શરતો રાખવામાં આવી હતી. જે પૈકી એક પણ શરતનું પાલન થયુ નહોતુ.  મ્યુનિસિપલ કોર્પોરેશને સદર કોન્ટ્રાક્ટ માત્ર એક વર્ષ માટે જ આપ્યો હતો. પરંતુ આઠ વર્ષ બાદ પણ હજી જૂની કંપનીના ગાર્ડ જ કામ કરી રહ્યા છે. જેનું મુખ્ય કારણ શાસક પક્ષ અને વહીવટી તંત્ર વચ્ચે ચાલી રહેલ ગજગ્રાહ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશને ર૦૧૯-ર૦માં સિક્યોરીટી માટે ટેન્ડર જાહેર કર્યા હતા. જેમાં ૧ર સંસ્થાઓએ રસ દાખવ્યો હતો. જે પૈકી ઓર્ડીનરી ગાર્ડ માટે પાંચ બીડરની પેનલ બનાવવા નિર્ણય થયો હતો. જેમાં એમ.કે. સિક્યોરીટી, શક્તિ  સિકયોરીટી, એસ્કોર્ટ સિક્યોરીટી, ડોકશન તથા પરફ્ક્ટ સિક્યોરીટી કંપનીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.  આ તમામ કંપનીઓને લોએસ્ટ-૧ બીડરના ભાવ તથા ઝીરો સર્વિસ ચાર્જની શરતે કામ આપવા માટે સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટિએ ર૬ સપ્ટેમ્બરે ત્રણ શરતો સાથે દરખાસ્તને મંજુરી અા પી હતી.

સ્ટેન્ડીંગ કમિટિમાં થયેલ ચર્ચા અને નિર્ણય મુજબ સિક્યોરીટી કોન્ટ્રાક્ટની તમામ કાર્યવાહી કરવાની સત્તા કમિશ્નરને આપવામાં આવી હતી. તદુપરાંત ત્રણ શરતો રાખવામાં નક્કી કરી હતી. જેમાં ક્વોલીફાય થયેલ બીડરોમાં યુનિક ડેલ્ટા કંપનીએ ૧૭.૬પ લેખે સર્વિસ ચાર્જ આપ્યો હતો. તેથી યુનિક ડેલ્ટા સિવાયની કંપનીઓને બીડર-૧ ના ભાવથી ગાર્ડ ફાળવવા ઠરાવ કરવામાં આવ્યો હતો. મતલબ કે ંપાંચ બીડરની પેનલના બદલે ૧૧ કોન્ટ્રાક્ટરોને ખુશ કરવામાં આવ્યા હતા. સાથે સાથે કમિશ્નર દ્વારા જે સંસ્થાઓને ગાર્ડ ફાળવવામાં આવે તેમની ભૂતકાળની કામગીરી, ફરીયાદો અને ગેરરીતિની સમીક્ષા કરવામાં આવે તે પ્રકારનું સુચન પણ કરવામાં આવ્યુ હતુ.


મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ મિલકતોમાં ગાર્ડની જરૂરીયાત પ્રમાણે એજન્સીઓને ગાર્ડ ફાળવવા તથા ગાર્ડની સંખ્યા મંજુર નહોતી. તેથી આ મુદ્દે તેમણે બોર્ડમાં ઠરાવ અટકાવ્યો હતો. અને સ્ટેન્ડીંગ ચેરમેનને ત્રણ શરતો પરત લેવાની ફરજ પડી હતી. સ્ટેન્ડીંગ કમિટિ ઠરાવમાં જે શરતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેને રદ કરીને મ્યુનિસિપલ બોર્ડમાં નવો ઠરાવ થયો છે. જેમાં ‘કમિટીમાં ચર્ચા થયા અનુસાર’ બાદની શરત નં.(૧), (ર) અને (૩)ને દુર કરવા/ સુધારો કરવા સ્ટેન્ડીંગ ચેરમેન અમુલભાઈ ભટ્ટે સ્વીકાર કર્યો છે. તેમ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જેમાં લોએસ્ટ બીડર ૧ થી પ સુધી તેમજ ટેકનિકલી ક્વોલિફાઈડ થયેલ તમામ કોન્ટ્રાક્ટરો લોએસ્ટ-૧ ના ભાવથી કામ કરવા સહમતિ આપે તો તેમને પણ ગાર્ડ ફાળવવા તેમજ એજન્સીઓએ ભૂતકાળમાં કરેલી કામગીરીની સમીક્ષા કરવી, ફરીયાદો અને ગેરરીતિ જેવા પાસાઓની ચકાસણી કરી ગાર્ડની ફાળવણી કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશ્નરને સોંપવામાં આવે છે એ મુજબ સુધારો કરીને ઠરાવ કરવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશ્નરનું એકચક્રી શાસન ચાલી રહ્યુ છે તે બાબત સર્વવિદિત છે. કમિશ્નરની બદલી કરાવવા માટે ‘સ્ટુપીડ’ વિવાદ પણ ઉભા કરવામાં આવ્યા છતાં તેમની ખુરશીના પાયા ડગ્યા નથી. મ્યુનિસિપલ શાસકોને જવાબ આપવા કમિશ્નર તૈયાર નથી તે બાબત સિક્યોરીટી ઠરાવ પરથી સ્પષ્ટ થાય છે.
એવી જ રીતે પરત મોકલવામાં આવેલી દરખાસ્તોને મંજુર કરવા માટે શાસકોને ફરજ પાડવામાં આવી રહી છે.ે આ પ્રકારની અનેક બાબતોમાં કમિશ્નરનો હાથ ઉપર રહ્યો છે.

જ્યારે શાસકોને નીચાજાણું થુયુ છે. પરંતુ ગાંધીનગરના આશિર્વાદ અને હોદ્દેદારોની નબળાઈનો પૂરો લાખ કમિશ્નરને મળી રહ્યો છે. તથા તેઓ મન મુકીને તેનો ભરપૂર લાભ લઈ રહ્યા છે તેવી ચર્ચા પણ મ્યુનિસિપલ ભવનમાં ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.