Western Times News

Gujarati News

શ્રી વલ્લભ સેવા કેન્દ્ર દ્વારા વિધવા – ત્યક્તા બહેનોને ધાન્ય દાન કીટનું વિતરણ કરવામાં આવ્યું

કપડવંજ:કપડવંજ પંથકના સેવાભાવી કાર્યકર સ્વ ઠાકોરભાઈ ખમણવાળા દ્વારા સ્થાપિત શ્રી વલ્લભ સેવા કેન્દ્રના ઉપક્રમે વિધવા ત્યક્તા બહેનોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ તેમજ ધાન્ય દાનની કીટ અર્પણ કરવાના ૨૩ માં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કે જે નું વિતરણ ખેડાના સાંસદ દેવુંસિંહ ચૌહાણ ના વરદ હસ્તે ૨૬૦ બહેનોને કરવામાં આવ્યું હતું

આ કિટમાં તલ સીંગદાણા ચોખ્ખું ઘી ગોળ રઇ હળદર ટુવાલ અને મોજા જેવી ચીજ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સાંસદ દેવુંસિંહ ચૌહાણે સરકારશ્રીની વિવિધ યોજનાઓની સાથે સામાજિક સંસ્થાઓ પૂરક બનીને સમાજ ઉપયોગી કાર્યો કરે છે તેને બિરદાવી હતી કપડવંજ પંથકના તમામ ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિઓ વિવિધ સંસ્થાઓ દ્વારા થતી રહે છે તેથી સમગ્ર સંસદીય વિસ્તારમાં કપડવંજ ને તેમના પિયર તરીકે સરખાવીને આકર્ષણ હોવાનું સ્વીકાર્યું હતું અને તેમાં ઉપસ્થિત રહેવા સદૈવ તત્પરતા દાખવતા જણાવ્યું હતું

શ્રી વલ્લભ સેવા કેન્દ્રના આ સેવા સેતુ માં સ્વ કમળાબેન શાંતિલાલ શાહ ઉષાબેન ચંદ્રવદન શાહ મણીબેન આઈ પટેલ પ્રફુલાબેન એ પટેલ સ્વ વિનોદભાઈ એ શાહ  પરિવાર (એ.સી. પરિવાર) શ્રી અર્જુનસિંહ ડાભી નિશાંત ટ્રેડર્સ ભરતભાઈ પટેલ તેમજ પરસોત્તમભાઈ રાવચંદ વાસવાણી વગેરેનો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો હોવાનું સંયોજક સંજય ખમણવાળા એ જણાવ્યું હતું આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ મહામંત્રી પૂર્વ નગર અધ્યક્ષ ગોપાલભાઈ ટી શાહ સેજલબેન બ્રહ્મભટ્ટ ભાજપ શહેર મહામંત્રી સુરેશ પારેખ તથા અગ્રણીઓ વિવેક પટેલ અને સ્નેહાબેન પી ઓઝા વગેરે ઉપસ્થિત રહ્યા હતા કપડવંજના શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર સહયોગ આપનાર શિક્ષકો કિરીટભાઈ બી શાહ મુકુંદભાઈ ઢોઢા તથા વિધવા સહાય યોજના માં મદદરૂપ થનાર નાયબ મામલતદાર યુનિક પટેલનું સાંસદ દેવુંસિંહ ચૌહાણ ના હસ્તે અભિવાદન કરવામાં આવ્યું હતું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.