Western Times News

Gujarati News

ગોમતીપુરમાં બે બુટલેગરો વચ્ચે જુથ અથડામણ

છાતીમાં દુઃખાવાથી એકનું મોત : જુની અદાવતમાં મોડી રાત્રે બાખડી પડ્યા

(પ્રતિનિધિ) અમદાવાદ: ગોમતીપુર વિસ્તારમાં પોસ્ટ ઓફીસની પાછળ આવેલી એક ચાલીમાં બે જુથ વચ્ચે મારામારી થતાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું છે બીજી તરફ ટોળાની અથડામણ થતાં અન્ય કેટલાંક પણ ઘાયલ થયા હતા જેમને સારવાર માટે દવાખાને મોકલી અપાયા છે. જયારે ફરાર હુમલાખોરોને ઝડપી લેવા તજવીજ હાથ ધરાઈ છે. ગોમતીપુરમાં આવેલી જેઠાભાઈની ચાલીમાં રહેતા કૌશીકભાઈ તથા સુમીતને વર્ષોથી ઝઘડો આવે છે

અગાઉ પણ બંને તેમના સાગરીતો સાથે સામસામે આવતા રાયોટીંગના ગુના દાખલ થયા હતા. દરમિયાન ગઈકાલે ફરી એક વખત કૌશીકભાઈ તથા સુમીત અને તેના સાગરીતો સામસામે આવી ગયા હતા. રાત્રે સાડા દસના સુમારે બનેલી ઘટના દરમિયાન સુમિત, દિપક, નિરવ, મેહુલ અને ધવલે કૌશિકભાઈને છાતીમાં ફેંટો મારતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું જાકે સુત્રોના જણાવ્યા અનુસાર બંને બુટલેગરો હતા અને બંને વચ્ચે જુની અદાવત ચાલતી હતી ગઈકાલે પણ બંને વચ્ચે જુથ અથડામણ થતાં કેટલાંકને ગંભીર ઈજાઓ થતાં હોસ્પીટલમાં દાખલ કરાયા હતા. જયાં કૌશીકભાઈને ડોકટરોએ મૃત જાહેર કર્યા હતા જયારે અન્યોને સારવાર આપી જવા દેવાયા હતા જાકે તમામ હકીકત પોલીસ તપાસ બાદ જ સામે આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.