Western Times News

Gujarati News

શહેરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યા

Files Photo

સિગ્નલો મુકાયા હોવા છતાં ટ્રાફિક નિયંત્રણ કરવામાં પોલીસ નિષ્ફળઃ ટ્રાફિક પોલીસ દંડ ઉઘરાવવામાં જ વ્યસ્ત રહે છે

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વકરતી જઈ રહી છે. શહેરના કેટલાંક વિસ્તારોમાં ફલાય ઓવર બ્રિજ તેમજ મેટ્રોના કામ ચાલુ હોવાથી પીકઅવર્સ દરમ્યાન ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. અને ઘણીવખત તો આ ટ્રાફિકમાંથી વાહનચાલકોને પસાર થવું ભારે પડી રહ્યુ છે. મેટ્રો અને ફલાય ઓવર બ્રિજ તેમજ ઘણી જગ્યાએ ડ્રેનેજ લાઈન તથા ભૂવા પડવાના કારણે રસ્તાઓ સાંકડા બન્યા છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા જટીલ બનતી જાય છે. તો કેટલાંક વિસ્તારમાં પા‹કગની વ્યવસ્થા નહીં હોવાને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં પ૬ જેટલા ફલાય ઓવર બ્રિજ તેમજ અન્ડરપાસ હોવા છતાં ટ્રાફિકની સમસ્યા હળવી થવાને બદલે વકરી રહી છે. ઘણીવાર તો એટલો બધો ટ્રાફિક જામ થાય છે કે ૧૦૮ તેમજ એમ્બ્યુલન્સને નીકળવું પણ મુશ્કેલ બની જાય છે.


શહેરમાં ટ્રાફિક સિગ્નલો મુકાયા છે. છતાં ટ્રાફિક સમસ્યા હળવી બનવાને બદલે વકરી રહી છે. ચાર રસ્તા કે સિગ્નલ પર ટ્રાફિક પોલીસ હોવા છતાં તેઓ વાહનચાલકોનજે પકડી દંડ ઉઘરાવવામાં જ વ્યસ્ત રહે છે અને ટ્રાફિક જામની સ્થિતિ  સર્જાતી જાવા મળે છે.

ખાસ કરીને ઉસ્માનપુરા, વાડજ, ટાઉન હોલ, તેમજ સુભાષબ્રિજ હોય કે પછી એસ.જી.હાઈવે પાલડી, જમાલપુર, કાલુપુર સહિતના ઘોડાસર, વટવા, ઈસનપુર, મણીનગર, બાપુનગર અને અંજલી વાસણા ચાર રસ્તા પાસે પીકઅવર્સ દરમ્યન ટ્રાફિક જામની સ્થિતિ સર્જાવા પામે છે.

ટ્રાફિક સિગ્નલની સાથે સાથે પા‹કગની પણ સમસ્યા નહીં હોવાને લીધે વાહનચાલકો ટ્રાફિકને અડચણરૂપ વાહન પાર્ક કરતા હોવાથી પણ ટ્રાફિકની સ્થિતિ સ્થિતિ સર્જાય છે. આમ, ઘણી વખત તો એટલો ટ્રાફિક જામ થઈ જાય છે કે તેને નિયંત્રણ કરવો પોલીસ માટે માથાનો દુઃખાવો બની જાય છે. આમ, ટ્રાફિકની સમસ્યા ઉકેલાવાને બદલે વકરતી જતી જાવા મળી રહી છે.

અત્રે નોંધનીય છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ પોલિસ અને મ્યુ. કમિશ્નરે ટ્રાફિકની સમસ્યા દુર કરવા માટે સઘન ઝુંબેશ શરૂ કરી હતી. જાહેર માર્ગો અને ફૂટપાથો પર થયેલ દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ દંડ પેટે મોટી રકમ પણ વસૂલી હતી. પરંતુ છેલ્લા બે ત્રણ મહિનાથી આ ઝુંબેશ પણ ઠપ્પ થઈ ગઈ છે. શહેરના નાના મોટા જંકશનોની આસપાસ થઈ રહેલા પાર્કિગોના કારણે ટ્રાફિક જામ થતાં જાવા મળી છે. શહેર પોલિસ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી તો થાય છે પરંતુ બંને પક્ષ તરફથી ટ્રાફિક નિયમોના પાલન થતા નથી તે કમનસીબી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.