Western Times News

Gujarati News

ખેડૂત ૧૪ બોરી ચીલ્લર લઈને બેંક પહોંચ્યો, જમા કરવા માટે ત્રણ દિવસ લાગ્યા

અલ્હાબાદ, સામાન્ય રીતે બેન્કોમાં ચીલ્લર ભરેલી થેલી લઈને પહોંચ્યા હોય એવા કિસ્સાઓ સાંભળ્યા હશે. પરંતુ ઉત્તર પ્રદેશનો એક ખેડૂત તમારા ધારણા કરતા વધારે બોરીઓ ભરીને ચીલ્લર લઈને બેન્કમાં પહોંચ્યો હતો. અલ્હાબાદ બેન્કની મુસાફિરખાના સ્થાનિક શાખામાં ખેડૂત દેવા માફી યોજના લાભ લેવા માટે ત્રણ લાખની ચીલ્લર લઈને જમા કરાવવા માટે બેન્ક ગયો હતો. બેન્કને ચીલ્લર જમા કરવા માટે ત્રણ કર્મચારીઓને કામે લગાડ્યા હતા અને ત્રણ દિવસનો સમય લાગ્યો હતો. મળતી માહિતી પ્રમાણે અઢનપુર ગામનો રહેવાસી પવન કુમાર સિંહે અલ્હાબાદ  બેન્કના કેસીસી ઉપર લોન લીધી હતી. દેવું ન ભરી શકવાના કારણે બેન્કે ગ્રાહકને દેવા માફી યોજનાનો લાભ આપ્યો હતો. યોજના અંતર્ગત પવન કુમારને દેવાના અડધા પૈસા જમા કરાવવા પડશે. અડધા પૈસા બેન્કે પોતે ભારવાના હતા. પવન કુમાર ૧૪ બોરીઓમાં ભરીને ચીલ્લર બેન્કમાં લાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.