Western Times News

Gujarati News

નવા સંસદ ભવનની ડિઝાઈન તૈયાર: સાંસદો માટે ૧૩૫૦ બેઠકો હશે

નવી દિલ્હી,  દેશમાં નવા સંસદ ભવન માટેની કવાયત હવે ગતિ પકડી રહી છે. મોદી સરકારના આ ડ્રીમ પ્રોજેકટની ડિઝાઈન તેૈયાર થઈ ગઈ છે. વર્તમાન સંસદ ભવન અંગ્રેજોએ બનાવ્યું હતું, જે હવે ઘણું જૂનું થઈ ગયું છે. આ ભવનમાં તમામ પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ રહી છે, આથી દેશ માટે હવે નવું સંસદ ભવન તૈયાર થઈ રહ્યું છે. મોદી સરકારનો આશય છે કે દેશ આઝાદીની ૭૫મી વર્ષગાંઠ ઊજવી રહ્યો હોય ત્યારે આ ઈમારત બનીને તૈયાર થઈ જાય. આ આશય સાથે મોદી સરકાર આ પ્રોજેકટ પર ઝડપથી કામ કરી રહી છે.

નવા સંસદ ભવનની ડિઝાઈન હવે સામે આવી ગઈ છે. એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ આ નવી ઈમારત એવી રીતે બનાવાશે, જેથી ભવિષ્યમાં સાંસદોની સંખ્યા વધારવામાં પણ આવે તો સાંસદોને બેસવામાં કોઈ તકલીફ ન પડે. નવા ભવનમાં સાંસદોના બેસવા માટે ૯૦૦ બેઠકો હશે જયારે સંયુકત સત્રમાં ૧૩૫૦ સાંસદોની બેઠક વ્યવસ્થા હશે. તેમાં બે સાંસદોની એક બેન્ચ હશે, જેથી તેમને બેસવામાં કોઈ તકલીફ ન પડે. અમદાવાદ સ્થિત એચસીપી ડિઝાઈન મુજબ નવું ત્રીકોણીય સંસદ ભવન વર્તમાન પસિરની બાજુમાં આવશે, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રને કેટલાક નવા સરકારી ભવનો સાથે ટ્રાન્સફર કરાશે અને નેશનલ આર્કાઈવ્સને ફરીથી તૈયાર કરાશે.

વડાપ્રધાનનું નિવાસ વર્તમાન દક્ષિણ બ્લોક પરિસરની પાછળ ટ્રાન્સફર કનિદૈ લાકિઅ કરાશે, જયારે ઉપરાષ્ટ્રપતિનું નિવાસ ઉત્ત્।રીય બ્લોકની પાછળ બનશે. સૌથી પહેલા આઈજીએનસીએ સંસદ પરિસર અને સરકારી કાર્યાલય હશે. વર્તમાન સંસદ ભવનના હોલમાં સાંસદોને અનેક તકલીફો પડે છે. તેથી ઝડપથી નવા ભવનની જરૂર પડી શકે છે. નવી ડિઝાઈન મુજબ આઈજીએનસીએ ઈમારત સિવાય ઉદ્યોગ ભવન, નિર્માણ ભવન, શાસ્ત્રી ભવન, ઉપરાષ્ટ્રપતિ આવાસ સહિત નવ અન્ય ઈમારતો તોડી પડાશે. આ સિવાય નેશનલ આર્કાઈવ્સનું મોડેલ પણ બદલાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.