Western Times News

Gujarati News

આનંદ પંડિતની અમિતાભ બચ્ચન અભિનીત મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ ચેહરે 17 જુલાઈ 2020એ રિલીઝ થશે

મુવી કન્નોઇઝર્સની પાસે 2020 રોમાંચક છે, જે લીજેન્ડ એક્સ્ટ્રાઓર્ડિનરી અભિતાભ બચ્ચન અને ડાયનામિક ઇમરાન હાશ્મી પહેલીવાર એક સાથે ઓનસ્ક્રીન આવશે , જે રૂમી જાફરી દ્વારા રચાયેલ અને આનંદ પંડિત દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલ ડ્રામા / મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ છે.

ગુલાબો સીતાબોના મેકર્સ શૂજિત સિરકર અને પ્રોડ્યુસર રોન્ની લાહિરીની વિનંતીથી ચેહરે હવે 17 જુલાઈ 2020એ રિલીઝ થશે જે પહેલા એપ્રિલમાં થવાની હતી.

નિર્માતા આનંદ પંડિતે નવી રિલીઝ તારીખ પર જણાવ્યું કે, “હા અમે ગુલાબો સીતાબોના નિર્માતાઓની વિનંતીથી ચેહરેને 17 મી જુલાઇએ સ્થાનાંતરિત કરી છે. અમારી પાસે શૂજિત સિરકર અને રોન્ની લાહિરી સાથે અમારો અદ્ભૂત સાથ રહ્યો છે. આ રોમાંચક મૂવીઝને સારી રિલીઝ વિંડો આપવા માટે આપણા બધાને પરસ્પર લાભકારી છે, પણ શ્રી બચ્ચનના ચાહકોને પણ, હવે અમે ચેહરેને 17 મી જુલાઈએ રિલીઝ કરવાનો નિર્ણય કર્યો!” ચેહરેમાં કાસ્ટ અન્નુ કપૂર સાથે રિયા ચક્રવર્તી, સિદ્ધાંત કપૂર, દ્રિતીમાન ચક્રવર્તી, ક્રિસ્ટલ ડિસોઝા, રઘુબીર યાદવ પણ છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.