Western Times News

Gujarati News

સંજેલી પ્રાથમિક શાળામાં ગામના ગંદા પાણી ભરાતા બાળકોના જીવને જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા

૯૦૦ સો જેટલા બાળકોના આરોગ્યને જોખમને લઇ આચાર્યએ પંચાયતમાં લેખિત રજૂઆત કરીઃ નિયમને નેવે મૂકી મનફાવે તેવા ગટરો બનાવી યોગ્ય નિકાલ ન થતાં નગરમાં ઠેર ઠેર ગંદા પાણી ફરી વળ્યા 

(પ્રતિનિધિ)સંજેલી, સંજેલી નગર મા આવેલી તાલુકા પ્રાથમિક શાળામાં ગામના ગટરના ગટરના વરસાદી પાણી ભરાતા શાળાના બાળકોના આરોગ્યના ભવિષ્યને ધ્યાને લઇ રોગચાળો ફાટી નીકળે તે પહેલા કન્યા અને કુમાર પ્રાથમિક શાળાના આચાર્યએ સંજેલી પંચાયત અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી.

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં રાજમહેલ રોડ પર આવેલી તાલુકા પ્રાથમિક અને કુમાર શાળામાં ગટરના ગંદા પાણી કમ્પાઉન્ડમાં આવતા બાળકોના આરોગ્યને નુકશાન થાય તે માટે બાળકોના વાલીઓએ શાળામાં રજૂઆત કરતા શાળાના આચાર્ય સંજેલી પંચાયત અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી હતી શાળામાં નવસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે તેમના જીવને જોખમ હોય સંજેલી નગરમાં ગટરના પાણી વરસાદી પાણીની સાથે પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં ઘૂસી જઇ કન્યા શાળાનો કોર્ટ પણ પાડી દીધો હતો તેમજ શાળામાં ઠેર ઠેર ખાબોચીયા ભરાઇ ગયા છે તંત્ર દ્વારા નિયમને નેવે મૂકી નગરમાં કેટલીય જગ્યાએ ગટરો બનાવવામાં આવી છે ત્યારે ગટરોના પાણીનો યોગ્ય નિકાલ વ્યવસ્થા ન કરાતાં ગટરોના પાણી રોડ પર વારંવાર ફરી વળે છે તેમજ કેટલાય વિસ્તારોમાં ગટરો પણ પૂરી દેવામાં આવી છે ત્યારે તંત્ર દ્વારા વારંવાર રજૂઆત છતાં પણ ગટરોના યોગ્ય નિકાલ કરવામાં ન આવતા સંજેલી નગરમાં તમામ મુખ્ય રસ્તાઓ ઉપર ગંદા પાણીની કારણે રાહદારીઓ અને સ્થાનિકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.

છેલ્લા એક વર્ષમાં સંજેલી ખાતે ભરાયેલી તમામ ગ્રામ સભામાં ગટર અને સ્વચ્છતા બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનુ પાણી હલતું નથી માત્ર નામ ખાતર જ ગટરો બનાવી ગટરોના પાણી આવે તે પહેલાં જ પૂરી દઈ સરકારી નાણાંનો મોટાપાયે દુરુપયોગ થઈ રહ્યો છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય ધ્યાન આપી સંજેલી નગરમાં ગટરનું વ્યવસ્થિત પ્લાન કરી ગટરના યોગ્ય નિકાલ કરવામાં આવે અને સંજેલી નગરને સ્વચ્છ અભિયાન લઈ જવામાં આવે અને સંજેલી નગરમાં બનાવેલી ગટરો બાબતે યોગ્ય તપાસ કરી કાયદેસરના પગલાં લેવામાં આવે તેવી ગામના જાગૃત લોકોનિ માંગ છે

એક વર્ષ અગાઉ સંજેલી નગરમાં દબાણ દૂર કરી કચરો પ્રાથમિક શાળાના દિવાલ પાસે નાખી દેવામાં આવ્યો હતો ગામના ગટરના વરસાદી પાણી કમ્પાઉન્ડ હોલમાં ઘૂસી જતાં મેદાનમાં મોટા મોટા ખાડા પડી જઇ ગંદા પાણીના ગટરો ભરાઇ જતાં કુમાર અને કન્યા શાળાના નવા સો જેટલા બાળકોના રોગચાળાને ધ્યાને લઇ રોગચાળો ફાટી નીકળે તે પહેલા ગટરના પાણી બંધ કરવામાં આવે તેમજ ગટરના પાણી કમ્પાઉન્ડ વોલમાં આવતાં કન્યા શાળા તરફનો દિવાલ પણ તૂટી પડી છે ગંદકીનું સામ્રાજ્ય થિ રોગચાળો ફાટે તે પહેલાં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી લેખિત રજૂઆત કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.