Western Times News

Gujarati News

ગિરના એશિયાટિક લાયન્સને જીવલેણ CDVથી બચાવવાની કામગીરી એનિમલ પ્લેનેટમાં રજૂ કરાશે

  • 10 ભાગની સીરીઝ વન વિભાગના અધિકારીઓની ગિર નેશનલ પાર્કમાં એશિયાટિક લાયન્સને કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસથી બચાવવાના વીરતાપૂર્ણ પ્રયાસો પર કેન્દ્રિત છે

ભારતની નં.1 વાઇલ્ડલાઇફ ચેનલ, એનિમલ પ્લેનેટ એનિમલ કિંગડમમાંથી પ્રમુખ અતુલ્ય કહાણીઓને સામે લાવવાને સમર્પિત છે. આ દિશામાં વધુ એક ડગલું માંડતા, 27મી જાન્યુઆરીના રોજ રાત્રે 9 કલાકથી શરૂ કરી, ચેનલ અતુલ્ય એવા 10 ભાગની સીરીઝ ‘ધ લાયન કિંગડમ’ લઇને આવી રહેલ છે, જે દર્શકોને ગિર નેશનલ પાર્કના વનોમાં વસતા એશિયાટિક લાયન્સની છેલ્લી બચી રહેલી જાતિનો સફાયો કરી દેવાના ભય સમા જીવલેણ કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) સાથે ભારતની લડાઇ સન્મુખ લઇ જનાર છે.

ઓપ્ટીમમ ટેલિવિઝનના એકઝીકયુટિવ પ્રોડયુસર અને ડાયરેકટર, ફિલ્મ–નિર્માતા ઉપમા ભટનાગર દ્વારા નિર્મિત, ધ લાયન કિંગડમ જાણિતા વેટરનિટી સર્જન સ્ટીવ લીઓનાર્ડને સીરીઝના હોસ્ટ તરીકે નિરૂપિત કરે છે. ધ લાયન કિંગડમ 27મી જાન્યુઆરીના રોજ રાત્રે 9 કલાકે ફક્ત એનિમલ પ્લેનેટ અને એનિમલ પ્લેનેટ HD પર જ પ્રીમિઅર કરશે.

“જીવલેણ સીડીવી (CDV) વાયરસમાં ભારતના ગૌરવ – ગિર નેશનલ પાર્કમાંના એશિયાટિક લાયન્સ પર પ્રભાવ પાડવાની ક્ષમતા હતી. આટલી મોટી કટોકટીની સાથે પાર પાડવા આપણાં વન વિભાગ દ્વારા કરવામાં આવેલ નોંધપાત્ર કામગીરી એ કહાણી હતી જેની દુનિયા સાથે આપ–લે કરવામાં આવે, “સાઉથ એશિયા ડિસ્કવરીના કન્ટેન્ટ, ફેકચ્યુઅલ અને લાઇફસ્ટાઇલ એન્ટરટેનમેન્ટના ડાયરેકટર સાઇ અભિષેકે કહ્યું આ સીરીઝ દર્શકો માંહે વન્ય જીવન સંરક્ષણ અંગેની જાગૃતતાને વધુ કેળવવા તથા આ અતુલ્ય પશુઓ તથા તેઓને બચાવવા કાર્યરત છે તેઓના તરફે ગૌરવ અને સંવેદના આરોપિત કરવાના અમારા હેતુનો પુરાવો છે.

સીરીઝ અંગે બોલતાં,ઓપ્ટીમમ ટેલિવિઝનના એકઝીકયુટિવ પ્રોડયુસર અને ડાયરેકટર, ફિલ્મ–નિર્માતા ઉપમા ભટનાગરે કહ્યું, “આ છેક આઝાદીથી લઇને અત્યાર સુધીમાં માત્ર ગિર માટે જ સૌથી ગંભીર એલાર્મ નહોતું, પણ ભારતના સંપૂર્ણ કન્ઝર્વેશન ઇતિહાસ માટે પણ હતું. એક જ ઝપાટામાં એશિયાટિક લાયન્સ–સંપૂર્ણ પ્રજાતિ–દુનિયામાં કયાંય પણ અસ્તિત્વમાં ન રહે.

 

જયારે મેં સાંભળ્યુ કે ઘણાં વૈજ્ઞાનિકો અને સંરક્ષણવિદ્દો ભય દાખવી રહેલ છે કે ઇનિડયા લાયન આ કટોકટીમાંથી કદાચને બહાર ન આવી શકે, મને ખરેખર જ ચિંતા થઇ. મારા માટે ગિર ખૂબ જ ખાસ છે. અહીં મેં મારી પ્રથમ ટીવી સીરીઝ, ધ લાયન કવીન્સ ઓફ ઇન્ડિયાનું ફિલ્માંકન કર્યું હતું. આ ભૂમિ, અહીંના લોકો અને આના જાદુઇ પશુઓ  સાથે મારો ખાસ નાતો બંધાઇ ગયો. અમે ડિસ્કવરી ઇન્ડિયા સાથે વાત કરી જેમણે પરિસ્થિતિની ગંભીરતાનો તાગ પામ્યો અને દેશ સાથે કહાણીને સાંઝા કરવા અમને પોતાનો સંપૂર્ણ રચનાત્મક અને લોજિસ્ટિક ટેકો આપ્યો.

આ અતુલ્ય સીરીઝ એશિયાટિક લાયન્સની ભાગ્ય સાથેની લડાઇ તથા જેણે 1990માં ટાન્ઝાનિયાના સેરેનગતી નેશનલ પાર્કમાં 1000 ઉપરાંત સિંહોનો એક જ મરણતોલ ઝપાટામાં સફાયો કરી દીધો તેવા રોગ પર વિજય મેળવવાની કહાણી છે. બચી રહેવા માટે પોતાની બહાદુરીપૂર્ણ લડાઇ સાથે આ સિંહો સાચે જ પોતાના નામ પ્રમાણે – ભારતના ગૌરવ તરીકે ગણાય છે. જો કે ઝળહળતા જાનવરોના અણનમ આત્મબળની સાથોસાથ જ જેઓ પાશ્ચાદભૂમાં રહીને અથક પ્રયાસો આદરી રહ્યા હતાં – તેવા વન વિભાગ અને પશેચિકિત્સકો જેમણે સાચે જ મદદ કરી તે આશાની કહાણીમાં લગભગ ધમાકો હતાં.

ધ લાયન કિંગડમ ગિર નેશનલ પાર્કનો વન વિભાગ ભારે વરસાદ અને પૂર સાથે લડતાં અને પરિણામ સ્વરૂપે એ વિસ્તારમાં એકાએક મગરોની સંખ્યામાં થયેલા વધારા વચ્ચે જંગલના રાજાને બચાવવા કેવી રીતે ચોવીસે કલાક પ્રયાસરત અને કામ કરતું રહ્યું તેની કહાણી છે. અત્યાર સુધીમાં પહેલ વહેલી વખત, દર્શકોને માત્ર ભારતમાં  ગિર નેશનલ પાર્ક જેને પશુઓ માટેનું આધુનિક તબીબી ઉપકરણો સાથેનું સંપૂર્ણ હોસ્પિટલ જ નહીં દર્શાવે, પણ તેઓને ચોમાસા દરમ્યાન ગિરના રૂપાંતરને જોવાનો પણ લ્હાવો મળશે કેમ કે આ પહેલી વખત છે કે જયારે નેશનલ પાર્કનું વરસાદ દરમ્યાન ફિલ્માંકન કરવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.