Western Times News

Gujarati News

જે આંગણવાડી તમામ બાળકો કુપોષણથી મુક્ત બનશે તે આંગણવાડીના કાર્યકરોને રોકડ ઈનામ અપાશે

વડોદરા:   રાજ્ય સરકારના પોષણ અભિયાન દ્વારા સુપોષિત ગુજરાતના નિર્માણના સંકલ્પને ચરિતાર્થ કરવાના આશયથી વડોદરા જિલ્લા પંચાયતની બેઠક કોટંબી ગામ ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી શ્રી કિરણ ઝવેરીની ઉપસ્થિતિમાં પોષણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે પ્રતિકાત્મક રીતે ચાર બાળકોના ભારતીય સંસ્કૃતિના ૧૬ સંસ્કાર પૈકી સાતમો સંસ્કાર એટલે અન્નપ્રાશન સંસ્કાર કરવામાં આવ્યો હતો. આ સંસ્કાર બાળક ૬ કે ૮ મહિનાનું થાય, પ્રથમ વખત અન્ન આપવામાં આવે ત્યારે કરવામાં આવે છે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકરા શ્રી કિરણ ઝવેરી જણાવ્યું કે,  રાજ્ય સરકારના સુપોષિત ગુજરાતના નિર્માણના સંકલ્પને સાકાર કરવા અગ્રણી-પદાધિકારીઓનો સહયોગ અનિવાર્ય છે. ગામના અગ્રણીઓ અને ચૂંટાયેલા પદાધિકારીઓએ કુપોષિત બાળકોના પાલક વાલી બની તેને સુપોષિત કરવા અઠવાડિયામાં માત્ર ૧૫ મિનિટ જેટલો સમય ફાળવવાનો રહે છે. આ દરમિયાન બાળકના પોષણની વજન, આહાર, રસીકરણ જેવી બાબતોની કાળજી લેવાની રહેશે. સાથે જ તેમણે આ વિસ્તારના ૨૪ કુપોષિત અને ૭ અતિ કુપોષિત બાળકોને સંપોષિત બનાવવા માટે અગ્રણી, અધિકારી અને પદાધિકારીને હાકલ કરી હતી.

વધુમાં તેમણે ઉમેર્યું કે, સરકાર દ્વારા બાળકોને પોષિત કરવા માટે અથગ પ્રયાસ કરવામાં  આવી રહ્યા છે. પરંતુ આપણુ બાળક પોષિત રહે તંદુરસ્ત માટે માતા-પિતા અને પરિવારજનો જવાબદારી રહે છે. બાળકને નિયમિત આંગણવાડી મોકલીએ અને પોષણવર્ધક આહાર આપવામાં આવે તેની કાળજી લેવા અનુરોધ કર્યો હતો.

કુપોષણને નિવારવામાં આંગણવાડી કાર્યકર, તેડાગર અને આશાવર્કર બહેનોની મહત્વની ભૂમિકા રહેલી છે તેને ધ્યાનમાં રાજ્ય સરકારે તેમને પ્રોત્સાહિત કરવા જે ગામ- વિસ્તારના તમામ બાળકો કુપોષણથી મુક્ત થશે તેવા આંગણવાડી કાર્યકર, તેડાગર અને આશાવર્કર બહેનોને અનુરોક્રમે ૧૨૦૦૦,૬૦૦૦ અને ૧૨૦૦૦ની રાશી આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. તેમ શ્રી ઝવેરીએ જણાવ્યું હતું.

આ પ્રસંગે અગ્રણી નિલમ શ્રીવાસ્તવે ઉપસ્થિત ગ્રામજનોને બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી યોગ્ય કાળજી લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે પ્રાથમિક શાળાના બાળકોએ પોષણ અદાલત નાટકના માધ્યમથી પોષણ માટે રાખવાની કાળજી અંગે લોકોને માહિતગાર કર્યા હતા. અને પોષણ સંબંધિત ‘વૃક્ષમાં બીજ તું’ ફીલ્મ બતાવવામાં આવી હતી. ઉપરાંત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિન નિમિત્તે ભારતને રક્તપિત્ત મુક્ત બનાવવા માટે સહયોગ આપવાના શપથ ઉપસ્થિત ગ્રામજનોને લેવડાવવામાં આવ્યાં હતા. આ પ્રસંગે કોટંબી ગામના સરપંચ શ્રીમતી સુધાબેન સોલંકી, કાર્યપાલક ઈજનેરશ્રી, બ્લોક કોર્ડીનેટર, મેડીકલ આફીસર, આંગણવાડી કાર્યકર, તેડાગર અને આશાવર્કર બહેનો અને મોટી સંખ્યમાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.