Western Times News

Gujarati News

પાન કાર્ડ માટે ફોર્મ ભરવાની ઝંઝટ નહીં રહે

નવી દિલ્હી, જો તમારી પાસે આધાર નંબર છે તો પર્મેનેંટ અકાઉન્ટ નંબર (PAN) પ્રાપ્ત કરવું ચપટીનું કામ હશે. આ માટે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે શનિવારનાં બજેટ રજૂ કરતા નવી વ્યવસ્થાની જાહેરાત કરી. નાણાંમંત્રીએ કહ્યું કે, “આધારનાં આધારે તાત્કાલિક PANને ઑનલાઇન આપવાને લઇને જલદી વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. આ માટે કોઈ આવેદન ફોર્મ ભરવાની જરૂર નથી.”

બજેટ 2020 રજૂ કરતા નિર્મલા સીતારમણે કહ્યું કે ટેક્સપેયર્સનાં આધાર બેસ્ડ વેરિફિકેશનની શરૂઆત પણ કરવામાં આવી રહી છે. ટેક્સપેયર્સની સુવિધા માટે જલદી એક સિસ્ટમ લૉન્ચ કરવામાં આવશે. આધાર માટે તાત્કાલિક ઑનલાઇન PAN આપવામાં આવશે. આ માટે એપ્લિકેશન ફૉર્મ ભરવાની આવશ્યકતા નહીં રહે. ઇન્કમ ટેક્સ કાયદા પ્રમાણે કોઈ વ્યક્તિને ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરતા સમયે પોતાના આધાર નંબરનો ઉલ્લેખ કરવો જરૂરી છે. 31 માર્ચ 2020 સુધી PAN અને આધારને લિંક કરવું અનિવાર્ય છે.

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ બે એજન્સીઓ NSDL અને UTI-ITSL દ્વારા PAN જાહેર કરે છે. ઇન્કમ ટેક્સ ફાઇલિંગ ઉપરાંત PAN કાર્ડની આવશ્યકતા બેંક એકાઉન્ટ ખોલવા અને નાણાંકીય લેવડ-દેવડ વગેરે માટે આવશ્યક છે. PAN 10 કેરેક્ટરવાળી ઓળખ સંખ્યા છે, જે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.