Western Times News

Gujarati News

અમરોલી કોલેજમાં લાયન્સ કલબ “સુરત સીટીલાઇટ’ તેમજ “સ્પંદન” દ્વારા ટીચર્સ ટ્રેનિંગ વર્કશોપનું આયોજન

જીવન જયોત ટ્રસ્‍ટ, અમરોલી સંચાલિત જે.ઝેડ.શાહ આટ્સ એન્ડ એચ.પી.દેસાઇ કૉમર્સ કોલેજ,
અમરોલીમાં તા.૨૯-૦૬-૨૦૧૯ થી ૩૦-૦૬-૨૦૧૯ ના રોજ બે દિવસીય ટીચર્સ ટ્રેનિંગ વર્કશોપનું આયોજન
કરવામાં આવ્યું હતું.  જેમાં ફુલ 52 તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. ઉદ્ઘાટન સમાંરભ તા.૨૯-૦૬-૨૦૧૯ ના રોજ
સવારે ૦૯:૩૦ કલાકે રાખવામાં આવ્યો હતો. જેમાં મહેમાન તરીકે લાયન્સ પ્રિ. ડૉ. કિશોરસિંહ એન. ચાવડા, લાયન્સ
ભરત લોચાવાલા, લાયન્સ પિંન્ટુ પસ્તાગીયા હાજર રહ્યા હતા.

ઉદ્ઘાટન સમાંરભનું સફળતા પૂવર્ક સંચાલન લાયન્સ મોના દેસાઇએ કર્યું હતું. તા. ૩૦-૦૬-૨૦૧૯ ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે સમાપન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ડીસ્ટ્રીકટ ગર્વનર ૨૦૧૮-૧૯ લાયન્સ સંજીવ ડેસરવાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યક્રમમાં હાજર રહી તમામ તાલીમાર્થીઓને આર્શીવચન આપ્યા હતા.

સંપુર્ણ કાર્યકમના હૃદય સમા ટ્રેનર શ્રી પ્રિતીબેન ઝવેરીએ તાલીમાર્થીઓને ખૂબ જ ઉપયોગી એવી તાલીમ આપી હતી. સમાપન કાયકમનું સંચાલન લાયન્સ મોનાબેન દેસાઇ તેમજ પ્રો. પ્રિતીબેન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર વિધિ પ્રા. ચંદ્રેશ મહેતા દ્વારા કરવામાં આવી હતી. લાયન્સ ક્લબ સીટી લાઇટ તેમજ લાયન્સ ક્લબ સ્પંદન અમરોલી કોલેજ પરિવાર તેમજ જીવન જયોત ટ્રસ્ટને આ તક ઝડપવા માટે આભારની લાગણી વ્યકત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.