Western Times News

Gujarati News

ICAIની WIRCની અમદાવાદ બ્રાન્ચમાં હેલ્થ, વિમેન એમ્પાવરમેન્ટ, નોલેજ સાથે સીએ ડેની ઉજવણી યોજાઈ

અમદાવાદ, તા1 જુલાઈ ૨૦૧૯ : ધ ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)ની ડબલ્યુઆઈઆરસીની અમદાવાદ બ્રાન્ચ દ્વારા તેના પ્લેટીનમ જ્યુબિલી વર્ષમાં આજ રોજ તા. ૧ જુલાઈનાં રોજ સીએ ડેની વૈવિધ્યસભર કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી.સીએ ડેની ઉજવણી નિમિત્તે અમદાવાદ બ્રાન્ચ દ્વારા તેના સભ્યોને અને તેમના પરિવારને જોડવામાં આવ્યા હતા.

આઈસીએઆઈની ડબલ્યુઆઈઆરસીની અમદાવાદ બ્રાન્ચનાં ચેરમેન સીએ ગણેશ નાદારે સીએ ડે અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે ‘આ વર્ષે અમારી સંસ્થા આઈસીએઆઈએ ૭૦ વર્ષ પૂર્ણ કર્યા છે. તેને ધ્યાનમાં રાખીને આ પ્લેટીનમ જ્યુબિલી વર્ષને અમે ઈવેન્ટસ, પ્રોગ્રામ્સ, કોન્ફરન્સીસ અને વર્કશોપ્સ દ્વારા ઉજવવાનું નક્કી કર્યું છે. તેની શરૂઆત તા. ૩0 જૂન ૨૦૧૯થી થઈ છે. તા. ૩0 જૂનનાં રોજ યોગ, હેલ્થ અને વિમેન એમ્પાવરમેન્ટ સેશન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. સીએ ડેની ઉજવણી તા. ૨0 જુલાઈ સુધી ચાલશે. મલેશિયાનાં કુઆલાલુમ્પુરમાં તા. ૧૫ જુલાઈ થી ૨૦ જુલાઈ ૨૦૧૯ દરમિયાન યોજાનારા ફોરેન્સીક એકાઉન્ટીંગ એન્ડ ફાયનાન્સિયલ ઈન્વેસ્ટીગેશનનાં પ્રથમ આંતરરાષ્ટ્રીય વર્કશોપમાં અમદાવાદની ટીમ ભાગ લઈ રહી છે.’

તેમણે ઉમેર્યું કે, ‘તા. ૧ જુલાઈનાં રોજ સીએ ડે નિમિત્તે અમે અમારી સ્મૃતિઓને તાજી કરીને ઉત્સાહ સાથે રાષ્ટ્રની સેવા કરવાની અમારી પ્રતિબધ્ધતા દોહરાવી હતી. તા. ૧ જુલાઈ સવારે રોજ સવારે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સરકારનાં ગૃહસચિવ શ્રી બ્રિજેશ કુમાર ઝા,આઈપીએસ મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આ કાર્યક્રમમાં ૯૪.૩ માય એફએમનાં આરજે લવ શાહ પણ હાજર રહ્યા હતા.’

સીએ ગણેશ નાદારે જણાવ્યું કે, ‘વોકેથોન બાદ અમદાવાદ બ્રાન્ચનાં પ્રાંગણમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે બ્રાન્ચનાં પ્રાંગણમાં ધ્વજારોહણ જીસીસીઆઈનાં પ્રેસિડેન્ટ સીએ દુર્ગેશ બુચનાં હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન,ઘરડાઘર અને અનાથાશ્રમની મુલાકાત જેવા કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા હતા.’ તા. ૧ જુલાઈ, ૨૦૧૯નાં રોજ સાંજે યોજનારાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ તેમનાં પરિવારો સાથે ઉપસ્થિત રહ્યા હતા.

તેમણે જણાવ્યું કે, ‘અમારી બ્રાન્ચ ગુજરાત યુનિવર્સિટીની શેઠ દામોદરદાસ સ્કૂલ ઓફ કોમર્સમાં શરૂ થઈ રહેલા જીએસટી માટેનાં સર્ટિફિકેટ કોર્સમાં પણ ભાગ લીધો છે. અમદાવાદ બ્રાન્ચ દ્વારા ટેકનિકલ સહકાર પૂરો પાડવામાં આવે છે.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.