Western Times News

Gujarati News

કોરોના વાયરસ : સહાયની મોદીની ઓફરથી ચીન ખુશ

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસથી ગ્રસ્ત ચીનને મદદરુપ થવા માટે પત્ર લખ્યા બાદ ચીન તરફથી આનું સ્વાગત કરવામાં આવ્યું છે. મોદીની ઓફર કરવામાં આવ્યા બાદ ચીને કહ્યું છે કે, મિત્રતા આમા સ્પષ્ટપણે દેખાઈ આવે છે. વડાપ્રધાને ચીની પ્રમુખ શી જિંગપિંગને પત્ર લખીને મદદની ઓફર કરી છે. ચીનમાં વાયરસના કારણે હજુ સુધી ૯૧૦થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. ચીનના હુબેઈ પ્રાંતમાં સૌથી વધુ અસરગ્રસ્તો છે. અહીં ૯૦થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે.

ચીનના વિદેશમંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યું છે કે, અમે કોરોના વાયરસની સામે ચીનની લડાઈમાં ભારતના સમર્થનથી પ્રભાવિત છીએ. સાથે સાથે આભાર પણ માનીએ છીએ. ઓનલાઈન મિડિયા બ્રિફિંગમાં મોદી તરફથી જિનપિંગને લખવામાં આવેલા પત્ર અંગે પૂછવામાં આવતા તેમણે આ મુજબની વાત કરી હતી. ભારતની સદ્‌ભાવનાના આ પગલાને લઇને ચીન ખુબ જ પ્રભાવિત થયું છે. વડાપ્રધાને જિનપિંગને પત્ર લખીને મદદની વાત કરી હતી. તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી આપી હતી. ચીન કોરોના વાયરસથી ગ્રસ્ત છે ત્યારે આ વાયરસના કારણે હજુ સુધી ચીનમાં ૯૦૦થી વધુના મોત થયા છે. પોતાના નાગરિકોને જુદા જુદા દેશો દ્વારા ખસેડવામાં આવી રહ્યા છે.

ભારતે પણ મોટી સંખ્યામાં પોતાના નાગરિકોને ખસેડી લીધા છે. કોરોના વાયરસથી ગ્રસ્ત દેશમાંથી ગુજરાતમાં પણ મોટી સંખ્યામાં લોકોને ખસેડવામાં આવ્યા છે. ભારતમાં હાલ હજારો લોકો ચકાસણી હેઠળ છે. ચીનમાં જીવલેણ બનેલા કોરોના વાયરસના કારણે મોતનો આંકડો ચિંતાજનકરીતે વધી રહ્યો છે. ચીનમાં આરોગ્ય તંત્ર આ કોરોના વાયરસની સામે નિસહાય છે. કોઇ કાબુ મેળવી લેવામાં સફળતા મળી રહી નથી. લોકોની હાલત કફોડી બનેલી છે. આજે મોતનો આંકડો વધીને ૯૧૦ ઉપર પહોંચી ગયો છે. જ્યારે કેસોની સંખ્યા ૪૦૬૧૪ સુધી પહોંચી ગઇ છે. હજુ સુધી ૬૪૯૪ની હાલત ગંભીર બનેલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.