UPI પિન નાખવાની જરૂર નથીઃ ફિગરપ્રિન્ટ અથવા ફેસ રિકગ્નિશનથી પેમેન્ટ કરી શકાશે
નવી દિલ્હી, યૂપીઆઈ પેમેન્ટને વધારે સરળ બનાવવા માટે ફિનટેક કંપની ફોનપેએ નવું ફીચર લોન્ચ કર્યું છે. હવે યુઝર્સ યૂપીઆઈ પેમેન્ટ કરતી વખતે ૪ અથવા ૬ અંકનો યૂપીઆઈ પિન નાખવાની જગ્યાએ તમારે ફોનના ફિગરપ્રિન્ટ અથવા ફેસ રિકગ્નિશનથી પેમેન્ટ કરી શકશો.
એમેઝોન પે, સ્લાઈસ એપમાં પણ આવી સુવિધા મળી રહી છે. આ ફીચરની મદદથી ૫૦૦૦ રૂપિયા સુધીના યૂપીઆઈ ટ્રાન્ઝેક્શન બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પૂરું કરી શકાશે. એટલે કે જો આપના ફોનમાં ફિગરપ્રિન્ટ અથવા ફેસ લોક સેટ છે તો તેનાથી પેમેન્ટ કન્ફર્મ થઈ જશે.
જો કે ૫૦૦૦ રૂપિયાથી વધારેના ટ્રાન્ઝેક્શન માટે યૂપીઆઈ પિન નાખવો જરૂરી રહેશે, જેથી સુરક્ષા બની રહે. કંપનીનું કહેવું છે કે આ ફીચર સુરક્ષા અને સુવિધા બંનેને શાનદાર બનાવશે. ભીડભાડવાળી જગ્યા પર યૂપીઆઈ પિન નાખતી વખતે શોલ્ડર સર્ફિગ એટલે કે પાસે ઊભેલા લોકો દ્વારા યૂપીઆઈ પિન જોઈ લેવાનો ખતરો રહે છે.
બાયોમેટ્રિક પેમેન્ટથી આ રિસ્ક ઓછું થશે. સાથે જ ખોટા યૂપીઆઈ પિન નાખવા અથવા યૂપીઆઈ પિન ભૂલી જવાના કારણે ફેલ થનારા ટ્રાન્ઝેક્શન પણ ઓછા થશે. ફોન પેના કો-ફાઉન્ડર અને સીટીઓ રાહુલ ચારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, ફોનપેએ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફીચર શરુ કરી દીધું છે.
હવે ૫૦૦૦ રૂપિયા સુધીનું યૂપીઆઈ પેમેન્ટ ફોન અનલોક કરવા જેટલું સરળ થઈ ગયું છે. આ ફીચર ફોનની હાર્ડવેયર-લેવલ સિક્યોરિટીનો ઉપયોગ કરે છે. તેનાથી પબ્લિક જગ્યા પર પેમેન્ટ વધારે સુરક્ષિત થશે અને પિન નાખવામાં થતી ભૂલ અથવા ફેલ ટ્રાન્ઝેક્શનની સમસ્યા પણ ખતમ થશે.
