Western Times News

Gujarati News

‘ઈઝ ઓફ લિવીંગ’ના વિઝનને ચરિતાર્થ કરતો રાજકોટનો શહેરી વિકાસ

આગામી સમયમાં રાજકોટના શહેરીજનોને મળશે અત્યાધુનિક  સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષકન્વેન્શન સેન્ટરઆવાસોફિલ્ટર પ્લાન્ટ અને લાયન સફારી પાર્કની ભેટ

રાજકોટ, વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના મંત્રને ચરિતાર્થ કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં શહેરોના સર્વાંગી વિકાસ માટે વિવિધ પરિયોજનાઓ ઝડપથી આગળ વધી રહી છે. રાજ્યના મહત્વપૂર્ણ એવા રાજકોટ શહેરમાં પણ આગામી સમયમાં વિવિધ પરિયોજનાઓથી ‘ઇઝ ઓફ લિવીંગ’ ને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવાસપુલ અને માર્ગ સહિતના વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ વેગવાન બન્યું છે. તેના પરિણામે આગામી દિવસોમાં રાજકોટવાસીઓને નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષફિલ્ટર પ્લાન્ટ અને લાયન સફારી પાર્ક જેવી સુવિધાઓની ભેટ મળશે.  

રાજકોટને મળશે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને આવાસોની સુવિધા

ગુજરાત સરકારના શહેરી વિકાસ વર્ષ 2025 અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.17માં આંતરરાષ્ટ્રીય કક્ષાનો અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ઓલમ્પિક્સ તથા કોમનવેલ્થ ગેમ્સની રમતોને ધ્યાનમાં રાખીને આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની આંતરરાષ્ટ્રીય કક્ષાની ડિઝાઇન અને સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. આ કોમ્પ્લેક્સ તૈયાર થયા બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેલાડીઓને ઉચ્ચ કક્ષાની તાલીમઆધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પર્ધાત્મક વાતાવરણ ઉપલબ્ધ થશે.

નાગરિકોને વાજબી કિંમતે આવાસ મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ₹119 કરોડથી વધુના ખર્ચે રેલનગર વિસ્તારમાં EWS- II પ્રકારના 1010 આવાસોની કામગીરી પૂર્ણતાના આરે છે. આવાસ યોજનામાં રૂફટોપ સોલાર સિસ્ટમપાણીની લાઈનડ્રેનેજ સિસ્ટમગેસ પાઈપ લાઈનઓટો ડોર લિફ્ટરેઇન વોટર હાર્વેસ્ટિંગઓટો DG જનરેટર સેટ્સફાયર ટેંક તથા ફૂલપ્રૂફ ફાયર સિસ્ટમચિલ્ડ્રન પ્લે એરિયા સહિતની સુવિધાઓ આપવામાં આવી છે. આ આવાસ યોજના ઇન્ટીગ્રેટેડ ઇન્ક્લુંઝીવ રીતે પ્લાન કરવામાં આવી છેજેમાં આંગણવાડી તેમજ શોપિંગ સેન્ટરની સુવિધાઓ પણ ઉપલબ્ધ બનશે.

અત્યાધુનિક કન્વેન્શન સેન્ટર અને સ્માર્ટ સીટી ખાતે અત્યાધુનિક વર્કિગ વિમેન હોસ્ટેલ

રાજકોટ એ સૌરાષ્ટ્રનું ઔદ્યોગિક હબ પણ છે. ઓટો એન્જીન્યરિંગ સહિત અનેક ક્ષેત્રે MSME ઉદ્યોગોની આગવી ભૂમિકા રહેલી છે. રાજકોટના આંગણે આગામી સમયમાં આધુનિક કન્વેન્શન સેન્ટરના નિર્માણ માટે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. સ્માર્ટ સીટી વિસ્તાર ખાતે અત્યાધુનિક વર્કિગ વિમેન હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશેજેના માટે ₹49 કરોડની રકમ ફાળવવામાં આવી છે. આ હોસ્ટેલ નિર્માણની કામગીરી અત્યારે પ્રગતિમાં છે.

ફિલ્ટર પ્લાન્ટ અને પમ્પિંગ સ્ટેશનની સુવિધાઓ

રાજકોટના વિસ્તરણ સાથોસાથ પીવાના શુદ્ધ પાણીની ઉપલબ્ધતા માટે ન્યારા ખાતે 50 MLD ક્ષમતાનો ફિલ્ટર પ્લાન્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેના માટે આ વિસ્તારમાં 342.72 લાખ લીટરની ક્ષમતાનો અન્ડરગ્રાઉન્ડ સંપ (અંડરગ્રાઉન્ટ સ્ટોરેજ સુવિધા) તેમજ પમ્પહાઉસની કામગીરી ચાલુ છે. તે સિવાય માધાપર વિસ્તારમાં ₹31.75 કરોડના ખર્ચે 24.19 MLનો ગ્રાઉન્ડ સર્વિસ રિઝર્વોયર (જમીન પર પાણી સંગ્રહ  માટેની ટાંકી) અને 3 MLનો એલિવેટેડ સર્વિસ રિઝર્વોયર (ઉંચાઇ પર પાણીની ટાંકી)ની સુવિધાઓ વિકસિત કરવામાં આવી રહી છે અને પમ્પિંગ સ્ટેશનની કામગીરી શરૂ છે.

લાયન સફારી પાર્ક બનશે આકર્ષણનું કેન્દ્ર

શહેરના પ્રવાસન વિકાસ તથા પ્રાકૃતિક પર્યાવરણના સંરક્ષણને ધ્યાને રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાયન સફારી પાર્ક પ્રોજેક્ટની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. લાયન સફારી પાર્ક પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં કમ્પાઉન્ડ દિવાલપ્રાણીઓ તથા મુલાકાતીઓની સલામતીને ધ્યાનમાં રાખી 5 મીટર ઊંચાઈની ચેઇનલીંક ફેન્સિંગ દિવાલની કામગીરીપ્રાણીઓ માટે આવશ્યક સુવિધાઓ પૂરું પાડવા હેતુથી નાઇટ શેલ્ટરપાર્કના આંતરિક વિસ્તારમાં સરળ અવરજવર માટે ઇન્ટરનલ રોડ બનાવવાની કામગીરી તેમજ પાર્ક વિસ્તારની બહાર ઇન્સ્પેકશન રોડનું બાંધકામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. લાયન સફારી પાર્ક આગામી દિવસોમાં શહેરીજનો માટે એક નવું આકર્ષણનું કેન્દ્ર બનશે.

રાજકોટ શહેરને વધુ ઉન્નત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અવિરત પ્રયાસો કરવામાં આવ્યા છે. અટલ સરોવરએઈમ્સઆંતરરાષ્ટ્રીય એરપોર્ટવિવિધ ફ્લાયઓવર સહિતના વિવિધ વિકાસ પ્રકલ્પો થકી રાજકોટની કાયપલટ થઈ છે અને શહેરીજનોની સુખાકારીમાં વધારો થયો છે. આ તમામ વિકાસકાર્યો શહેરીજનોની સુખાકારી વધારવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.