Western Times News

Gujarati News

સુરતની વૈશ્વિક ઉડાન: USD 10.55Bn નિકાસ સાથે ડાયમંડ સિટી બની ગ્લોબલ ટ્રેડ હબ; US, હોંગકોંગ અને UAE અગ્રણી નિકાસ સ્થળો

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) સાથે સુરતને મળશે વૈશ્વિક વેપારનો નવો વેગ

Surat, વૈવિધ્યતાનવીનતા અને સક્ષમ ઉદ્યોગ પરંપરાના આધારે ભારતની નિકાસ વ્યવસ્થા નવા માપદંડો સ્થાપિત કરી રહી છે. “વિકસિત ભારત@2047”ના વિઝન અંતર્ગત ભારતને 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના ધ્યેય તરફ આગળ વધતાંનિકાસ ક્ષેત્રને વિકાસના મુખ્ય ઉત્પ્રેરક તરીકે સ્વીકારવામાં આવ્યું છે. “મેક ઇન ઇન્ડિયા” અને “આત્મનિર્ભર ભારત” જેવા રાષ્ટ્રીય મિશનોના પ્રભાવથી ભારત વૈશ્વિક બજારમાં પોતાની ઓળખને નવી વ્યાખ્યા આપી રહ્યું છે અને ગ્રાહક આધારિત અર્થતંત્રમાંથી આત્મનિર્ભર ઉત્પાદન શક્તિ તરીકે ઉભરતું રહ્યું છે.

₹9.83 લાખ કરોડની નિકાસ સાથે ગુજરાત અગ્રેસર

ગુજરાતે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન ₹9.83 લાખ કરોડની નિકાસ નોંધાવી દેશની કુલ નિકાસમાં 27% થી વધુ યોગદાન આપીને રાષ્ટ્રીય સ્તરે અગ્રસ્થાન જાળવી રાખ્યું છે. આ સિદ્ધિમાં સુરતનું યોગદાન વિશેષ નોંધપાત્ર રહ્યું છે. વિશ્વવિખ્યાત હીરા ઉદ્યોગરેશમી સાડીઓ અને કાપડ ઉત્પાદનમાં આગવું સ્થાન ધરાવતું સુરતગુજરાતના વેપાર અર્થતંત્રનું મજબૂત કેન્દ્ર છે.

વિશ્વના 90% હીરા પ્રોસેસિંગ સાથે સુરતનો વૈશ્વિક દબદબો

નાણાકીય વર્ષ 2024-25માં સુરતે USD 10.55 બિલિયનની નિકાસ નોંધાવી છેજે તેના વૈશ્વિક વેપાર પ્રભુત્વને વધુ મજબૂત બનાવે છે. સુરત પ્રદેશ વિશ્વના આશરે 90% હીરાની પ્રક્રિયા કરે છે અને જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્ર કુલ નિકાસમાં લગભગ 70% ટકાનો હિસ્સો ધરાવે છે. નોંધનીય છે કેસુરતનું ઔદ્યોગિક પરિપ્રેક્ષ્ય માત્ર હીરા ઉદ્યોગ પૂરતું સીમિત નથી. શહેરમાં માનવસર્જિત રેશાકાર્બનિક રસાયણોયાંત્રિક મશીનરીટેકનિકલ ટેક્સટાઇલ્સ તથા વિવિધ કાપડ ઉત્પાદનો જેવા ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થઈ રહી છે. આ વૈવિધ્યસભર ઔદ્યોગિક માળખું સુરતને વૈશ્વિક પુરવઠા શ્રૃંખલામાં એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે સ્થાપિત કરે છે.

વૈશ્વિક સપ્લાય ચેઇનમાં સુરતનું વ્યૂહાત્મક સ્થાન

વૈશ્વિક બજારમાં સુરતની ઉપસ્થિતિ સતત વિસ્તરી રહી છે. યુનાઇટેડ સ્ટેટ્સ સુરતનો મુખ્ય વેપાર ભાગીદાર છેજ્યાં કુલ નિકાસમાં અંદાજે 32%નો હિસ્સો જાય છે. હોંગકોંગ (18%) અને યુએઈ (14%) પણ ઉચ્ચ મૂલ્યવાળા શિપમેન્ટ માટે મહત્વપૂર્ણ બજારો તરીકે ઊભર્યાં છે. ઉપરાંત બેલ્જિયમ અને ઇઝરાયલ જેવા પરંપરાગત બજારો સાથે સાઉદી અરેબિયાથાઇલેન્ડ સહિત અન્ય દેશોમાં પણ વેપાર સંબંધો વિસ્તરી રહ્યા છે.

 રોકાણકારો માટે દક્ષિણ ગુજરાત

આ વિકાસયાત્રાને વધુ ગતિ આપવા માટે એપ્રિલ 2026માં સુરતમાં યોજાનારી “વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) – દક્ષિણ ગુજરાત” એક મહત્વપૂર્ણ મંચ સાબિત થવાની છે. વાઇબ્રન્ટ ગુજરાત મોડેલને પ્રાદેશિક સ્તરે વિસ્તૃત કરતી આ પરિષદ “વિકસિત ગુજરાત@2047”ના લક્ષ્યોને સાકાર કરવા માટે રચાયેલ છે. દક્ષિણ ગુજરાત પ્રાદેશિક પરિષદ ભરૂચડાંગનવસારીસુરતતાપી અને વલસાડ જિલ્લાઓને આવરી લેશે.

રસાયણ અને પેટ્રોકેમિકલ્સકાપડ અને વસ્ત્રોજેમ્સ એન્ડ જ્વેલરીફાર્માસ્યુટિકલ્સકૃષિ અને ખાદ્ય પ્રોસેસિંગ જેવા ઉદ્ભવતા અને ઊંચી વૃદ્ધિ ધરાવતા ક્ષેત્રોને વિશેષ પ્રદર્શન મળશે. પરિષદ સ્થાનિક MSME એકમો અને આંતરરાષ્ટ્રીય બજારો વચ્ચે સેતુરૂપ બની માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના “વોકલ ફોર લોકલ” અને “લોકલ ફોર ગ્લોબલ”ની દ્રષ્ટિને વાસ્તવિકતા તરફ દોરી જશે.

આ સાથેભારત–યુરોપિયન યુનિયન (EU) તથા ભારત-યુએસ વચ્ચે થયેલા તાજેતરના વેપાર કરારોના પરિપ્રેક્ષ્યમાં VGRC દક્ષિણ ગુજરાતને વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષક ગંતવ્ય તરીકે રજૂ કરશે. ઉત્પાદન ક્ષમતામજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વ્યૂહાત્મક સ્થાનને આધારે દક્ષિણ ગુજરાત ભારતના નિકાસ આધારિત વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા તૈયાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.