Western Times News

Gujarati News

AIને કારણે ભારતમાં ૬૦ લાખ કોડર્સ નોકરી ગુમાવશે

પ્રતિકાત્મક

(એજન્સી)નવી દિલ્હી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ના કારણે ભારતના ૬૦ લાખ કોડરોનું અસ્તિત્વ જ ભયમાં મૂકાયું છે. સરકારે એકબાજુએ એઆઈ કંપનીઓ માટે લાલ જાજમ બિછાવી રહી છે અને તેમની ફેક્ટરીઓ સ્થાપવા માટે વિદેશી કંપનીને ૨૦-૨૦ વર્ષના ટેક્સ હોલિડે આપી રહી છે. તેની સામે કામ વગરના થઈ જનારા આ ૬૦ લાખ કોડરોને લઈને મગનું નામ મરી પાડયું નથી.

ઓટોમેશનમાં જબરદસ્ત વધારો થતાં તેને લગતી કામગીરીનો પણ વિસ્ફોટ થશે. તેના માટેના ૬૦ લાખ કોડર જેટલા મોટા વર્કફોર્સને કંઇ રાતોરાત રીસ્કિલ નહીં કરી શકાય. સરકારે એઆઈ કંપનીઓ માટે લાલજાજમ બિછાવવાની સાથે-સાથે આ કોડરોના રિસ્કિલ સહિતનો કોઈ બેક-અપ પ્લાન તૈયાર કર્યાે છે કે નહીં તે મોટો સવાલ ઉદભવે છે.

એઆઈએ ફક્ત કોડિંગ જ શું કામ ભારતના ૨૦૦ અબજ ડોલરની નિકાસ કરતાં મહાકાય સોફ્ટવેર સર્વિસિઝ માટે પણ મોટો ખતરો સર્જયો છે. આ કંપનીઓને હવે તાત્કાલિક ધોરણે તેમની નવી ભરતી અટકાવવાની કે ધીમી કરી દેવાની તથા વર્તમાન વર્કફોર્સને રિસ્કિલ કરવાની જરૂર પડી છે.

તેમા ટીસીએસ અને ઇન્ફોસિસ જેવી મોટી કંપનીઓએ તો એઆઈ સાથે તાદાત્મ્ય સાધી લીધું છે, પરંતુ બીજી આઇટી કંપનીઓને એઆઈ સાથે એડજસ્ટ થવામાં ફાંફા પડી રહ્યા છે તે મોટી હકીકત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.