Western Times News

Gujarati News

૧૮ હજારથી વધુ ગ્રામ પંચાયતોને પ્રાથમિક સાધનોની કિટ આપવાનો નિર્ણય

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ‘ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ ઇન ગુજરાત’ વિષય પર રાષ્ટ્રીય બેઠકનું આયોજન

આપત્તિ વ્યવસ્થાપન હવે માત્ર રાહત-પુનઃવસન પૂરતું મર્યાદિત નથીપરંતુ તેમાં નિવારણ, જાગૃતિ અને સર્વગ્રાહી આયોજનનો પણ સમાવેશ: અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ

આપત્તિ સમયે સૌથી અગત્યનું પાસું સામુદાયિક સ્વયંસેવકોની ભૂમિકા: NDMAના સચિવ

ગાંધીનગર, ગુજરાત રાજ્ય હંમેશા આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે અગ્રેસર રહ્યું છેત્યારે રાજ્યની આ સજ્જતાને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજે ‘ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ ઇન ગુજરાત’ વિષય પર એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સ્તરની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

 આ પ્રસંગે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ કહ્યું હતું કેઆપત્તિ વ્યવસ્થાપન હવે માત્ર રાહત અને પુનઃવસન પૂરતું મર્યાદિત નથી રહ્યુંપરંતુ તેમાં નિવારણજાગૃતિ અને સર્વગ્રાહી આયોજનનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન કેન્દ્રના માળખા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન-DRRના ૧૦ મુદ્દાના એજન્ડા સાથે સંપૂર્ણપણે સુસંગત છેજે શહેરોથી લઈને ગ્રામીણ સ્તર સુધી વિસ્તરેલો છે.

 તેમણે જણાવ્યું હતું કેઆપત્તિ સમયે SEOC દ્વારા તમામ જિલ્લાઓ અને તાલુકાઓ સાથે સંકલન સાધવામાં આવે છે. રાજ્યમાં ભૂતકાળમાં આવેલા વાવાઝોડા તથા પૂર જેવી કુદરતી આપત્તિઓ દરમિયાન થયેલા અનુભવો અને મોકડ્રીલ થકી તૈયારીઓને વધુ મજબૂત બનાવવામાં આવી છે. જેમાં ઓઈલ અને ગેસ ઈન્સ્ટોલેશન તથા ન્યુક્લિયર કેન્દ્રો પર કરવામાં આવેલી સુરક્ષા કવાયતો પર ખાસ ભાર મૂકવામાં આવે છે.

 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન રાજ્ય મંત્રી શ્રી સંજયસિંહ મહીડાના નેતૃત્વમાં રાજ્ય સરકારે અનેક પહેલ શરૂ કરી છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા નવીનતમ પહેલ તરીકે સજ્જ સમૂદાયસુરક્ષિત ગામ‘ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છેજેમાં BISAGના માધ્યમથી ગામડાઓ અને તાલુકા સ્તરના લાખો નાગરિકોને સતત ઓનલાઇન અને હાઇબ્રિડ તાલીમ આપવામાં આવે છે.

આપત્તિ વ્યવસ્થાપન ભંડોળનો મહત્તમ ઉપયોગ કરીને વીજળીના ટાવરોની મજબૂત કનેક્ટિવિટીઅવિરત ઇલેક્ટ્રિસિટી જેવી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ગ્રામ પંચાયત સ્તરે ૧૮ હજારથી વધુ ગ્રામ પંચાયતોને પ્રાથમિક સાધનોની કિટ આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છેતેમ તેમણે ઉમેર્યું હતું.

 આ પ્રસંગે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી-NDMAના સચિવ શ્રી મનીષ ભારદ્વાજે જણાવ્યું હતું કેઆપત્તિ સમયે સૌથી અગત્યનું પાસું સામુદાયિક સ્વયંસેવકોની ભૂમિકા છે. કોઈપણ આપત્તિ સમયે સૌથી પહેલો પ્રતિસાદ સ્થાનિક નાગરિકો જ આપે છે. જેથી સામાન્ય નાગરિકોડ્રાઈવરો અને વેપારીઓને પણ સીપીઆર અને પ્રાથમિક સારવાર જેવી તાલીમ આપવી જોઈએ. સરકારી અને ખાનગી શાળાઓમાં અગ્નિ સુરક્ષાના કડક ધોરણોનું પાલન થવું જોઈએ. જો આ પ્રકારના વ્યાપક કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવે તો તે સમગ્ર દેશ માટે એક આદર્શ મોડેલ બની શકે છે.

 તેમણે વધુમાં ઉમેર્યું કેરાજ્યના કોઈપણ ખૂણે આગ લાગવાની ઘટના બને ત્યારે ફાયર બ્રિગેડનો પ્રતિસાદ સમય ૫ મિનિટથી ઓછો હોવો જોઈએ. આ ઉપરાંતજંગલમાં લાગતી આગ જેવી ઘટનાઓને રોકવા માટે વન વિભાગોને પણ આધુનિક ટેકનોલોજીસાધનો અને પ્રોજેક્ટ્સથી સજ્જ કરવાની જરૂરિયાત પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો.

 શ્રી ભારદ્વાજે કહ્યું હતું કેસમગ્ર દેશના શહેરોએ પૂર અથવા વાદળ ફાટવા જેવી કુદરતી આપત્તિઓ સામે ૧૦૦ ટકા સક્ષમ બનવું જોઈએ. જ્યારે પણ આવી કટોકટી સર્જાયત્યારે શહેર-ગ્રામીણ વિસ્તારની વીજળીનિકાસ સુવિધાઓ અને પરિવહન જેવી આવશ્યક સેવાઓમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ. જે માટે સરકારના તમામ વિભાગોએ સાથે મળીને કામ કરવું જોઈએ.

 આ પ્રસંગે NDMAના સભ્ય ડૉ. દિનેશકુમાર અસવાલે જણાવ્યું હતું કેઆપત્તિ વ્યવસ્થાપન એ માત્ર હોનારત પછીની પ્રક્રિયા નથીપરંતુ તે અગાઉથી કરેલી તૈયારી અને તેના જોખમોને ઘટાડવાની વ્યૂહરચના છે. ખાસ કરીને ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં કેમિકલ ઉદ્યોગોનું પ્રમાણ વધુ છેત્યાં અકસ્માતો ઘટાડવા માટે સજ્જતા અને વૈજ્ઞાનિક ડેટા આધારિત આયોજન અત્યંત અનિવાર્ય છે.

 તેમણે રિસ્ક મેપિંગ‘ અને ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂકતા કહ્યું હતું કેદરેક વિભાગે પોતાની શક્તિ અને નબળાઈઓ ઓળખીને એક સક્ષમ ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરવો જોઈએ. સ્થાનિક યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓની મદદ લઈને ડેટા તૈયાર કરવો જોઈએ જેથી વિકાસલક્ષી કાર્યક્રમોમાં સુરક્ષાની ખાતરી કરી શકાય. આધુનિક સમયમાં ગ્લોબલ વોર્મિંગ અને અનિયમિત વરસાદને કારણે આવતા નવા જોખમો જેવા કે શહેરી પૂર અને હીટવેવ સામે લડવા માટે પૂર્વ તૈયારી અને પ્રારંભિક ચેતવણી પ્રણાલી વિકસાવવી ખૂબ જરૂરી છે.

તેમણે નાણાકીય પાસાઓની ચર્ચા કરતા જણાવ્યું હતું કે ૧૬મા નાણા પંચ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન માટે માતબર રકમ ફાળવવામાં આવી છે. આ ભંડોળનો લાભ લેવા માટે દરેક વિભાગે પોતાના મિટિગેશન પ્રોજેક્ટ્સ તૈયાર કરવા પડશે અને તેને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પોર્ટલ સાથે જોડવા પડશે. ગુજરાત માટે પણ ભંડોળમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છેજેનો ઉપયોગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે કરી શકાશે.

 આ પ્રસંગે શાબ્દિક સ્વાગત કરતાં GSDMAના સીઇઓ શ્રી આલોકકુમાર પાંડેએ જણાવ્યું હતું કેકેન્દ્ર સરકારની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી-NDMA અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી-GSDMA દ્વારા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ગાંધીનગર ખાતે આજે ‘ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ ઇન ગુજરાત’ વિષય પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં રાજ્યમાં સંભવિત કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ સામે રક્ષણ મેળવવા માટેની તૈયારીઓની સમીક્ષાઆપત્તિ વ્યવસ્થાપનમાં ફોરેન્સિક સાયન્સ અને આધુનિક તકનીકોના ઉપયોગ, NDMA અને રાજ્ય સરકાર વચ્ચેના સંકલનને વધુ મજબૂત બનાવી આપત્તિ સમયે ન્યૂનતમ નુકસાન થાય તેવું માળખું તૈયાર કરવું જેવા વિવિધ વિષયો પર વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.

 આ બેઠકમાં પંચાયત વિભાગના અગ્ર સચિવ શ્રી મિલિન્દ તોરવાણેકમિશનર ઓફ મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન શ્રી રમ્યા મોહન, PCCF અને ચીફ વાઇલ્ડ લાઈફ વોર્ડન શ્રી જયપાલસિંઘપ્રો. પૂજા સકશેનાસીની. કન્સલ્ટન્ટ ડૉ. વિનોદ કૌશિક, SDRFના એડીજીપી શ્રી વિશાલ વાઘેલા, SEOC ના ડાયરેક્ટર શ્રી સુભાષ સાવલિયા, GIDMના ડાયરેક્ટર શ્રી નિસર્ગ દવે, BISAGના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી ખાલિદ મહેમૂદ, ISR ના સાયન્ટિસ્ટ શ્રી સંતોષકુમાર સહિત NDRF, SDRF, BSF, IMD, ગુજરાત મેરીટાઇમ બોર્ડએનિમલ હસબન્ડરીએગ્રીકલ્ચરફાયરસેફટી અને હેલ્થ સહિતના વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.