સુરતમાં બે છાત્રાના આપઘાત બાદ મસ્કે ટિ્વટ કરી ચિંતા દર્શાવી
સુરત, સુરતમાં બે વિદ્યાર્થિનીના આપઘાતના મુદ્દે ઈલોન મસ્કે એક્સ પર ટિ્વટ કરીને ચિંતા વ્યક્ત કરી છે. ૬ માર્ચ, ૨૦૨૬ના રોજ બે કોલેજીયન વિદ્યાર્થિનીના આપઘાત કરી લીધો હતો. બંને વિદ્યાર્થિનીએ ચેટજીપીટી પર હાઉ ટુ કમીટ સુસાઈડ તરીકે સંબંધિત માહિતી સર્ચ કર્યા બાદ એનેસ્થેસિયાના ઇન્જેક્શન લઈ આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવની જાણકારી મળતાં, વિશ્વના સૌથી મોટા ઉદ્યોગપતિ અને એક્સના માલિક ઈલોન મસ્કે એક્સ પર આશ્ચર્ય અને આઘાત વ્યક્ત કર્યાે હતો.મસ્કે વાઈક્સ લખીને ઘટનાને ગંભીરતાથી લીધી છે. મસ્કની ટિપ્પણી સાથે જ આ મુદ્દો વૈશ્વિક સ્તરે ચર્ચામાં આવ્યો છે, અને એઆઈ અને ટેકનોલોજીના દુરુપયોગ અંગે વૈશ્વિકસ્તરે ધ્યાન કેન્દ્રિત થયું છે.
એક્સ પર મસ્કની ટિપ્પણી પછી, અનેક ન્યુઝ પોર્ટલ્સ અને આંતરરાષ્ટ્રીય મીડિયા આ ઘટનાને એઆઈ સલામતી અને મેન્ટલ હેલ્થ સાથે જોડીને રિપોર્ટ કરવા લાગ્યા છે.નિષ્ણાતોનુ માનવું છે કે, એઆઈ ટૂલ્સનું નૈતિક અને સલામતીના ધોરણો અનુસાર નિયંત્રણ જરૂરી છે, નહીંતર આવી કરુણ ઘટનાઓ વધવાની શક્યતા રહે છે.
મહત્વનું છે કે સુરતના ડિંડોલીમાં રોશની શિરસાઠ અને જ્યોત્સના ચૌધરી નામની વિદ્યાર્થિનીએ શુક્રવારે આપઘાત કરી લીધો હતો. તેમના મોબાઈલની તપાસમાં ચેટજીપીટી પર હાઉ ટુ કમીટ સુસાઈડ તરીકે સર્ચ કર્યું હતું.SS1MS
