Western Times News

Gujarati News

અમેરિકામાં હત્યારા ગુજરાતીને પકડવા ઇનામની રકમ વધારી ૧૦ લાખ ડોલર કરાઇ

ન્યૂયોર્ક , એફબીઆઇએ ૨૦૧૫માં પોતાની પત્નીની હત્યા કરનાર ભારતીય નાગરિકની માહિતી આપનાર માટે ઇનામની રકમ ૨.૫ લાખ ડોલરથી વધારી ૧૦ લાખ ડોલર કરી દીધી છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. છેલ્લે મળેલી માહિતી મુજબ ૩૫ વર્ષીય ભદ્રેશકુમાર ચેતનભાઇ પટેલ ન્યૂજર્સીનાં નેવાર્કમાં રહેતો હતો.

પટેલે ૧૨ એપ્રિલ, ૨૦૧૫નાં રોજ પોતાની પત્નીની હત્યા કરી હતી. પતિ અને પત્ની એક જ દુકાનમાં કામ કરતા હતાં. પટેલ એફબીઆઇનાં દસ મોસ્ટ વોન્ટેડ ભાગેડુંની યાદીમાં સામેલ છે. એફબીઆઇએ મંગળવારે જાહેરાત કરી હતી કે ભદ્રેશકુમાર અંગે માહિતી આપનાર વ્યકિતને ઇનામ તરીકે ૧૦ લાખ ડોલર આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં પટેલ અંગે માહિતી આપનાર માટે એક લાખ ડોલરનું ઇનામ રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ ઇનામની રકમ વધારી ૨.૫ લાખ ડોલર કરવામાં આવી હતી. અને હવે ઇનામની આ રકમ વધારી ૧૦ લાખ ડોલર કરી દેવામાં આવી છે. પટેલ પર ફર્સ્ટ ડિગ્રી મર્ડર, સેકન્ડ ડિગ્રી મર્ડર, ફર્સ્ટ ડિગ્રી અસોલ્ટ, સેકન્ડ ડિગ્રી અસોલ્ટ, ઇજા પહોંચાડવાનાં હેતુ માટે ખતરનાક શસ્ત્રો રાખવાનો આરોપ છે.

૨૦ એપ્રિલ, ૨૦૧૫નાં રોજ યુનાઇટેડ સ્ટેટ્‌સ ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ડિસ્ટ્રિક્ટ ઓફ મેરીલેન્ડ, બાલ્ટીમોર, મેરીલેન્ડમાં એક ફેડરલ ધરપકડ વોરન્ટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. તે સમયે પટેલ પર કેસથી બચવા માટે ગેરકાયદેસર રીતે ભાગવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ૨૦૧૭ની એફબીઆઇ પ્રેસ રિલિઝ અનુસાર પટેલ અને તેની પત્ની બંને પોતાના એક સંબધીની દુકાનમાં નાઇટ શિફ્ટમાં કામ કરતા હતાં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.