Western Times News

Gujarati News

વિશ્વના સૌથી મોટા ન્યુક્લિયર યુદ્ધજહાજ USS ગેરાલ્ડ ફોર્ડમાં આગ

વાશિગ્ટન, અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધમાં સામેલ અને વિશ્વના સૌથી મોટા અમેરિકન યુદ્ધજહાજ યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડ’માં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે.

રાતા સમુદ્રમાં તૈનાત આ વિશાળ એરક્રાફ્ટ કેરિયરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જોકે, આ ઘટના યુદ્ધ સાથે સંબંધિત નથી તેમ અમેરિકન નેવીએ સ્પષ્ટ કર્યું છે.યુએસ સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, ૧૨ માર્ચના રોજ રાતા સમુદ્રમાં સાઉદી અરેબિયાના અલ વજહના કિનારા પાસે આ યુદ્ધજહાજ પર આગ લાગી હતી.

આગની શરૂઆત જહાજના મેઈન લોન્ડ્રી વિસ્તારમાંથી થઈ હતી. આ અકસ્માતમાં અમેરિકાના બે સૈનિકો સામાન્ય દાઝ્યા છે, જેમને હાલ તબીબી સારવાર આપવામાં આવી રહી છે. તેમની હાલત સ્થિર હોવાનું અને ઈજાઓ જીવલેણ ન હોવાનું નેવી દ્વારા જણાવાયું છે.અમેરિકાએ દાવો કર્યાે છે કે, આ આગને તાત્કાલિક કાબૂમાં લઈ લેવામાં આવી હતી. સૌથી મહત્વની વાત એ છે કે જહાજના મુખ્ય એન્જિન ગણાતા પ્રોપલ્શન પ્લાન્ટને કોઈ નુકસાન થયું નથી.

આ એરક્રાફ્ટ કેરિયર અત્યારે સંપૂર્ણપણે ચાલુ સ્થિતિમાં છે અને ‘ઓપરેશન એપિક ફ્યુરી’ હેઠળ ઈરાન વિરુદ્ધની સૈન્ય કાર્યવાહીમાં સક્રિય રીતે ભાગ લઈ રહ્યું છે. આ યુદ્ધજહાજ સાથે અન્ય ત્રણ સહાયક જહાજો – યુએસએસ મહાન, યુએસએસ બેનબ્રિજ અને યુએસએસ વિન્સ્ટન એસ. ચર્ચિલ પણ તૈનાત છે.

‘યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડ’ વિશ્વની સૌથી મોટું અને મોંઘુ એરક્રાફ્ટ કેરિયર છે. તેની લંબાઈ ૩૩૩ મીટર છે અને તેનું વજન આશરે ૧ લાખ ટન છે. તે ન્યુક્લિયર પાવર્ડ જહાજ છે, જેમાં બે એ૧બી ન્યુક્લિયર રિએક્ટર લાગેલા છે. આ જહાજ ૯૦થી વધુ ફાઈટર જેટ્‌સ લઈ જવાની ક્ષમતા ધરાવે છે. આ જહાજ બનાવવાનો ખર્ચ આશરે ૧૩ અબજ ડોલર થયો છે, જે તેને દુનિયાનું સૌથી મોંઘું યુદ્ધજહાજ બનાવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.