Western Times News

Gujarati News

સુરતના વેલંજામાં દોઢ વર્ષથી ધમધમતું નકલી ઘીનું કારખાનું ઝડપાયું

સુરત, સુરતના ઉમરા-વેલંજા રોડ પર આવેલા અવસર પ્લાઝામાં છેલ્લા દોઢ વર્ષથી ચાલતી નકલી ઘી બનાવવાની ફેક્ટરી પર ઉત્રાણ પોલીસે દરોડો પાડી ૫૮૩ કિલોગ્રામ તૈયાર નકલી ઘી સહિત અંદાજે પાંચ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યાે છે. આ મામલે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે ફેક્ટરીનો માસ્ટર માઈન્ડ વોન્ટેડ જાહેર કરાયો છે.

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, અવસર પ્લાઝાની દુકાન નંબર ૧૦૬ અને ૧૦૮માં આ કૌભાંડ ચાલી રહ્યું હતું. આરોપી પિયુષ વિઠ્ઠલ સાંગાણી છેલ્લા દોઢ વર્ષથી અસલ ઘી જેવી સુગંધ લાવવા માટે ઘાતક કેમિકલ સિરપ ઉમેરતો હતો. આ નકલી જથ્થો ‘શ્રી સહજાનંદ’ અને ‘શ્રી ગજાનંદ’ જેવી બ્રાન્ડના નામે પેક કરી સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં શુદ્ધ ઘી તરીકે વેચવામાં આવતો હતો.

દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી ૩૨ વર્ષીય નિહાર ભરત મોવલીયાને ઝડપીને ૩.૫૦ લાખની કિંમતનું ૫૮૩ કિલો નકલી ઘી, ૨૨૦૦ નંગ ખાલી-ભરેલા ડબ્બા, સોયાબીન તેલ અને ડાલડાના ડબ્બા, સીલિંગ મશીન, વજન કાંટો, થર્માેમીટર અને ગેસ સિલિન્ડર સહિત કુલ પાંચ લાખનો મુદ્દામાલ કબજે કર્યાે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.