Western Times News

Gujarati News

ચૂંટણી પહેલા બંગાળના સરકારી કર્મચારીઓને મમતા બેનર્જીની ભેટ

File Photo

પશ્ચિમ બંગાળમાં ૧૫ વર્ષ જૂનું ડીએ એરિયર્સ ચૂકવવાની જાહેરાત

(એજન્સી)કોલકાતા, પશ્ચિમ બંગાળ સરકારના કર્મચારીઓને રવિવારે મોટી ખુશખબર મળી છે. ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યના કર્મચારીઓનું ૨૦૦૯થી બાકી રહેલું મોંઘવારી ભથ્થું એરિયર્સ ચૂકવવામાં આવશે.

ચૂંટણી પંચ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખો જાહેર કરવા જઈ રહ્યું છે. ત્યારબાદ જે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે, ત્યાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ જશે. આવી સ્થિતિમાં રાજ્ય સરકારો કોઈ નવી જાહેરાત કરી શકશે નહીં. આચાર સંહિતા લાગુ થાય તે પહેલા જ મમતા બેનર્જીએ મોંઘવારી ભથ્થું એરિયર્સ સહિત અનેક મોટી જાહેરાતો કરી દીધી છે.

મમતા બેનર્જીએ રવિવારે જાહેરાત કરી કે, તેમની સરકાર આ વર્ષે માર્ચથી પોતાના કર્મચારીઓ અને પેન્શનરો, જેમાં શિક્ષકો, બિન-શૈક્ષણિક કર્મચારીઓ અને અનુદાનિત (ગ્રાન્ટ-ઈન-એઈડ) સંસ્થાઓના કર્મચારીઓ સામેલ છે. તેમના ડ્ઢછ (મોંઘવારી ભથ્થા)ના બાકી લેણાંની ચુકવણી કરશે. બેનર્જીએ ‘ઠ’ પર એક પોસ્ટમાં જણાવ્યું કે, “અમારા નાણા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનાઓમાં જણાવેલ પદ્ધતિઓ અનુસાર,

તેમને માર્ચ ૨૦૨૬થી રોપા ૨૦૦૯ના ડીએ એરિયર્સ મળવાનું શરૂ થઈ જશે. આ બાકી રકમ ‘પગાર અને ભથ્થાંના સુધારા’ ૨૦૦૯ સાથે સંબંધિત છે. આ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની લાંબા સમયથી ચાલી આવતી માંગ હતી, જેમાં શિક્ષકો, મહાનગરપાલિકા અને પંચાયત કર્મચારીઓ તેમજ અન્ય અનુદાનિત સંસ્થાઓના પગાર અને ભથ્થાંનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારના કર્મચારીઓના એક જૂથે આ વિવાદિત મુદ્દે ડ્ઢછ એરિયર્સની ચુકવણીની માંગ સાથે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે ૩૧ માર્ચ ૨૦૨૬ સુધીમાં કર્મચારીઓને ડ્ઢછની બાકી રકમના ૨૫ ટકા જાહેર કરવાનો આદેશ આપ્યો હતો.

રાજ્યએ એક ‘આદર્શ એમ્પ્લોયર’ તરીકે કામ કરવું જોઈએ તે વાત પર ભાર મૂકતા, જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે કર્મચારીઓ માટે ન્યાય સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્્યો હતો.

આ પ્રક્રિયાની દેખરેખ રાખવા માટે સુપ્રીમ કોર્ટે એક સમિતિની પણ રચના કરી છે, જેના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ ઇન્દુ મલ્હાત્રા, જસ્ટિસ તિલક સિંહ ચૌહાણ અને જસ્ટિસ ગૌતમ માઘુરિયા છે. આ સમિતિને ૬ માર્ચ સુધીમાં બાકી રકમની કુલ વિગત અને ચુકવણીનો ચોક્કસ કાર્યક્રમ નક્કી કરવા તેમજ ચુકવણી પ્રક્રિયા પર દેખરેખ રાખવાનું કામ સોંપવામાં આવ્યું છે.

સુપ્રીમ કોર્ટે દ્વારા નક્કી કરાયેલ સમયમર્યાદા અનુસાર, બાકીના ૭૫ ટકા રકમનો પ્રથમ હપ્તો ૩૧ માર્ચ સુધીમાં ચૂકવી દેવો જોઈએ અને આગામી સુનાવણીની તારીખ એટલે કે ૧૫ એપ્રિલ સુધીમાં આ સંબંધમાં વિગતવાર પાલન અહેવાલ રજૂ કરવો પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.