પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવાથી ફાયદો કોને થશે?
AI Image.
આસામ, કેરળ અને પુડુચેરીમાં ૯ એપ્રિલે મતદાન થશે, જ્યારે પશ્ચિમ બંગાળમાં ૨૩ અને ૨૯ એપ્રિલના રોજ બે તબક્કમાં મતદાન યોજાશે
પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર: બંગાળમાં બે તબક્કામાં ચૂંટણી
(એજન્સી)નવી દિલ્હી, પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીની વિધાનસભાની ચૂંટણીની તારીખો ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. નવી દિલ્હી ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે અન્ય ચૂંટણી કમિશનરોની સાથે મળીને પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે.
૪ રાજ્યોમાં વિધાનસભાનો કાર્યકાળ મે ૨૦૨૬માં પૂરો થઈ રહ્યો છે, જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભાનો કાર્યકાળ જૂન મહિનામાં પૂરો થઈ રહ્યો છે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરતા કહ્યું કે, આસામ, કેરળ અને પુડુચેરીમાં ૯ એપ્રિલે મતદાન થશે, જેના પરિણામો ૪ મેના રોજ આવશે. આસામ, કેરળ, પુડુચેરીમાં ૯ એપ્રિલે એક તબક્કામાં ચૂંટણી યોજાશે. જ્યારે મતગણતરી ૪ મે ૨૦૨૬ના રોજ હાથ ધરાશે.
પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરતા તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં ૨૩ અને ૨૯ એપ્રિલના રોજ બે તબક્કમાં મતદાન થશે. જ્યારે ૪ મે ૨૦૨૬ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. તમિલનાડુમાં એક જ તબક્કામાં ૨૩ એપ્રિલના રોજ મતદાન થશે, જ્યારે ૪ મે ૨૦૨૬ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
-
સુરક્ષા અને દેખરેખ: વિરોધ પક્ષોનો આરોપ રહ્યો છે કે વધુ તબક્કા હોય ત્યારે અસામાજિક તત્વો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને હિંસા કરે છે. બે તબક્કા હોવાથી કેન્દ્રીય સુરક્ષા દળોનું (CAPF) ધ્યાન વધુ કેન્દ્રિત રહેશે, જે BJP માટે ‘મુક્ત અને ન્યાયી’ મતદાનની દ્રષ્ટિએ ફાયદાકારક બની શકે.
-
કેન્દ્રીય નેતાઓની હાજરી: BJP ના રાષ્ટ્રીય નેતાઓ (PM મોદી, અમિત શાહ) માટે પ્રચારનું આયોજન કરવું સરળ બનશે, કારણ કે તેમને લાંબો સમય બંગાળમાં રોકાવું નહીં પડે.
૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીના પરિણામો ૨ મેના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. આ ચૂંટણીઓમાં મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસ ૨૯૪ વિધાનસભા બેઠકોમાંથી ૨૧૩ બેઠકો જીતીને સત્તામાં પાછી આવી હતી. જે ૨૦૧૬ની ચૂંટણીઓ કરતા શ્રેષ્ઠ પ્રદર્શન હતું. ૭૭ બેઠકો જીતીને ભાજપ પ્રથમ વખત રાજ્યમાં મુખ્ય વિપક્ષી પક્ષ તરીકે ઉભરી આવ્યો. ડાબેરી અને કોંગ્રેસ પક્ષનું ગઠબંધન – જે લાંબા સમય સુધી પશ્ચિમ બંગાળમાં સત્તા પર હતું, જે શૂન્ય બેઠકો પર સમેટાયું.
ભારતીય ધર્મનિરપેક્ષ મોરચા અને સ્વતંત્ર ઉમેદવારોએ એક-એક બેઠક મેળવી હતી. ૨૦૨૧માં આ પાંચેય રાજ્યોની ચૂંટણીઓ ૨૬ ફેબ્રુઆરીએ યોજાઈ હતી. અગાઉના પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ આઠ તબક્કામાં યોજાઈ હતી. ૨૦૨૧માં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ અને કેરળ વિધાનસભાઓની મુદત અનુક્રમે ૭ મે, ૧૦ મે, ૨૦ મે અને ૨૩ મેના રોજ સમાપ્ત થઈ રહી છે.
પુડુચેરી વિધાનસભાનો કાર્યકાળ છેલ્લે ૧૫ જૂને સમાપ્ત થઈ રહ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે, અંતિમ યાદી મુજબ, આસામમાં આશરે ૨.૫૦ કરોડ, કેરળમાં ૨.૭૦ કરોડ, પુડુચેરીમાં ૯.૪૪ લાખ, તમિલનાડુમાં ૫.૬૭ કરોડ અને ૨૮ ફેબ્રુઆરીએ જાહેર કરાયેલ અંતિમ યાદી મુજબ પશ્ચિમ બંગાળમાં ૬.૪૪ કરોડ મતદારો છે.
ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં શાંતિપૂર્ણ, સુરક્ષિત અને નિષ્પક્ષ ચૂંટણીઓ યોજવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પત્રકાર પરિષદ દરમિયાન જાહેર કરાયેલા આંકડા મુજબ, આ વિશાળ ચૂંટણી પ્રક્રિયાની સફળતા સુનિશ્ચિત કરવા માટે કુલ આશરે ૨૫ લાખ ચૂંટણી અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે.
ચૂંટણી પ્રક્રિયામાં મતદાન સ્ટાફ (પોલિંગ કર્મચારી)ઃ લગભગ ૧૫ લાખ, સુરક્ષા કર્મચારીઓઃ ૮.૫ લાખ, મતદાન માટે માઈક્રો ઓબ્ઝર્વરઃ લગભગ ૪૯ હજાર, કાઉન્ટિંગ અધિકારીઃ લગભગ ૪૦ હજાર, સેક્ટર ઓફિરર્સઃ લગભગ ૨૧ હજાર, કાઉન્ટિંગ માટે માઈક્રો ઓબ્ઝર્વરઃ લગભગ ૧૫ હજાર, ઓબ્ઝર્વરઃ ૧,૪૪૪ જોડાશે.
The Election Commission of India has announced the dates for Assembly elections in five states and Union Territories: Assam – Date of Polling: 9th April – Date of Counting: 4th May Tamil Nadu – Date of Polling: 23rd April – Date of Counting: 4th May West Bengal – Date of Polling: 23rd April (1st phase), 29th April (2nd phase) – Date of Counting: 4th May Keralam – Date of Polling: 9th April – Date of Counting: 4th May Puducherry – Date of Polling: 9th April – Date of Counting: 4th May
