પાકિસ્તાનની બર્બરતા: અફઘાનિસ્તાનની હોસ્પિટલ પર એરસ્ટ્રાઈક, 400 થી વધુ લોકોના મોતથી ખળભળાટ
કાબુલ: પવિત્ર રમઝાન માસના અંતિમ દિવસોમાં અને ઈદની પૂર્વસંધ્યાએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ સર્જાયો છે. પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક ડ્રગ રિહેબિલિટેશન હોસ્પિટલ પર ભીષણ હવાઈ હુમલો કર્યો છે, જેમાં અત્યાર સુધીમાં 400 થી વધુ લોકોના મોત થયા હોવાના ચોંકાવનારા અહેવાલ પ્રાપ્ત થયા છે.
અફઘાનિસ્તાનના નાયબ સરકારના પ્રવક્તા હમદુલ્લાહ ફિતરતે પાકિસ્તાની હુમલાની પુષ્ટિ કરી. તેમણે જણાવ્યું કે પાકિસ્તાની હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૪૦૦ લોકો માર્યા ગયા છે અને ૨૫૦ લોકો ઘાયલ થયા છે.
Over 400 killed in bombing of hospital in Afghanistan’s capital Kabul, Pakistan blamed for attack
BREAKING NEWS:
This morning at around 9:00 AM, the Pakistani military bombed the 2,000-bed “Umeed” rehabilitation hospital for addicts. Large parts of the hospital have been destroyed, & there are fears of heavy casualties. Tragically, the number of confirmed deaths has reached… pic.twitter.com/68mbqnkqiy— Afghanistan Defense (@AFGDefense) March 16, 2026
તેમણે X પર લખ્યું, પાકિસ્તાની સેનાએ સવારે ૯ વાગ્યે ઓમિદ વ્યસન સારવાર હોસ્પિટલ પર હવાઈ હુમલો કર્યો. આ હોસ્પિટલમાં ડ્રગ્સના વ્યસનની સારવાર માટે ૨,૦૦૦ પથારી છે. આ હુમલામાં હોસ્પિટલનો મોટો ભાગ નાશ પામ્યો હતો, અને ઘણા લોકોના મોતની આશંકા છે. કમનસીબે, અત્યાર સુધીમાં ૪૦૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે ૨૫૦ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. બચાવ ટીમો આગને કાબૂમાં લેવા અને ઘટનાસ્થળે પીડિતોના મૃતદેહ મેળવવા માટે કામ કરી રહી છે.
હોસ્પિટલ કાટમાળમાં ફેરવાઈ: ભારે જાનહાનિ
સોમવારની રાત્રિથી જ અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારો અને કાબુલમાં પાકિસ્તાની વિમાનો ત્રાટક્યા હતા. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર:
-
નિશાન: કાબુલની ‘ઓમિદ વ્યસન સારવાર હોસ્પિટલ’.
-
ક્ષમતા: આ હોસ્પિટલમાં ડ્રગ્સના વ્યસનીઓની સારવાર માટે 2,000 પથારીઓ ઉપલબ્ધ હતી.
-
નુકસાન: હવાઈ હુમલામાં હોસ્પિટલનો મોટો ભાગ જમીનદોસ્ત થઈ ગયો છે.
-
હતાહત: 400 લોકોના મોત અને 250થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
અફઘાનિસ્તાનના નાયબ સરકારના પ્રવક્તા હમદુલ્લાહ ફિતરતે પાકિસ્તાની હુમલાની પુષ્ટિ કરી. તેમણે જણાવ્યું કે પાકિસ્તાની હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૪૦૦ લોકો માર્યા ગયા છે અને ૨૫૦ લોકો ઘાયલ થયા છે.
તેમણે X પર લખ્યું, પાકિસ્તાની સેનાએ સવારે ૯ વાગ્યે ઓમિદ વ્યસન સારવાર હોસ્પિટલ પર હવાઈ હુમલો કર્યો. આ હોસ્પિટલમાં ડ્રગ્સના વ્યસનની સારવાર માટે ૨,૦૦૦ પથારી છે. આ હુમલામાં હોસ્પિટલનો મોટો ભાગ નાશ પામ્યો હતો, અને ઘણા લોકોના મોતની આશંકા છે. કમનસીબે, અત્યાર સુધીમાં ૪૦૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે ૨૫૦ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. બચાવ ટીમો આગને કાબૂમાં લેવા અને ઘટનાસ્થળે પીડિતોના મૃતદેહ મેળવવા માટે કામ કરી રહી છે.
ક્રિકેટરોએ કરી હતી આ જ હોસ્પિટલની મુલાકાત
સોશિયલ મીડિયા પર આ ઘટના બાદ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અફઘાન ક્રિકેટર ગુલબદ્દીન નાયબ અને હશમતુલ્લાહ શાહિદી આ જ હોસ્પિટલના દર્દીઓની મુલાકાત લેતા અને તેમની સાથે હળવી પળો વિતાવતા જોવા મળે છે. આ એ જ હોસ્પિટલ છે જેને પાકિસ્તાની સેનાએ નિશાન બનાવી છે.
“પાકિસ્તાની સેનાએ સવારે 9 વાગ્યે હોસ્પિટલ પર હુમલો કર્યો. બચાવ ટીમો હાલમાં કાટમાળ નીચે દબાયેલા લોકો અને મૃતદેહોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે.” > — હમદુલ્લાહ ફિતરત, અફઘાન સરકારના પ્રવક્તા
પાકિસ્તાનનો ઈનકાર બીજી તરફ, પાકિસ્તાને આ અહેવાલોને નકારી કાઢ્યા છે. પાકિસ્તાની વડા પ્રધાન શાહબાઝ શરીફના પ્રવક્તા મુશર્રફ ઝૈદીએ જણાવ્યું છે કે પાકિસ્તાન દ્વારા કોઈ હોસ્પિટલને નિશાન બનાવવામાં આવી નથી અને આ સમાચાર પાયાવિહોણા છે.