અમદાવાદની મહિલાઓનું સ્વિગીના ‘શી ધ ચેન્જ’ 2026માં સન્માન કરાયું
- સ્વિગીએ ભારતના ફૂડ એન્ડ હોસ્પિટાલિટી ક્ષેત્રની પુનઃવ્યાખ્યા કરતી દેશભરની 28 મહિલા રેસ્ટોરેટર્સ અને શેફનું સન્માન કર્યું
- ભારત સરકારના માનનીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા
- સન્માનિતોમાં અમદાવાદની મહિલા શેફ અને ઉદ્યોગસાહસિકો, નિહારિકા શશી ખેરિયા (મોઈ – ધ ડેઝર્ટ સ્ટુડિયો), પાયલ પાઠક (ધ સિમ્પલી સલાડ) અને શ્રેયા સેનાપતિ (સ્પાઈસી સિગ્નેચર)નો સમાવેશ થાય છે.
- Ahmedabad’s Women Restaurateurs Honored at Swiggy’s ‘She The Change’ 2026
અમદાવાદ, : ભારતના અગ્રણી ઓન-ડિમાન્ડ કન્વિનિયન્સ પ્લેટફોર્મ, સ્વિગીએ તાજેતરમાં નવી દિલ્હી ખાતે ‘શી ધ ચેન્જ‘ની 2026 એડિશનનું આયોજન કર્યું હતું. ‘ફ્રોમ વિઝન ટુ વેન્ચર‘ ટેગલાઇન સાથે યોજાયેલી આ મુખ્ય પહેલ, ભારતના વ્યંજનો અને વ્યાવસાયિક ફલકની પુનઃવ્યાખ્યા કરનારી મહિલાઓને બિરદાવે છે.
મુખ્ય અતિથિ શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત તથા સ્વિગીના સહ-સ્થાપક, એમડી અને ગ્રુપ સીઈઓ શ્રીહર્ષા મજેતીએ બે શ્રેણીઓ – આંત્રપ્રેન્યોર ઓફ ધ યર અને શેફ ઓફ ધ યરમાં F&B ઉદ્યોગની 28 મહિલાને સન્માનિત કરી હતી. આ પુરસ્કારોએ રસોઈકળામાં નવીનતા અને વ્યવસાયિક સફળતામાં તેમના યોગદાનને બિરદાવ્યું હતું.

સન્માનિતોમાં અમદાવાદની મહિલા શેફ અને ઉદ્યોગસાહસિકોનો સમાવેશ થાય છે, જેમાં નિહારિકા શશી ખેરિયા (મોઈ – ધ ડેઝર્ટ સ્ટુડિયો), પાયલ પાઠક (ધ સિમ્પલી સલાડ) અને શ્રેયા સેનાપતિ (સ્પાઈસી સિગ્નેચર) સામેલ હતા. આ સામૂહિક સન્માન અમદાવાદના નવીન અને મહિલાઓ દ્વારા સંચાલિત ફૂડ બિઝનેસિસના કેન્દ્ર તરીકે વધતા પ્રભાવને પ્રકાશિત કરે છે. સન્માનિતોમાં, ઘણા ઉદ્યોગસાહસિકોએ તેમની પ્રેરણાદાયી સફર અને અમદાવાદના વિકસતી ફૂડ ઇકોસિસ્ટમમાં યોગદાનની ગાથા જણાવી હતી.
The Chief Guest, Shri Gajendra Singh Shekhawat, along with Sriharsha Majety, Co-Founder, MD and Group CEO, Swiggy, felicitated 28 women from the F&B industry across two categories—Entrepreneur of the Year and Chef of the Year. These awards recognized their contributions to culinary innovation and business success.

The honorees included women chefs and entrepreneurs from Ahmedabad, including Niharika Shashi Kheria (Moi – The Dessert Studio), Payal Pathak (The Simply Salad), and Shreya Senapati (Spicy Signature). This collective recognition highlights Ahmedabad’s growing influence as a hub for innovative and women-led food businesses.
