Western Times News

Gujarati News

વામિકાએ ‘ભૂત બંગલા’માં બાડી ડબલ વગર હાઈ-રિસ્ક ટ્રેન સ્ટન્ટ કર્યો

મુંબઈ, જ્યારથી ભૂત બંગલાનું ટીઝર આૅનલાઇન લોંચ થયું ત્યારથી ફિલ્મ પ્રત્યે દર્શકોમાં ઉત્સાહ સતત વધતો રહ્યો છે, આ ફિલ્મ ૧૪ વર્ષ બાદ અક્ષય કુમાર અને નિર્દેશક પ્રિયદર્શનની ફરી જોડી ફરી એક સાથે આવી છે. જેમાં ડર અને કોમેડીનું અનોખું મિશ્રણ જોવા મળશે.હાલમાં ચાલી રહેલા શૂટિંગ દરમિયાન, ફિલ્મનાં એક ગીતનાં શૂટમાંથી બૅકગ્રાઉન્ડ સીનમાંથી એક ક્ષણ ખાસ ધ્યાન ખેંચી રહી છે.

પ્રોડક્શન સાથે જોડાયેલા સુત્રોના જણાવ્યા મુજબ, વામિકા ગબ્બીએ એક પડકારજનક ટ્રેન સિક્વન્સ શૂટ કરી હતી, જેમાં તે દોડતી ટ્રેનનાં કિનારે ઊભી રહી હતી, એક એવું દ્રશ્ય જેને અક્ષય કુમાર સાથે ચોક્કસ સમયબદ્ધતા અને સંકલનની જરૂર હતી.સુત્રે જણાવ્યું, “વામિકાએ આ સિક્વન્સ માટે સંપૂર્ણપણે અક્ષય પર વિશ્વાસ મુક્યો અને કોઈ પણ વધારાની મદદ વગર તેને કરવા માટે તૈયાર થઈ ગઈ હતી. બંને વચ્ચેનું સંકલન કેમેરા પર સહજ રીતે દેખાયું, જેના કારણે દ્રશ્ય ખૂબ જ સરળ અને કુદરતી લાગ્યું.”

આ સિક્વન્સ હવે સેટ પર ચર્ચાનો વિષય બની ગઈ છે, જ્યાં ક્‰ સભ્યોએ વામિકાનાં આત્મવિશ્વાસ અને બંને કલાકારો વચ્ચેની મજબૂત આૅન-સ્ક્રીન કેમિસ્ટ્રીની પ્રશંસા કરી છે. આ ફિલ્મમાં પરેશ રાવલ, તબુ અને રાજપાલ યાદવ સહિતની મજબુત કાસ્ટ જોવા મળશે. પ્રિયદર્શન દ્વારા નિર્દેશિત અને અક્ષય કુમાર, શોભા કપૂર અને એકતા આર કપૂર દ્વારા નિર્મિત ભૂત બંગલા ૧૦ એપ્રિલ ૨૦૨૬ના રોજ થિએટર્સમાં રિલીઝ થવાની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.