Western Times News

Gujarati News

‘ધુરંધર-૨નો બોક્સઓફિસ પર ઇતિહાસ, એડવાન્સ બૂકિંગ રૂ.૨૫૦ કરોડને પાર

મુંબઈ, ધુરંધરઃ ધ રિવેન્જ વિશ્વવ્યાપી સ્તરે ૬૦૦ કરોડથી વધુના વિશાળ વીકએન્ડ તરફ આગળ વધી રહી છે, જ્યારે વિદેશી કમાણી ૨૦ મિલિયન ડોલરને પાર કરવાની દિશામાં છે. રણવીર સિંહની આ ફિલ્મે વિશ્વવ્યાપી એડવાન્સમાં ૨૫૦ કરોડનો આંક પાર કર્યાે છે.

રણવીર સિંહ અભિનીત આ ફિલ્મે ભારતમાં અંદાજે ૧૫૫ કરોડ અને વિદેશમાં ૧૦.૬૦ મિલિયન ડોલર (રૂ. ૯૮ કરોડ)ની કમાણી સાથે કુલ કમાણી ૨૫૩ કરોડ સુધી પહોંચી છે.વિદેશમાં ચાલુ દિવસના એડવાન્સથી વધુ ૭ કરોડ ઉમેરાતા કુલ એડવાન્સ બૂકિંગ ૨૬૦ કરોડ સુધી પહોંચ્યું હતું, જે ભારતીય સિનેમાનો ઓલ-ટાઇમ રેકોર્ડ છે. અગાઉ માત્ર પુષ્પા ૨ઃ ધ રૂલ ૨૦૦ કરોડ પાર કરી શકી હતી.

અંતિમ દિવસે યુનાઇટેડ સ્ટેટ્‌સમાં એડવાન્સ બૂકિંગ ૫.૩૫ મિલિયન ડોલર સુધી પહોંચ્યું, પ્રથમ વખત કોઈ ભારતીય ફિલ્મે ૫ મિલિયન ડોલરનો એડવાન્સ આંકડો પાર કર્યાે છે.

અગાઉ આરઆરઆર અને બાહુબલી ૨ ડોલર ૪ મિલિયન આસપાસ હતાં. જોકે, કેટલાંક સ્થળોએ ટેકનિકલ સમસ્યાઓને કારણે શોઝ રદ થતાં અંદાજે ૨૫૦૦૦૦ ડોલર વધુ ઉમેરાઈ શક્યા હોત.ફિલ્મ રિલીઝનાં પહેલાં જ દિવસે અલ્લુ અર્જુને ફિલ્મને “પેટ્રિયોટિઝમ સાથે સ્ટાઇલ” તરીકે વખાણી. તેણે ફિલ્મના ટેન્કિકલ પાસા અને ફિલ્મની પ્રશંસા કરી અને રણવીર સિંહને બહુવિધ પ્રતિભાશાળી અભિનેતા ગણાવ્યો. જ્યારે વિજય દેવેરાકોંડાએ પણ ફિલ્મના મોટા સાંસ્કૃતિક પ્રભાવની શક્યતા વ્યક્ત કરી અને આદિત્ય ધરના દિગ્દર્શન તથા કાસ્ટનાં પર્ફાેર્મન્સનાં વખાણ કર્યાં હતાં.

સાથે જ અનન્યા પાંડે, કાર્તિક આર્યન અને પ્રિટી ઝીંટાએ પણ ફિલ્મના વખાણ કર્યાં હતાં.ફિલ્મે ભારતમાં ઓપનિંગ ડે માટે ૭૩ કરોડનું એડવાન્સ બૂકિંગ નોંધાવ્યું હતું, જે જવાનના ૩૧ કરોડના રેકોર્ડને પાર કરી ગયું છે. સાથે જ આ ફિલ્મની પાઇરસીને રોકવા માટે મદ્રાસ હાઇકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. મદ્રાસ હાઇકોર્ટે ફિલ્મના ગેરકાયદેસર પ્રસારણ પર ૧૫ એપ્રિલ ૨૦૨૬ સુધી પ્રતિબંધ મુક્યો છે. જસ્ટિસ સેન્થિલકુમાર રમામૂર્તીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને જિયો સ્ટુડિયોઝની અરજી પર આ આદેશ આપ્યો.

કોર્ટે નોંધ્યું કે ફિલ્મ રિલીઝ પહેલા ગેરકાયદેસર સ્ટ્રીમિંગથી મોટું નુકસાન થઈ શકે છે. શરત મુજબ, પ્રોડ્યુસર્સને સંભવિત નુકસાન માટે જવાબદારી લેવી પડશે, અને ત્યારબાદ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ અને કેબલ ઓપરેટર્સને ગેરકાયદેસર પ્રસારણથી રોકવામાં આવ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.