Western Times News

Gujarati News

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાએ ૧૦ વર્ષ પછી પ્રેગનન્સી અનાઉન્સ કરી

મુંબઈ, લગ્નનાં એક દાયકા પછી, ટીવી સ્ટાર દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા આ વર્ષે જૂનમાં તેમના પ્રથમ સંતાનનાં આવવાની રાહ જોઈ રહ્યાં છે.ટેલિવિઝનના સૌથી લોકપ્રિય દંપતી, દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાને ત્યાં આ વર્ષે જૂનમાં તેમના પ્રથમ સંતાનનું અવતરણ થવાનું છે.

આ સમાચારને જાહેર કરતાં, બંનેએ તેમનાં મેટરનિટી શૂટની સુંદર તસવીરો શેર કરી છે.વિવેક દહિયા અને દિવ્યાંકા ત્રિપાઠીએ હંમેશા સાબિત કર્યું છે કે પ્રેમ બધું જીતે છે. તેઓ એકબીજા માટે જે લાગણી અને માન ધરાવે છે તે દર્શકો સુધી ટીવી સ્ક્રીન દ્વારા પણ પહોંચે છે. હવે તેઓ જીવનના નવા તબક્કામાં પ્રવેશ કરવા અને જૂન ૨૦૨૬માં તેમના પ્રથમ સંતાનનું સ્વાગત કરવા તૈયાર છે.

માતા-પિતા બનવાના આ તબક્કે, દંપતીએ સોશિયલ મીડિયા પર ખાસ રીતે આ સમાચાર શેર કર્યા હતા. મેટરનિટી શૂટની કેટલીક તસવીરો સાથે તેમણે જાહેર કર્યું કે લગ્નના દસ વર્ષ પછી તેઓ પોતાના પ્રથમ બાળકનું સ્વાગત કરશે.

કેપ્શનમાં, ટીવી સ્ટાર્સ દિવ્યાંકા અને વિવેકે લખ્યું, “૧૦ વર્ષ પછી પ્લોટ ટિ્‌વસ્ટ. કેટલીક સફર દોડવા માટે નથી હોતી, તે સાથે મળીને તૈયારી કરવા માટે હોય છે અને જ્યારે તમને લાગે કે તમારી વાર્તા પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે જીવન સૌથી સુંદર અધ્યાય ઉમેરે છે.

હજુ પણ આ ખુશીની ક્ષણોમાં ડૂબેલાં છીએપ કોઈ કારણ વગર સ્મિત કરી રહ્યાં છીએપ હૃદય આભારથી ભરેલું છે, અમે સંતાનની રાહ જોઈ રહ્યા છીએ.”ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં, ‘યે હૈ મોહબ્બતેં’ની આ જાણીતી એક્ટ્રેસે જણાવ્યું હતું કે તેણે પ્રેગ્નન્સી કિટ પરની લાઇન્સ દેખાવાની આતુરતાથી રાહ જોઈ હતી.

પરિણામ પોઝિટિવ આવ્યા બાદ, તેને આ સત્ય સ્વીકારવામાં થોડો સમય લાગ્યો હતો.પોતાના અનુભવ વિશે જણાવતા વિવેકે કહ્યું, “એવું લાગ્યું કે કોઈએ અમારી સ્ક્રિપ્ટ રાતોરાત બદલી નાખ. શરૂઆત ખુશીથી નહોતી, તે અવિશ્વાસથી શરૂ થઈ, પછી થોડાં ગભરાયાં અને છેલ્લા થોડા મહિનામાં તે શાંત ખુશીમાં બદલાઈ ગયું. મને આ સ્વીકારવામાં સમય લાગ્યો, પરંતુ હવે હું આ જવાબદારી માટે તૈયાર છું.”

દિવ્યાંકા ટીવી પર દસથી વધુ સિરીયલમાં અને દસ જેટલાં રિયાલિટી શોમાં કામ કરી ચુકી છે અને તે ઉપરાંત તેણે ઓટીટી પર પણ કેટલાક શો કર્યા છે, છેલ્લે તે અદૃશ્યમ નામની એક સ્પાય થ્રિલર સિરીઝમાં પણ જોવા મળી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.